આજ 01/11 થી વૈષ્ણોદેવી મંદિરે દર્શનની છૂટ : રોજના ૧૫,૦૦૦ Permit

માતા વૈષ્ણોદેવી મંદિરે પહેલી નવેમ્બરથી પ્રતિદિને ૧૫,૦૦૦ શ્રદ્ધાળુને દર્શન કરવાની છૂટ આપવામાં આવી છે, એમ જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે શુક્રવારે કહ્યું હતું. કોરોના મહામારીને કારણે અગાઉ એક દિવસના ફક્ત ૭૦૦૦ શ્રદ્ધાળુને દર્શન કરવાની છૂટ આપવામાં આવી હતી.
નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (એસઓપી)માં વહીવટીતંત્રે જણાવ્યું હતું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી આદેશ આપે છે કે માર્ગદર્શિકા અને નિર્દેશનો ૩૦-૧૧-૨૦૨૦ સુધી કાયમ રહેશે, ફક્ત માતા વૈષ્ણોદેવી મંદિર, કતરામાં અગાઉની પ્રતિદિન ૭૦૦૦ શ્રદ્ધાળુને દર્શન કરવાની છૂટમાં ફેરફાર કરતા હવે ૧૫,૦૦૦ શ્રદ્ધાળુને દર્શન કરવાની છૂટ આપવામાં આવે છે.
કોરોના મહામારીને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન બાદ અંદાજે પાંચ મહિના પછી ત્રિકુટા ટેકરી પર આવેલું માતા વૈષ્ણાદેવીનું મંદિર ૧૬મી ઓગસ્ટથી ફરી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લુ મૂકાયું હતું. પ્રારંભિક તબક્કે ફક્ત દિવસના ૨૦૦૦ લોકોને દર્શન કરવા માટે પરવાનગી આપવામાં આવી હતી જેમાં ૧૦૦ જમ્મુ-કાશ્મીરની બહારના લોકોનો સમાવેશ કરાયો હતો.
યાત્રા રજિસ્ટ્રેશન કાઉન્ટર્સ ખાતે લોકો મોટી સંખ્યામાં ભેગા ન થાય તે માટે યાત્રાળુઓ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભવન, અધકુવારી, કતરા અને જમ્મુમાં યાત્રાળુઓને રહેવાની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ એસઓપીનું પાલન કરવું ફરજિયાત છે.
શ્રાઇન બોર્ડની અન્ય સુવિધાઓ જેવી કે, બેટરી દ્વારા ચાલતા વાહનો, રોપવે અને હેલિકોપ્ટર સેવા વગેરે પણ નિયમોનું પાલન કરીને ચાલુ છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


