તાઇવાનમાં ચાલતી ટ્રેન પર ભેખડો ધસી પડવાની હોનારતમાં 48ના મોત

તાઇવાનના પૂર્વ વિસ્તારમાં ભેખડો ધસી પડવાની એક ઘટનામાં ચાલતી મુસાફ ટ્રેન પાટા પરથી ઉતરી જતા ગમખ્વાર હોનારત સર્જાઇ હતી, આ હોનારતમાં મળેલા પ્રાથમિક અહેવાલો મુજબ 36 ટ્રેન મુસાફરોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. વીસથી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યા છે. આ ટ્રેનમાં 350 મુસાફરો હતા. પર્વતમાંથી બનાવાયેલી ટનલમાંથી બહાર આવી રહેલી ટ્રેન પર ભેખડ ધસી પડી હતી, જે બાદ ટ્રેન પાટા પરથી નીચે ઉતરકા દુર્ઘટના સર્જાઈ હતી.

ટ્રેનનો મોટાભાગનો હિસ્સો હજી પણ ટનલમાં અટવાઈ જવાથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહેલા મુસાફરોને સલામત સ્થળે પહોંચવા માટે દરવાજા, બારી અને છત ઉપર ચઢવાની ફરજ પડી છે. આ અકસ્માત સરકારી રજાના દિવસે તોરોકો જ્યોર્જ સિનિક વિસ્તાર પાસે શુક્રવારે સવારે નવ વાગ્યાની આસપાસ થયો હતો. હુઆલિયન કાઉન્ટી બચાવ વિભાગના જણાવ્યા અનુસાર ટ્રેન ટનલમાંથી બહાર નીકળતાંની સાથે જ ચટ્ટાન પડી હતી, જેના કારણે પાંચ કોચને સૌથી વધુ નુકસાન પહોંચ્યું હતું.

સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીની સત્તાવાર વેબસાઇટ પર ઘટનાસ્થળે લોકોએ પોસ્ટ કરેલા ફોટા અને ટીવી ફૂટેજમાં લોકો ટનલના પ્રવેશદ્વારની બહાર ટ્રેનના ડબ્બાના ખુલ્લા ગેટ પર ચઢતા જોવા મળી રહ્યા છે. એક ડબ્બાનો અંદરનો ભાગ સંપૂર્ણ રીતે ઉખડીને બાજૂની સીટ પર આવી પડ્યો છે. આ અકસ્માત ચાર દિવસીય ટોમ્બ સ્વિપિંગ મહોત્સવના પહેલા દિવસે થયો હતો.

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


