આજે સવારના સેશનમાં ચોર્યાસીમાં 100 mm વરસાદ : સુરતી જોગર્સ-વોકર્સ, સાઇકલિસ્ટસને વરસાદે ફરજિયાત રજા પડાવી : નોકરીએ જનારા હેરાન થયા : ધંધાર્થીઓમાં શૂસ્તી

આજે તા.18મી જૂન 2021ની સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન આમ તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડ્યા હતા પરંતુ, સૌથી વધુ વરસાદ ચોર્યાસી તાલુકાના વિસ્તારોમાં પડ્યો. આ ચાર કલાકના સમયગાળામાં ચોર્યાસી તાલુકામાં કુલ 100 મી.મી. એટલે કે ચાર ઇંચ જેટલો વરસાદ પડતા જીનજીવનને ખાસ્સી અસર પહોંચી હતી.
સુરત શહેરમાં આજે સવારના ચાર કલાક દરમિયાન 26મીમી અંદાજે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જોકે, ગઇ કાલે સાંજથી શરૂ થયેલા વરસાદમાં આજે સવારના વરસાદના આંકડા ઉમેરીએ તો કુલ 153 મી.મી. એટલે કે છ ઇંચથી વધુ પાણી સુરત શહેરમાં પડ્યું હતું. ગઇકાલે સાંજથી સુરત શહેર ઉપરાંત ચોર્યાસી તાલુકા તેમજ ઓલપાડ તાલુકાના વિસ્તારોમાં અવિરતપણે મૂશળધાર વરસાદ પડી રહ્યો છે.
સુરત કલેક્ટર કચેરી દ્વારા સંચાલિત વરસાદી કન્ટ્રોલ રૂમે જારી કરેલા આજે સવારના આંકડાઓની વિગત અહીં પ્રસ્તુત છે

પીકઅવર્સમાં વરસાદ નોકરીયાતો મુશ્કેલીમાં, ધંધાર્થીઓ રજાના મૂડમાં
આજે સવારથી એટલે કે પીકઅવર્સમાં જ વરસાદ અવિરતપણે જારી રહેતા નોકરી-વ્યવસાયે જવા માટે નીકળેલા લોકોએ ખાસ્સી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ધંધાર્થીઓ માટે આજે શૂસ્તીભરી સવાર બની રહી હતી. શહેરના મુખ્ય માર્ગો પરની દુકાનો, ટેક્ષટાઇલ માર્કેટોમાં મોટા ભાગની દુકાનો સવારે સાડાદસ પછી પણ શરૂ થયેલી જોવા મળી હતી.
જોગર્સ-વોકર્સે ફરજિયાત રજા પાડવી પડી
શહેરમાં કોરોનાકાળ બાદ વહેલી સવારે જોગીંગ, વોકિંગ, સાઇકલિંગ, યોગા વગેરે નિયમિત રીતે કરનારા લોકો માટે આજે તા.18મી જૂનની સવાર રજા લઇને આવી હતી. મૂશળધાર વરસાદને કારણે મોટા ભાગના વોકર્સ, જોગર્સ, ઓપનએરમાં યોગ કરનારાઓ, નિયમિત કસરત કરનારા સુરતીઓએ ફરજિયાત રજા પાડવી પડી હતી. શહેરના જોગર્સ પાર્ક, વોકર્સ પાર્ક પર પણ દરરોજ કરતા આજે સ્વાભાવિક રીતે જ વરસાદને કારણે પાંખી હાજરી જોવા મળી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
