વીકએન્ડમાં ગુજરાત : 15/8 એ 1094 16/8 એ 1120 કેસ
બે દિવસમાં ૨૨૧૪ કોરોના પોઝિટિવ કેસ, ૩૯ દર્દીના મૃત્યુ, અમદાવાદમાં કુલ ૩૨૬ કેસ, ૭ મૃત્યુ, સુરતમાં ૪૬૨ કેસ અને ૧૭ મૃત્યુ, વડોદરા ૨૧૫ ને ૩ મૃત્યુ, રાજકોટ ૧૯૪ કેસ અને એક મૃત્યુ, બે દિવસમાં મોરબી-ગીર સોમનાથમાં ૨-૨, મહેસાણા, કચ્છ, પાટણમાં એક એક દર્દીના મૃત્યુ, કુલ ટેસ્ટ ૧૩.૧૨ લાખ, કેસ ૭૮ હજાર, ડિસ્ચાર્જ ૬૧ હજારને પાર, મૃત્યુ ૨૭૮૭ થયાં
ગુજરાતમાં છેલ્લા ૪૮ કલાકમાં કોરોના પોઝિટિવ નવા ૨૨૧૪ કેસ નોંધાયા છે જ્યારે સારવાર હેઠળના કુલ ૩૯ દર્દીઓના આ સમયગાળામાં મૃત્યુ થયાં છે. બે દિવસમાં કુલ ૧,૦૧,૭૭૭ ટેસ્ટ થયા હતાં. આને પગલે કુલ ટેસ્ટનો આંક વધીને ૧૩,૧૨,૮૨૯ થયો છે જ્યારે કુલ કેસનો આંક ૭૮૭૮૩ સુધી પહોંચ્યો છે. અલબત્ત, બે દિવસમાં ૧૦૯૪ સાથે કુલ ૬૧,૪૯૬ દર્દી ડિસ્ચાર્જ થતાં રાજ્યનો રિવકરી રેટ ૭૮.૦૬ ટકાને પાર થયો છે. જોકે, મૃત્યુ આંક પણ સતત વધતો રહી ૨૭૮૭ સુધી પહોંચ્યો છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ ૧૪૫૦૦ છે એમાંથી ૮૨ વેન્ટીલેટર ઉપર છે જ્યારે બાકીના ૧૪૧૮ સ્ટેબલ છે.
શનિવાર અને રવિવાર એમ બે દિવસ દરમિયાન સૌથી વધારે કેસ સુરતમાંથી ૪૬૨ નવા ઉમેરાયા છે જ્યારે ૧૭ દર્દીઓના કોવિડ સંક્રમણને લઇ મૃત્યુ થયા છે. એમાં શનિવારે ૨૩૪ કેસ અને કુલ નવ દર્દીના મૃત્યુ તેમજ રવિવારે વધુ ૨૨૮ કેસ અને ૮ દર્દીના મૃત્યુનો સમાવેશ થાય છે. આ જ રીતે અમદાવાદમાં કુલ ૩૨૬ કેસ અને સાત દર્દીના મરણ નોંધાયા છે એમાં શનિવારે ૧૬૨ કેસ તથા ત્રણ દર્દી તથા રવિવારે નવા ૧૬૪ કેસ તથા ચાર દર્દીના મૃત્યુ નોંધાયા છે.
વડોદરામાં કુલ ૨૧૫ કેસમાં શનિવારે ૧૦૭ કેસ અને બે દર્દી તેમજ રવિવારે ૧૦૮ કેસ અને એક દર્દીના મૃત્યુનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં કુલ ૫૮ નવા કેસ નોંધાયા છે.
સૌરાષ્ટ્રમાં જોઇએ તો રાજકોટમાં બે દિવસમાં જ કુલ ૧૯૪ નવા કેસ ઉમેરાયા છે. જોકે, બે દિવસમાં માત્ર એક જદર્દીના કોવિડ સંક્રમણથી મોતને સરકારે પુષ્ટી આપી છે. આ જ રીતે જામનગરમાં નવા ૧૧૪ કેસ, ભાવનગરમાં ૬૨ કેસ અને બે દર્દીના મૃત્યુ તેમજ જૂનાગઢમાં ૬૧ કેસ તથા એક દર્દીના મૃત્યુની જાહેરાત કરવામાં આવી છે. બે દિવસમાં આ સિવાય ગીર સોમનાથ અને મોરબીમાં ૨-૨, કચ્છ, મહેસાણા અને પાટણમાં એક એક દર્દીના મૃત્યુ કોવિડથી થયા હોવાનું સરકારે સ્વીકાર્યું છે.
રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઇએ તો બે દિવસમાં સૌથી વધુ કેસ પંચમહાલ જિલ્લામાંથી કુલ ૮૮ કેસ ઉમેરાયા છે એમાં શનિવારે ૪૩ કેસ હતા. જ્યારે મોરબીમાં કુલ બાવન કેસમાં શનિવારે જ ૩૯ કેસ નોંધાયા હતા. અમરેલી જિલ્લામાં ૫૫ કેસમાં શનિવારે ૩૦ કેસ ઉમેરાયા હતા. કચ્છ જિલ્લમાં શનિવારે ૨૯ અને રવિવારે ૩૧ મળી કુલ ૬૦ કેસ નોંધાયા છે. ભરૂચ જિલ્લામાં ૫૪ કેસમાં રવિવારે ૩૦ નવા કેસનો સમાવેશ થાય છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


