CIA ALERT

ઓલમ્પિક ક્વાલીફાયર અને KIITની વિદ્યાર્થિની C.A. ભવાની દેવીનું KIIT અને KISSમાં ભવ્ય સ્વાગત

Share On :

આકાશમાં તારલાઓ કંઈ એમ જ નથી ચમકતા. તનતોડ મહેનત અને દૃઢ નિશ્ચયથી ઘણા લોકો સફળતાના શિખર પર પહોંચે છે.. જ્યાં તેઓ એક પ્રતીક બનીને ઉભર્યાં છે. સી.એ. ભવાની દેવી પણ આવા જ રમતવીર તારલાઓની આકાશગંગામાંથી એક છે જેમણે તલવારબાજીમાં ટોક્યો ઓલમ્પિક 2021માં ક્વોલીફાઈ કર્યું છે.

આ માત્ર ભવાની માટે જ ગૌરવની ક્ષણો નથી પરંતુ KIIT ડીમ્ડ યુનિવર્સિટીની એક વિદ્યાર્થિની હોવાના કારણે ભવાની જેવા બાળકોની પ્રતિભાને નિખારવામાં એક વિશ્વસનીય અને અનુભવી પરામર્શદાતાની જેમ KIIT અને KISSને બે નિયમિત લોન્ચ પેડ બનવાનું ગૌરવ મળ્યું છે. આ બંને સંસ્થાના સંસ્થાપક ડૉ.અચ્યુત સામંત હંમેશા મદદ માટે ખડેપગે રહ્યા.. માત્ર રમતગમતમાં ભવાનીની લાંબી શાનદાર યાત્રા માટે જ નહીં પરંતુ એ તમામ લોકો માટે વણમાગી મદદ પ્રદાન કરવા માટે જેમણે રમતની સાથે સાથે તમામ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ભલે તે રાષ્ટ્રીય સ્તરે હોય કે અંતરરાષ્ટ્રીય સ્તરે.. તેના પર ક્રેડિટ સ્કોર અટકતો નથી, કારણ કે વર્ષ 2021 ટોક્યો ઓલમ્પિક માટે ભવાની તલવારબાજીમાં ક્વોલીફાઈ કરનાર પહેલી ભારતીય મહિલા બની ગઈ છે.

આપણા સૌ માટે એ અવસર કેવો હશે જ્યારે ભારતની એક યુવા મહિલા ખેલાડી લાખો લોકો સામે પોતાના હરીફ સામે કૃપાણની તેજસ્વી કલાની ચમક દેખાડશે..

તમિલનાડુની વતની અને KIIT ડીમ્ડ યુનિવર્સિટીની વિદ્યાર્થિની ભવાની 25 માર્ચ 2021ની સવારે ઈટલીથી સીધી જ ભુવનેશ્વર પહોંચી. ભુવનેશ્વરના બીજૂ પટનાયક એરપોર્ટ પર પહોંચેલા ભવાની, તેમની માતા અને કોચનું જોરદાર સ્વાગત કરાયું. KIIT ડીમ્ડ યુનિવર્સિટીના પરિસરમાં ભવાની માટે એક સત્કાર સમારોહ યોજાયો. જ્યાં પ્રતિષ્ઠિત હસ્તીઓ જેવા કે KIIT અને KISSના સંસ્થાપક ડૉ.અચ્યુત સામંત, ઈન્ડિયન ફેન્સિંગ એસોસિએશનના જનરલ સેક્રેટરી શ્રી બશીર એ. ખાન, ઓડિશા ફેન્સિંગ એસોસિએશનના સેક્રેટરી શ્રી દેવેન્દ્ર સાહુ, જાણીતા પર્યાવરણવિદ અને ગ્રીન મેન ડૉ. અબ્દુલ ઘની, ફાસ્ટ રનર દુતી ચાંદ, KIIT ડીમ્ડ યુનિવર્સિટીના વાઈસ ચાંસલર પ્રો.હર્ષિકેશ મોહંતી, KIIT ડીમ્ડ યુનિવર્સિટીના પ્રો-વાઈસ ચાંસલર પ્રો. સસ્મિતા સામંતની ઉપસ્થિતિમાં ભવાનીને સમ્માનિત કરાઈ.

તમિલનાડુની વતની ભવાનીએ KIITમાં પોતાના એડમિશન બાદ ટોક્યો ઓલમ્પિક માટે ક્વોલીફાઈ કર્યું.

એ વાત સૌના માટે ગૌરવથી સહેજ પણ ઓછી નથી કે તે પોતાના સપનાઓની પાંખો પર ઉડી શકે છે. ભવાની પોતે કહે છે કે “બાળપણથી જ હું ઓલમ્પિકમાં ભાગ લેવાનું સપનું જોતી રહી છું. આ સપનાને પૂરું કરવા મારે અનેક સંઘર્ષો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો”. સમ્માન સમારોહમાં સંબોધન કરતા ભવાનીએ આ વાત કરી. સાથે જ ભવાનીએ પોતાના માતા-પિતા અને કોચને આ સફળતાનો શ્રેય આપ્યો, જેમણે બાળપણથી જ તેમનો સાથ આપ્યો.

ભવાનીએ દાવો કર્યો કે ઓલમ્પિકમાં ક્વોલીફાઈ કરવા પાછળ દુતી ચાંદ તેની પ્રેરણા સ્ત્રોત રહી છે. તેમણે એમ પણ કહ્યું કે મારા માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં હજારો નવોદિત એથલીટ અને ખેલાડીઓ માટે દુતી એક રોલ મૉડલ છે. જેનો ઉદય આ સંસ્થાનમાંથી એક સર્વશ્રેષ્ઠ દોડવીર તરીકે થયો છે.

મિસ ભવાનીને અભિનંદન પાઠવતાં ડૉ. અચ્યુત સામંતે કહ્યું કે “શિક્ષણ ઉપરાંત KIIT અને KISS સંસ્થાએ રમત અને રમતવીરોને આગળ વધારવા પર ભાર મૂકયો છે. વાસ્તવમાં KIIT અને KISSને એ વાતનું ગૌરવ છે કે તેમના પરિસરમાં રમત માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે.” 5 હજારથી વધુ ખેલાડીઓને પહેલાં જ KIIT અને KISSમાં તૈયાર કરાઈ ચૂક્યા છે. ડૉ.સામંતે આશા વ્યક્ત કરી કે દુતી અને ભવાની નિશ્ચિત રીતે આગામી ઓલમ્પિકમાં મેડલ્સ જીતશે.

અન્ય લોકોમાં ભવાનીની મા સી.એ.રમાની, KIITના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ગગનેન્દુ દાશ, રજિસ્ટ્રાર જ્ઞાન રંજન મોહંતી અને અનેક વરિષ્ઠ પદાધિકારીઓ આ અવસર પર ઉપસ્થિત હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :