મહારાષ્ટ્રમાં ગમે તે ઘડીએ લૉકડાઉન

દેશમાં કોરોના વાયરસ (COVID-19)નો કહેર વધી રહ્યો છે અને સાથે જ રાજ્યના આંકડાઓ પણ ચિંતામાં વધારો કરી રહ્યાં છે. ગત વર્ષના માર્ચ મહિનાની સરખામણીએ ગઈ કાલે એટલે કે રવિવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. એટલે મહારાષ્ટ્ર આ અઠવાડિયે લૉકડાઉન લાદવાનું વિચારી રહ્યું છે. જોકે, રાજ્યના કેટલાક શહેરોમાં નાઈટ કર્ફ્યુ પહેલેથી જ અમલમાં મુકવામાં આવ્યો છે.
રવિવારે મહારાષ્ટ્રમાં 40,414 કેસ નોંધાયા હતા. જે રાષ્ટ્રમાં નોંધાયેલા કુલ કેસના લગભગ બે-તૃતીયાંશ કેસ જેટલા છે. રાજ્યમાં નોંધાયેલા 40,414 કેસમાંથી મુંબઈમાં 6,923 કેસ નોંધાયા હતા. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની કચેરીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, રવિવારે યોજાયેલી કોવિડ-19 ટાસ્ક ફોર્સની બેઠકમાં સૂચવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં જે પ્રમાણે કેસ વધી રહ્યાં છે તે જોતા કડક લૉકડાઉન જેવા પગલા લાદવા જોઈએ. રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, લૉકડાઉન આગામી દિવસોમાં અસરકારક થઈ શકે છે. કારણકે અધિકારીઓને તબક્કાવાર રીતે તેનો અમલ કરવાની તૈયારી કરવા જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે (Rajesh Tope)અને અન્ય અધિકારીઓ સાથેની બેઠકમાં રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ડો. પ્રદીપ વ્યાસ (Dr. Pradeep Vyas)એ જણાવ્યું હતું કે, જો કેસ આમને આમ વધતા રહેશે તો હૉસ્પિટલ બૅડ, ઓક્સિજન સપ્લાય અને વેન્ટિલટરની ઉપલબ્ધાતની અછત વર્તાશે. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ કોવિડ -19 દર્દીઓની સારવાર માટે રાજ્યમાં કોવિડ -19 દર્દીઓની સારવાર માટે પથારી, દવાઓ અને ઓક્સિજનની ઉપલબ્ધિ સહિત આરોગ્ય સંબંધિત અન્ય તૈયારીઓની સમીક્ષા કરી હતી.
પછી ટાસ્ક ફોર્સે ભલામણ કરી હતી કે, રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ અટકાવવા માટે લૉકડાઉન જેવા કડક પગલાં લેવા જરૂરી છે. ત્યારબાદ મુખ્યપ્રધાને અધિકારીઓને તાકીદ કરી છે કે, લૉકડાઉનના અમલીકરણ અંગે આ પ્રકારની વિગતવાર યોજના તૈયાર કરવામાં જેથી તે અર્થવ્યવસ્થાને ઓછામાં ઓછી અસર કરે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
