રેડ સામે રોડ પર બેઠા PVS શર્મા : ઇન્કમટેક્સ ખાતામાં પોતાના સમયમાં 300 રેડ પાડી ચૂક્યા છે સુરત BJP નેતા

તા.21મી ઓક્ટોબર 2020ની રાત્રે સુરત ભાજપાના ઉપપ્રમુખ અને પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી પી વી એસ શર્માનેના નિવાસે Income Tax ડિપાર્ટમેન્ટે કરેલી કાર્યવાહીના ઘેરાપ્રત્યાઘાત આપતા પી.વી.એસ. શર્મા આજે તા.22મી ઓક્ટોબરે સવારે રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા. તેમણે આરોપ મૂક્યો હતો કે તેમની સામે બદલાની રાજનીતિ થઇ રહી છે અને તેમને મળેલા મૌલિક અધિકારોનું હળાહળ હનન થઇ રહ્યું છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સુરત પોલીસની ટીમને પણ સાથે રાખી હતી.
પોતાના નિવાસની બહાર જ રોડ પર ધરણા પર બેસી ગયેલા પીવીએસ શર્માએ મિડીયાકર્મીઓને કહ્યું હતું કે હું મારી લડત આગળ ચલાવીશ. મારા મૌલિક અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે. હું મારો અવાજ નહીં દબાવી દેવાના થઇ રહેલા પ્રયાસોથી વિપરીત હું લડત ચાલુ રાખીશ. તેમણે આક્ષેપ કર્યો કે ઇન્કમટેક્સની કાર્યવાહી દરમિયાન છેલ્લા 10 કલાકથી મોબાઇલ ફોન પણ જપ્ત કરી લેવાયો છે. મને વાત કરવા દેવામાં આવતી નથી. ક્યા કાયદા હેઠળ મને આ પ્રકારે વાત કરવા દેવામાં આવી રહી નથી. મારા સમયમાં હું 300 રેડ પાડી ચૂક્યો છું, મને ખબર છે કે કેવી રીતે કાર્યવાહી થાય છે.
આઇ.ટી.ની કાર્યવાહીથી નારાજ પીવીએસ શર્માએ મિડીયા કર્મીઓને જણાવ્યું હતું કે તેમને આપવામાં આવેલી નોટિસનો જવાબ આપવા માટે તા.27 ઓક્ટોબરે કચેરી આવવા જણાવ્યું હતું. આમ છતાં એ પહેલા તા.21મીની રાત્રે રેડ પાડવાની શું જરૂર હતી. મારી પાસે જે ડોક્યુમેન્ટ છે જે આ લોકોના ભ્રષ્ટાચારને ઉજાગર કરી શકે છે, તેનાથી એ લોકો ફફડી રહ્યા છે. તા.21મી ઓક્ટોબરની રાત્રે 10:30થી 22મી ઓક્ટોબરે સવારે 5 વાગ્યા સુધી ઇન્કમટેક્સ વિભાગે પીવીએસ શર્માના ઘરે સર્ચ કર્યું હતું. પીવીએસ શર્માએ કહ્યું કે તેમણે આઇટી કાર્યવાહીમાં સહયોગ આપ્યો છે. તેમણે કહ્યું કે હું પણ પૂર્વ અધિકારી છું અને 300 જેટલી રેડ પાડી ચૂક્યો છું જેથી મને પણ ખ્યાલ છે કે કાયદો કઈ રીતે કામ કરે છે.
નોટબંધી બાદ જ્વેલર્સે કરેલા વેપાર સામે પીવીએસ શર્માએ આંગળી ઉઠાવી અને વિવાદ શરૂ થયો
પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી પીવી શર્માએ બે દિવસ અગાઉ મંગળવારે ટ્વીટર હેન્ડલ પર નોટબંધી દરમિયાન એક જવેલર્સ દ્વારા કરાયેલા કરોડો રૂપિયા વ્યવહારો અંગે પોસ્ટ મૂકી હતી. પીવીએસ શર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રીને ટ્વીટ કરી ED અને CBI તપાસની માંગ કરી હતી. એ પછી કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ પણ આ મુદ્દો પકડીને સીધા જ્વેલર્સના નામ સાથે ટ્વીટ કરતા મામલો બિચક્યો હતો.
આ ઘટના ક્રમ આગળ વધતા તા.21મીએ મોડી રાત્રે સુરતના અત્યંત પોશ એરીયા, પીપલોદ નદી કિનારે સ્થિત ફોર સિઝન્સ નામના વૈભવી હાઇરાઇઝ એપાર્ટમેન્ટના સી વિંગના ચોથા માળે આવેલા પીવીએશ શર્માના નિવાસે પોલીસ બંદોબસ્ત સાથે આઈટી વિભાગના અધિકારીઓએ રેડ પાડી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
