CIA ALERT

12માંનું રિઝલ્ટ 99% આવી શકે, કોલેજોમાં સીટો વધારવી પડશે, સોલિડ કન્ટેન્ટ ધરાવતા કોર્સની ડિમાંડ વધશે

Share On :

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ભારતમાં સેન્ટ્રલ બોર્ડ અને સીઆઇએસસીઇ બોર્ડની ધો.12ની તમામ પરીક્ષાઓ રદ કરી આજરોજ તા.2 જુને કહેવાય છે કે ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકારની વાટે ગુજરાત બોર્ડની ધો.12ની પરીક્ષાઓ રદ કરી દેશે.

પરીક્ષાઓ રદ કર્યા પછી શું તેની કોઇ ચર્ચા ક્યાંયે થઇ રહી નથી. એટલે www.cialive.in અને શિક્ષણ સર્વદા (વિદ્યાર્થીઓનું અખબાર) અહીં આપના ગાઇડન્સ માટે આ અહેવાલ રજૂ કરી રહ્યા છીએ.

મોટા ભાગના એવા લોકો ખુશ થયા છે કે જેમને ધો.12ના અભ્યાસ સાથે કોઇ લેવાદેવા નથી. શાળાના આચાર્યો, શિક્ષકો અને તેજસ્વી વિદ્યાર્થીઓ પર શું વિતી રહ્યું હશે તેની કોઇને કલ્પના નથી. પરંતુ, કોવિડ-19માં બહુમતિ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો છે. એટલે તેને શિરોમાન્ય રાખવો પડે.

હવે શું ?

  • ધો.12નું પરીણામ આંતરિક મૂલ્યાંકનના આધારે તૈયાર થશે એટલે કે ધો.12નું પરીણામ શું આપવું તેનો બધો દારોમદાર સ્કુલો પર, સ્કુલના આચાર્યો, શિક્ષકો અને ટ્રસ્ટીઓનો પ્રભાવ ધો.12ના પરીણામ પર પડી શકે એમાં બે મત નથી. (www.cialive.in)
  • ધો.12ના પરીણામ પર ધો.11 અને ધો.10ના પરીણામનો પણ પ્રભાવ હશે.
  • ધો.12નું પરીણામ 99 ટકા જેટલું આવી શકે. કેમકે ધો.11માં બહુ ઓછા વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોય છે. (www.cialive.in)
  • કોલેજોમાં દરેક કોર્સમાં બેઠકો વધારવી પડે તેવી સ્થિતિ સર્જાશે. સોલિડ કોર્સ કન્ટેન્ટ ધરાવતા કોર્સની ડીમાંડ વધશે. કોલેજોમાં એડમિશન્સ માટે ભારે ધસારો થશે
  • કોલેજ એડમિશન્સ હવે મોટા ભાગે એન્ટ્રન્સ ટેસ્ટ (પ્રવેશ પરીક્ષાઓ) પર આધારિત હશે. પ્રવેશ પરીક્ષાઓ મોટા ભાગે (www.cialive.in) મેડીકલ, પેરામેડિકલ કોર્સ અને પ્રાઇવેટ યુનિવર્સિટીઝમાં યોજાય છે, એટલે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ધસારો જોવા મળશે. (cialive.in)
  • ગુજરાતમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ જેમાં ઇજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર, ડિપ્લોમા ઇજનેરી વગેરેની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને 50 ટકા મેનેજમેન્ટ ક્વોટા આપવામાં આવ્યો છે, આ કોલેજોમાં ક્યાં તો પ્રવેશના નિયમો બદલાશે અગર તો સંચાલકોને બખ્ખાં થઇ જશે. (www.cialive.in)

એન્ટ્રસ્ટ ટેસ્ટથી પ્રવેશ લેનારાઓની સંખ્યા વધશે

જુદી જુદી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તેમજ એન્જિનિયરિંગ અને મેડીકલ-પેરામેડિકલ કોર્સમાં પ્રવેશ માટે હાલ પ્રવેશ પરીક્ષાઓ લેવાય છે. અહીં ધો.12ના માર્કસ ફક્ત લાયકાત (એલિજિબિલીટી) તરીકે જ ગણવામાં આવે છે. મેરીટ માટે પ્રવેશ પરીક્ષાનો સ્કોર ગણતરીમાં લેવામાં આવે છે. આવા અભ્યાસક્રમોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધશે.

તેજસ્વી અને સમજદાર વિદ્યાર્થીઓ કોરોનાકાળ હળવો થયા પછી પરીક્ષા આપવાનો વિકલ્પ અપનાવશે

જે વિદ્યાર્થીઓ તેજસ્વી છે અને જેમણે વિદેશ અભ્યાસ માટે જવું છે તેવા વિદ્યાર્થીઓ આંતરિક મૂલ્યાંકનના આધારે ભલે કોલેજમાં પ્રવેશ મેળવી લેશે, પરંતુ, આવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ કોરોનાકાળ હળવો થયા પછી લેવાનારી વૈકલ્પિક પરીક્ષા આપવાનો વિકલ્પ અપનાવીને પોતાની મહેનતના આધારે માર્કશીટ મેળવવાનો પ્રયત્ન કરશે. (www.cialive.in)

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :