India GST income : નવેમ્બર-2020માં 1.04 લાખ કરોડ
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની નવેમ્બરમાં રૂ. ૧.૦૪ લાખ કરોડની આવક થઇ હતી, જ્યારે તેના અગાઉના મહિને એટલે કે ઓક્ટોબરમાં જીએસટીની આવક રૂ. ૧.૦૫ લાખ કરોડ રહી હતી, એમ નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષના સતત બીજા મહિને રૂ. એક લાખ કરોડથી વધુની જીએસટી આવક થઇ છે.
નવેમ્બર, ૨૦૧૯ની સરખામણીમાં નવેમ્બર, ૨૦૨૦માં જીએસટીની આવકમાં ૧.૪ ટકાનો વધારો થયો છે. નવેમ્બર, ૨૦૨૦માં જીએસટીની આવકનો આંકડો રૂ. ૧,૦૪,૯૬૩ રહ્યો હતો, જ્યારે નવેમ્બર, ૨૦૧૯માં આ આંકડો રૂ. ૧,૦૩,૪૯૧ રહ્યો હતો.
આ સિવાય ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં આ વર્ષે નવેમ્બરમાં આયાત કરેલા માલ-સામાનથી ૪.૯ ટકા વધુ આવક અને ડોમેસ્ટિક ટ્રાન્ઝેકશન (ઇમ્પોર્ટ સર્વિસનો સમાવેશ) દ્વારા થતી આવક ૦.૫ ટકા વધુ થઇ હતી, એમ નિવેદનમાં વધુમાં જણાવાયું હતું.
નવેમ્બર, ૨૦૨૦માં ગ્રોસ જીએસટી રેવેન્યુ રૂ. ૧,૦૪,૯૬૩ કરોડ રહી હતી જેમાં સેન્ટ્રલ જીએસટી રૂ. ૧૯,૧૮૯ કરોડ, સ્ટેટ જીએસટી રૂ. ૨૫,૫૪૦ કરોડ અને આઇજીએસટી રૂ. ૫૧,૯૯૨ કરોડ અને સેસ રૂ. ૮૨૪૨ કરોડનો સમાવેશ થાય છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


