CIA ALERT

IPL 2021 તમામ મેચો સસ્પેન્ડ, ખેલાડીઓને ઘરે જવા આદેશ

Share On :

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આજરોજ તા.4 મે 2021ના રોજ ઇન્ડીયન પ્રીમીયર લીગ ક્રિકેટ ચેમ્પિયનશીપ, IPL-2021ને અધવચ્ચે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાના વધતા કેસો અને કેટલાક ખેલાડીઓને પણ તેનો ચેપ લાગી જતાં આઈપીએલની આ સીઝનને સસ્પેન્ડ કરી દેવાનું નક્કી કરાયું છે.

સોમવારે અમદાવાદમાં રમાનારી કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની મેચ કોરોનાને કારણે જ કેન્સલ કરી દેવામાં આવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડી વરુણ ચક્રવર્તી અને બોલર સંદીપ વારિયરને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના સભ્યોના જણાવ્યા અનુસાર, મંગળવારે અમિત મિશ્રા અને ઋદ્ધિમાન સાહાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા આ નિર્ણય લેવાયો હતો. બીસીસીઆઈના અનેક અધિકારીઓ અને ફ્રેન્ચાઈઝીઓએ પણ આ વાતની પુષ્ટિ કરી દીધી છે.

ચેન્નૈ સુપર કિંગ્સના બે સભ્યો બોલિંગ કોચ એલ. બાલાજી અને બસ ક્લીનરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સીઈઓ કાશી વિશ્વનાથનનો બીજો રિપોર્ટ સોમવારે સાંજે નેગેટિવ આવ્યો હતો. જોકે, બાલાજી અને બસ ડ્રાઈવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અનેક ઓસ્ટ્રેલિયન ખેલાડી કોરોનાના વધતા કેસને કારણે જ પોતાના દેશમાં પરત ફરી ચૂક્યા છે. જેમાં એડમ જંપા, એન્ડ્રયુ ટાય અને કેન રિચર્ડસન સામેલ હતા.

રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન લિયામ લિવિંગ્સ્ટોને પણ બાયો બબલથી કંટાળીને ઈંગ્લેન્ડ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન દિલ્લી કેપિટલ્સના સ્પીનર રવિચંદ્રન અશ્વિને પણ 25 એપ્રિલે આઈપીએલમાંથી બ્રેક લેવાનું નક્કી કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે આઈપીએલની સીઝન દુબઈમાં રમાઈ હતી. આ વખતે તો દેશમાં સ્થિતિ 2020થી પણ ખરાબ હોવા છતાં અનેક વિરોધ વચ્ચે પણ મુંબઈમાં 2021ની સીઝનની શરુઆત કરવામાં આવી હતી, જ્યારે કેટલીક મેચ અમદાવાદમાં રમાવાની હતી. તમામ ટીમો અમદાવાદ પહોંચી તેના થોડા જ સમયમાં બાયોબબલ હોવા છતાંય તેમની અંદર કોરોનાના કેસ આવવાનું શરુ થયું હતું. જેના કારણે આઈપીએલ પર ફરી એકવાર સવાલ ઉઠ્યા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :