CIA ALERT

સ્પાઇસ જેટની સુરતને જુદા જુદા શહેરો સાથે જોડતી 5 ફ્લાઇટ્સ જુલાઇમાં શરૂ થશે

Share On :

કોરોના કાળમાં છેલ્લા પાંચેક મહિનાથી સ્પાઇશ જેટ એરવેઝએ સુરતના તમામ ઓપરેશન્સ બંધ કરી દીધા હતા સુરત એરપોર્ટને બખ્ખાં જુલાઇમાં સુરતથી 6 શહેરોની સ્પાઇશ જેટની ડાયરેક્ટ ફ્લાઇટ પોસ્ટ કોવીડ ઓપરેશન્સમાં સુરત-પટણાની પહેલી ફ્લાઇટ 16મી જુલાઇથી શરૂ, સુરત એરપોર્ટ ધમધમી ઉઠશે

કોરોના પેન્ડેમિકને કારણે એક સમયે દર પોણો કલાકે જ્યાં ફ્લાઇટની આવનજાવન રહેતી હતી એ સુરત એરપોર્ટ પર ફ્લાઇટની સંખ્યા બિલકુલ ઘટી ગઇ હતી. સ્પાઇશ જેટ દ્વારા તો સુરત એરપોર્ટ પર આવતી અને ઉપડતી તમામ ફ્લાઇટના ઓપરેશન્સ બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ, હવે કોરોનાનું જોર ઘટતા સ્પાઇશ જેટ દ્વારા ચાલુ જુલાઇ મહિનામાં સુરત એરપોર્ટ પરથી 6 શહેરોની ડાયરેક્ટ કનેક્ટિંગ ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે. સૌથી પહેલી ફ્લાઇટ તા.16મી જુલાઇથી શરૂ થશે જે સુરતથી પટણા એરપોર્ટની છે. આ ફ્લાઇટ માટેના બુકિંગ પણ શરૂ થઇ ચૂક્યા છે.

સુરતને એર કનેક્ટિવીટી મળે તે માટે વી વોન્ટ વર્કિંગ એરપોર્ટ (ડબલ્યુ.ડબલ્યુ.ડબલ્યુ.એ.) ગ્રુપ અને મુવમેન્ટ ચલાવતા સંજય શાહે જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ ફ્લાઇટની આવનજાવનથી બિઝી રહે એ દિવસો હવે દૂર નથી. કોરોનાના કારણે બંધ થયેલી ફ્લાઇટ્સ ઉપરાંત બે નવા શહેરોની એરકનેક્ટિવીટી પણ સુરતને મળી રહી છે. તેમણે કહ્યું કે સુરત એરપોર્ટથી સ્પાઇશ જેટ દ્વારા પોતાના ઓપરેશન્સ પોસ્ટ કોવીડ પરિસ્થિતિમાં ફરીથી શરૂ કરવામાં આવી રહ્યા છે.

સ્પાઇશ જેટ ચાલુ જુલાઇ મહિનામાં જે પાંચ શહેરોની ફ્લાઇટ શરૂ કરી રહ્યું છે તેમાં (1) સુરતથી પટણા, વીકમાં 4 દિવસ (2) સુરતથી જયપૂર ડેઇલી ફ્લાઇટ (3) સુરતથી હૈદરાબાદ, વીકમાં 4 દિવસ (4) સુરતથી પૂના વીકમાં 4 દિવસ અને (5) સુરતથી જબલપુર, વીકમાં 3 દિવસનું શિડ્યુલ બની રહ્યું છે અને આ તમામનું બુકિંગ પણ શરૂ થઇ જશે ગયું છે, એમ સંજય શાહે જણાવ્યું હતું.

પૂના અને જબલપુર સાથે પહેલી એક કનેક્ટિવીટી

વી વોન્ટ વર્કિંગ એરપોર્ટ મૂવમેન્ટના આગેવાન સંજય શાહે જણાવ્યું હતું કે સુરતથી પૂનાની ફ્લાઇટ માટે ઘણાં વર્ષોથી રજૂઆતો કરવામાં આવી રહી હતી. સુરત એરપોર્ટ ફુલફ્લેજ ધમધમવા માંડ્યું હતું, પરંતુ, કમનસીબે સુરતથી પૂનાની ફ્લાઇટ મળી શકી ન હતી. પરંતુ, આ વખતે જુલાઇ મહિનો સુરત એરપોર્ટ માટે અનેક ગુડ ન્યુઝ સાથે આવ્યો છે. સુરતથી પૂના અને સુરતથી જબલપુર બન્ને શહેરોની એરકનેક્ટિવીટી સુરત એરપોર્ટ પરથી પહેલી વાર મળી રહી છે. સુરતથી પૂના સુરતના ખાસ્સા લોકોની અવરજવર રહે છે, સુરત અને પૂના વચ્ચે અનેક વ્યાપાર-ધંધાનું પણ જોડાણ છે તેમજ સુરતથી પૂના અનેક વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે. હજારો સુરતીઓ પૂના અને આસપાસ નોકરી પણ કરી રહ્યા હોઇ, આ ફ્લાઇટ માટે વર્ષોથી ડિમાંડ કરવામાં આવી રહી હતી.

ટેક્ષટાઇલ ઉદ્યોગપતિઓને જયપૂર ફ્લાઇટની રાહ

સુરતના ટેક્ષટાઇલ ઉધોગપતિઓ સમેત અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા હજારો લોકો જયપૂરથી સુરત આવીને વસ્યા છે. સુરતને કર્મભૂમિ બનાવનારા હજારો લોકો સુરત જયપૂરની ડેઇલી ફ્લાઇટ માટે વખતોવખત રજૂઆતો પણ કરતા આવ્યા છે. કોરોનાના કારણે સુરત જયપુર ફ્લાઇટ સદંતર બંધ રહેતા અનેક પરિવારોએ ટ્રેન કે રોડ ટ્રાન્સપોર્ટનો સહારો લેવો પડતો હતો. પરંતુ, હવે સ્પાઇશ જેટ દ્વારા સુરત જયપુર ફ્લાઇટ ડેઇલી બેઝીસ પર શરૂ કરવામાં આવી રહી હોઇ, સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારો તેમજ રાજસ્થાનથી અહીં આવીને વસેલા લોકોમાં ખુશાલી પ્રસરી ગઇ છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :