CIA ALERT

Whatsapp મેસેજ પુરાવો ન ગણાય : સુપ્રીમ કોર્ટ

Share On :

લોકપ્રિયતા એ વિશ્ર્વસનીયતાનો માપદંડ ન હોઈ શકે એમ જણાવી સુપ્રીમ કૉર્ટે વૉટ્સઍપ પરના મૅસેજને પુરાવા તરીકે સ્વીકારવાનું ગુરુવારે નકારી કાઢ્યું હતું. 

વૉટ્સએપ પર કરવામાં આવેલા મેસેજનું પુરાવા તરીકે કોઈ મૂલ્ય કે મહત્વ નથી હોતું અને એટલે જ બિઝનેસમાં બે ભાગીદાર વચ્ચે મેસેજની આપલેને પુરાવાનો આધાર ન ગણી શકાય. 
દેશના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રામન્ના, ન્યાયાધીશ એ. એસ. બોપાના અને હૃષીકેશ રોયની બનેલી ખંડપીઠે કહ્યું હતું કે આજના સમયમાં વોટ્સેપના મેસેજનું પુરાવા તરીકે મૂલ્ય કેટલું? સોશિયલ મીડિયા પર આજની તારીખે કંઈપણ ઊભું અને નાબૂદ કરી શકાય છે. વોટ્સએપના મેસેજને અમે કોઈ મહત્ત્વ નથી આપતા.

કચરો એકઠો કરી તેનું વહન અને નિકાલ કરવા અંગેના સાઉથ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એસડીએમસી), એટૂઝેડ ઈન્ફ્રા સર્વિસિસ અને અન્ય સાથેના ૨ ડિસેમ્બર ૨૦૧૬ના કરાર સંબંધિત કેસને મામલે સુપ્રીમ કૉર્ટે ઉપરોક્ત નિવેદન કર્યું હતું. 

વર્ષ ૨૦૧૭માં એટૂઝેડ ઈન્ફ્રા સર્વિસિસે તેણે લીધેલા કોન્ટ્રાક્ટના અમુક હિસ્સાના કામ માટે ક્વિપ્પો ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કરાર કર્યા હતા. 

એટૂઝેડ ઈન્ફ્રા એસ્ક્રો અકાઉન્ટ (થર્ડ પાર્ટી એકાઉન્ટ)માં રૂપિયા જમા કરાવશે અને એ રકમનો ઉપયોગ અન્ય પાર્ટીઓને ચુકવણી કરવા માટે કરવામાં આવશે એવી સહમતી કરારમાં સાધવામાં આવી હતી. 

ક્વિપ્પો ઈન્ફ્રાએ કોલકાતા હાઈ કૉર્ટના દ્વાર ખટખટાવતા વર્ષ ૨૦૨૦માં એટૂઝેડ ફ્રન્ફ્રાએ કરાર રદ કર્યો હતો. ક્વિપ્પોએ એટૂઝેડ પાસેથી રૂ. ૮.૧૮ કરોડ લેવાના નીકળતા હોવાને લગતો વોટ્સએપ મેસેજ હાઈ કોર્ટને દેખાડ્યો હતો.  એટૂઝેડએ આ મેસેજ બનાવટી અને ઉપજાવી કાઢેલો હોવાનું જણાવ્યું હતું. 

જોકે, હાઈ કોર્ટે કંપનીને એસ્ક્રો એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવા જણાવ્યું હતું. 
ગયા વર્ષની ૨૮મી મેેએ એટૂઝેડ ઈન્ફ્રાએ કરાર રદ કર્યા હતા અને ક્વિપ્પોએ લવાદની નિમણૂક કરવાની માગણી સાથે ૧૪ સપ્ટેમ્બરે હાઈ કૉર્ટનો આશરો લીધો હતો. 
આ વર્ષની ૧૪ જાન્યુઆરીએ બંને પક્ષ લવાદની નિમણૂક માટે સહમત થયા હતા. 

ક્વિપ્પોના વકીલે કોલકાતા હાઈ કૉર્ટને ૧૯ માર્ચ ૨૦૨૦ના એ જાણ કરતા મેસેજ અંગે જણાવ્યું હતું જેમાં એટૂઝેડ ઈન્ફ્રાએ ક્વિપ્પોને રૂ. ૮.૧૮ કરોડ આપવાના બાકી નીકળતા હોવાની કબૂલાત કરી હતી. 

ક્વિપ્પોએ વર્ષ ૨૦૧૮નો એ જાણ કરતો ઈમેલ પણ દર્શાવ્યો હતો જોમાં એટૂઝેડ ઈન્ફ્રાએ એસડીએમસી પાસેથી મળનારી રકમ એસ્ક્રો અકાઉન્ટમાં જમા કરાવવા સહમતી દર્શાવી હતી. 
જોકે, એટૂઝેડ ઈન્ફ્રાએ મેસેજ બનાવટી અને ઉપજાવી કાઢેલો હોવાનું હાઈ કોર્ટને જણાવ્યું હતું, પરંતુ હાઈ કોર્ટે એટૂઝેડ ઈન્ફ્રાને ભવિષ્યમાં એસડીએમસી પાસેથી કોન્ટ્રાક્ટ અને કામને લગતાં મળનારાં તમામ નાણાં એસ્ક્રો અકાઉન્ટમાં જમા કરાવવા જણાવ્યું હતું.  

બુધવારે સુપ્રીમ કૉર્ટમાં ઉપસ્થિત રહેલા એટૂઝેડના વકીલ રણજિતકુમારે કહ્યું હતું કે કરાર રદ કરવામાં આવ્યા છે અને વિવાદના ઉકેલ માટે લવાદની નિમણૂક કરવામાં આવી છે તેવા સમયે ભવિષ્યમાં એસડીએમસી પાસેથી કોન્ટ્રાક્ટ અને કામને લગતાં મળનારાં તમામ નાણાં એસ્ક્રો અકાઉન્ટમાં જમા કરાવવાનો હાઈ કોર્ટનો આદેશ અયોગ્ય છે કેમ કે એવા સંજોગોમાં અમે કચરો ઊપાડવાના અને તેનું વહન કરી તેનો નિકાલ કરવામાં રોકાયેલા કામદારોને પગારની ચુકવણી નહીં કરી શકીએ. 

જોકે મુખ્ય ન્યાયાધીશ રામન્નાના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે આ વિવાદનો ઉકેલ લાવવા લવાદની નિમણૂક કરવામાં આવ્યા બાદ કરાર રદ કરનાર પાર્ટી એસડીએમસી પાસેથી મળનારી રકમ શા માટે એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવે? 

પ્રથમદર્શી રીતે અમે એસ્ક્રોના ખાતામાં રૂપિયા જમા કરાવવાના હાઈ કૉર્ટના આદેશથી સંતુષ્ટ નથી, એમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. 

જો આ મોડું ન હોય તો તમે લવાદ પાસે જાઓ અને લવાદનો ચુકાદો બંને પક્ષને બંધનકર્તા હશે, એમ ખંડપીઠે કહ્યું હતું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :