30/12 : આજે ખેડૂતો-સરકાર વચ્ચે 7મી મંત્રણા : પરીણામવિહીન રહેવાની શક્યતા
નવા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 34 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનનો કોઈ ઉકેલ આવતો દેખાતો નથી. 40 ખેડૂત સંગઠનો આંદોલનમાં સામેલ છે અને તા.30ને બુધવારે કેન્દ્ર સરકાર સાથે 7મા તબક્કાની પ્રસ્તાવિત વાતચીત પહેલા કિસાન મજદૂર સંઘર્ષ સમિતિએ વાતચીતનો ઈન્કાર કરી નવા વર્ષમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવા એલાન કર્યું છે.
સરકારે બેઠક માટે કોઈ નક્કર એજન્ડા રજૂ કર્યો નથી અને ખેડૂતો વિરુદ્ધ દુષ્પ્રચાર કરે છે. સરકાર માત્ર કાયદામાં સંશોધન ઈચ્છે છે જ્યારે ખેડૂતોની માગ નવા કાયદા રદ્દ કરવાની અને એમએસપી અંગે કાયદાકીય ગેરેન્ટી આપવાની છે.

અન્યોએ સરકાર સાથે વાતચીતનો પ્રસ્તાવ સ્વીકારી કાયદા રદ્દ કરવા અને એમએસપી અંગે પોતાની માગનો પુનરોચ્ચાર કર્યો હતો. કિસાન મજદૂર સંઘર્ષ સમિતિએ કહ્યું કે તે બુધવારની બેઠકમાં સામેલ નહીં થાય. સરકાર પાસે કોઈ નક્કર એજન્ડા નથી. સમિતિના પંજાબ પ્રદેશ અધ્યક્ષ સતનામ સિંહ, રાજ્ય સચિવ સરવનસિંહ પંઢેર અને સવિંદરસિંહ ચૌટાલાએ કહ્યું કે નીતિ આયોગનું નિવેદન, વડાપ્રધાન અને અન્ય મંત્રીઓનાં ભાષણ માત્ર નવા કૃષિ કાયદાના અમલીકરણનો બચાવ કરે છે.
ખેડૂત સંગઠનો સાથેની પ્રસ્તાવિત વાતચીત પહેલા કૃષિ મંત્રી તોમરે આપેલું નિવેદન ચર્ચાસ્પદ બન્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન પર કોઈ દબાણ કામ નહીં કરે. અગાઉની યુપીએ સરકારનાં શાસનમાં મનમોહન અને શરદ પવાર ઈચ્છતા હતા કે કૃષિ કાયદા બને પરંતુ દબાણ અને પ્રભાવનો સામનો કરી શક્યા નહીં. ખેડૂત નેતા રાકેશ ટિકેતે આંદોલન ઉગ્ર બનાવવાના એલાન સાથે વિપક્ષ પર નિશાનો સાધ્યો છે તેમણે કહ્યું કે ક્રાંતિ હવે ચિન્ગારી બનશે. સરકારે ખેડૂતોની વાત માની લેવી જોઈએ. દેશમાં વિપક્ષ મજબૂત નથી નહીં તો અમારે રસ્તા ઉપર ઉતરવાની જરૂર પડત નહીં.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


