GST લાગૂ થયાના 21 મહિનામાં સૌથી મોટું મંથલી કલેક્શન રૂ.1.15 લાખ કરોડ : કેન્દ્ર સરકાર ખુશ
1 જુલાઇ 2017ના રોજ જીએસટી લાગૂ થયો હતો, એ પછીના 21 મહિનામાં સૌથી વધુ ટેક્સ ડિસેમ્બર 2020માં મળ્યો
ભારત સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત ગણાતા જીએસટીની ડિસેમ્બર 2020 મહિનાની આવકનો આંકડો રૂ.1.15 લાખ કરોડને આંબી જતા કેન્દ્ર સરકાર હરખાઇ ઉઠી છે. 1 જુલાઇ 2017 એટલે કે છેલ્લા 21 મહિનાથી જીએસટી લાગૂ થયા પછીનો આ મંથલી ટેક્સ કલેક્શનનો આ સૌથી મોટો આંકડો છે. વર્તમાન નાણાકિય વર્ષમાં સળંગ ત્રીજા મહિને જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાનો સાયકોલોજીકલ માર્ક પાર કરી ગયો છે.
ડિસેમ્બર 2020ના જીએસટી કલેક્શન અગાઉ સૌથી વધુ કલેક્શન એપ્રિલ 2019મા થયું હતું. ત્યારે 1,13,866 કરોડ રૂપિયા કલેક્શન થયું હતું.
ડિસેમ્બર 2020મા જીએસટીનું કલેક્શન 1,15,174 કરોડ રૂપિયા છે જે ડિસેમ્બર 2019મા થયેલા 1.03 લાખ કરોડ કરતા 12 ટકા વધારે છે. નવેમ્બરથી 31 ડિસેમ્બર 2020 સુધીમાં 87 લાખ જીએસટીઆર-3બી રિટર્ન્સ ફાઈલ થયા છે.
જીએસટીની માસિક આવક (ચાલુ હિસાબી વર્ષમાં)
- એપ્રિલમાં 32,172 કરોડ
- મે માં 62,151 કરોડ
- જૂનમાં 90,917 કરોડ
- જૂલાઈમાં 87,422 કરોડ
- ઓગસ્ટમાં 86,499 કરોડ
- સપ્ટેમ્બરમાં 95,480 કરોડ
- ઓક્ટોબરમાં 1,05,155 કરોડ
- નવેમ્બરમાં 1,04,963 કરોડ
- ડિસેમ્બરમાં 1,15,174 કરોડ રૂપિયા
ડિસેમ્બર 2020માં કેન્દ્ર સરકારની તિજોરીને થયેલા આટલી જંગી રકમના ટેક્સ કલેક્શન એ બાબતની પ્રતીતિ થાય છે કે કોરોના અને એ પછી લોકડાઉનના કારણે મંદ પડેલું ભારતીય અર્થતંત્ર હવે ફરીથી પાટા પર ચડી રહ્યું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
