CIA ALERT

નવી શિક્ષણ નીતિ 2020, પોઇન્ટ ટુ પોઇન્ટ સમજો અહીં

Share On :

 ભારતમાં 34 વર્ષના લાંબાગાળા બાદ આખરે નવી શિક્ષણ નીતિ આવી છે. કેન્દ્રીય કેબિનેટની આજે મળેલી બેઠકમાં નવી શિક્ષા નીતિને મંજૂરી આપવામાં આવી હતી. જેનાં ભાગરૂપે હવે માનવ સંસાધન મંત્રાલયનું નામ પણ બદલાવીને ફરીથી શિક્ષા મંત્રાલય કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણયો કરવામાં આવ્યા હતા. કેબિનેટની બેઠક બાદ માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને સૂચના-પ્રાસરણ મંત્રી પ્રકાશ જાવડેકરે દેશની શિક્ષણ વ્યવસ્થામાં ધરખમ સુધારાઓની ઘોષણા કરી હતી.

માનવ સંસાધન મંત્રાલયનું નામ પહેલા શિક્ષણ મંત્રાલય જ હતું પણ 198પમાં તેને બદલવામાં આવેલું. નવી શિક્ષણ નીતિના મુસદ્દામાં ફરીથી તેનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. જેને કેબિનેટે મંજૂરી આપી છે.

પોખરિયાલ નિશંકે કહ્યું હતું કે, નવી શિક્ષણ નીતિના અમલ પછી ભારત જ્ઞાનની મહાશક્તિ બનીને ઉપસી આવશે. આ નવી નીતિ વ્યાપક વિચારવિમર્શ પછી બનાવવામાં આવેલી છે. વિદ્વાનોથી લઈને જનપ્રતિનિધિઓ સુધી ગહન ચર્ચા અને પરામર્શ પછી તેને તૈયાર કરવામાં આવી હતી.

આ નવી નીતિ માટે કુલ સવા બે લાખ જેટલાં સૂચનો મળેલા અને ઉચ્ચ શિક્ષણ તથા શાળાકીય શિક્ષણ માટે અલગ-અલગ ટીમો બનાવીને તેને તૈયાર કરવામાં આવી હતી. નવી શિક્ષણ નીતિ માટે ઈસરોના પૂર્વ વડા કે.કસ્તૂરીરંગનનાં વડપણમાં એક સમિતિની રચના થયેલી. આ પેનલે ગત વર્ષે માનવ સંસાધન મંત્રાલયેને પોતાની ભલામણોનો મુસદ્દો સુપરત કરી દીધો હતો. ત્યારબાદ તેને તમામ હિતધારકોનાં સૂચનો માટે સાર્વજનિક મંચ ઉપર રાખવામાં આવેલી.

દેશની વર્તમાન શિક્ષણનીતિને 1986માં તૈયાર કરવામાં આવી હતી. જેમાં 1992માં સુધારા કરવામાં આવેલા. ભાજપ દ્વારા વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ નવી શિક્ષણ નીતિને પોતાના ઘોષણાપત્રનો હિસ્સો બનાવી હતી. જેનો હવે અમલ થવા જઈ રહ્યો છે.

મુદ્દાસર નવી શિક્ષણ નીતિ

  • પ્રાથમિક સ્તર પર અપાતાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે એક નવા ‘રાષ્ટ્રીય પાઠયક્રમ’નું માળખું તૈયાર કરવા પર શિક્ષણ મંત્રાલયે ભાર મૂકયો છે.
  • નવી શિક્ષણનીતિની સૌથી મોટી વિશેષતા એ છે કે, શાળા શિક્ષણ, ઉચ્ચ શિક્ષણની સાથોસાથ કૃષિ, કાયદો, ચિકિત્સા, ટેકનોલોજી જેવાં વ્યાવસાયિક શિક્ષણોને પણ નવી નીતિના દાયરામાં લવાયા છે.
  • નવી’ શિક્ષણનીતિમાં 2009ના શિક્ષણ અધિકાર કાયદાનો દાયરો વ્યાપક બનાવતાં હવેથી 3થી 18 વર્ષનાં બાળકોને આ કાયદાના દાયરા તળે લવાશે.
  • કલા, સંગીત, શિલ્પ, રમતગમત, સામુદાયિક સેવા, યોગ જેવા તમામ વિષયો પણ અભ્યાસક્રમમાં સામેલ કરાશે. આ તમામને સહાયક કે વધારાના અભ્યાસક્રમ નહીં કહેવાય.
  • બાળકોમાં જીવન જીવવાનાં જરૂરી કૌશલ્યો અને ક્ષમતાઓને વિકસિત કરવા પર પણ નવી શિક્ષણનીતિમાં ભાર મુકાયો છે.
  • અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામનો ઢાંચો પણ બદલાશે. હવે કોર્સ દરમ્યાન અનેક કક્ષામાંથી નીકળવા કે પ્રવેશ કરવાના ઘણા વિકલ્પ અપાશે.
  • નવી શિક્ષણનીતિમાં પાઠયક્રમમાં ભારતીય જ્ઞાન પદ્ધતિઓને સામેલ કરવા,
  • ‘રાષ્ટ્રીય શિક્ષણ આયોગ’ની રચના કરવા
  • ખાનગી શાળાઓને મરજી ફાવે તેમ ફી વધારા કરતી રોકવાની ભલામણ કરાઇ છે.
  • નવી શિક્ષણનીતિ તળે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વિશ્વસ્તરીય સંશોધન અને ઉચ્ચ ગુણવત્તા સાથેના અભ્યાસ પર ભાર મુકાશે.
  • રાષ્ટ્રીય શિક્ષણનીતિ, 2019 ભારતીય લોકો, તેમની પરંપરાઓ, સંસ્કૃતિઓ, ભાષાઓની વિવિધતાને ધ્યાનમાં રાખતાં ઝડપભેર બદલતા સમાજની જરૂરતોના આધારે તૈયાર કરાઇ છે.
  • ઈ-પાઠયક્રમ ક્ષેત્રીય ભાષાઓમાં વિકસિત કરાશે. વર્ચ્યુઅલ લેબ વિકસિત કરવામાં આવી રહી છે અને એક રાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી ફોરમ (એનઈટીએફ) બનાવવામાં આવી રહ્યું છે.
  • સરકારે નવી શિક્ષણ નીતિ અંતર્ગત જીડીપીના 4.43 ટકા જેટલા ખર્ચ સામે શિક્ષણ પાછળ થતો ખર્ચ વધારીને 6 ટકા કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.
  • અમેરિકાનાં નેશનલ સાયન્સ ફાઉન્ડેશનની તર્જ ઉપર ભારતમાં નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના થશે. જે મોટા પ્રોજેક્ટ માટે ધિરાણ પણ ઉપલબ્ધ કરાવશે.
  • બાળકોનાં રિપોર્ટ કાર્ડમાં હવે લાઇફ સ્કિલ્સ પણ જોડાશે. અત્યાર સુધી આવી કોઈ વ્યવસ્થા નહોતી.
  • પાઠયક્રમોમાં ભારતીય જ્ઞાન પદ્ધતિઓનાં સમાવેશ માટે રાષ્ટ્રીય શિક્ષણ આયોગ રચાશે
  • વર્ષ 2020માં રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે સામાન્ય પ્રવેશ પરીક્ષાની ઓફર આપવામાં આવશે પણ તે અનિવાર્ય નહીં રહે.
  • શાળાકીય શિક્ષણમાં 10+2ની પ્રણાલી સમાપ્ત
  • હવે નવી શિક્ષણ નીતિમાં 10+2નાં સ્થાને પ+3+3+4નાં ફોર્મેટનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તેનો અર્થ એવો થાય કે પ્રથમ પાંચ વર્ષનાં શિક્ષણમાં ત્રણ વર્ષ પ્રી-પ્રાઈમરી અને ધો.1-2 સહિતનું પાયાનું સ્ટેજ રહેશે. ત્યારબાદ ત્રણ – ત્રણ વર્ષનાં બે પ્રાથમિક સ્તર એટલે કે ધો.3થી પનું સ્તર અને ધો.6થી 8નાં તબક્કામાં વિભાજિત થશે. ત્યારબાદ માધ્યમિકનાં 4 વર્ષમાં ધો.9થી 12નો સમાવેશ થશે.
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :