કોરોના ડેથમાં હવે ભારત અમેરીકાથી પણ આગળ
વિશ્વના આંગળીના વેઢે પણ ગણવા ન પડે તેટલા કોરોનાપીડિત દેશોમાં સ્થાન પામી ચૂકેલાં ભારતમાં તા.27મી જુલાઇના ચોવીસ કલાક દરમિયાન અમેરિકા અને બ્રાઝિલથી પણ વધુ મૃત્યુ થયાં હતાં.

તા.27મી જુલાઇને સોમવારના દિવસ દરમિયાન અમેરિકામાં 445 અને બ્રાઝિલમાં 556 સામે ભારતમાં 708 મોત થયાં હતાં. આમ, ભારતમાં કોરોનાથી જીવ ખોનાર સંક્રમિતોની સંખ્યા 32,771 પર પહોંચી ગઇ છે.
છેલ્લા 24 કલાકમાં વિક્રમી 49,931 નવા કેસ સામે આવતાં દર્દીઓનો આંક 14,46,000થી ઉપર પહોંચી ગયો છે. દેશમાં કુલ 4,85,114 સંક્રમિતોનો ઇલાજ ચાલી રહ્યો છે.’
ભારતમાં સોમવારે સતત પાંચમા દિવસે 45 હજારથી વધુ નવા કેસ સામે આવતાં આરોગ્ય તંત્રની ચિંતા વધી છે. છેલ્લા 24 કલાકમાં 32 હજાર જેટલા દર્દી વાયરસમુક્ત થતાં કુલ 9,17,567 દર્દી સાજા થઇ ચૂક્યા છે એ ધ્યાને લેતાં રિક્વરી રેટ અર્થાત્ દર્દીઓ સાજા થવાનો દર પણ વધીને 63.92 ટકા થઇ ગયો છે.
ભારતીય તબીબ સંશોધન પરિષદ (આઇસીએમઆર)ના જણાવ્યાનુસાર દેશમાં કુલ 1,68,06,803 દર્દીના નમૂનાના પરીક્ષણ થઇ ચૂક્યાં છે. દરમ્યાન, કેન્દ્ર સરકારે સોમવારે જણાવ્યું હતું કે, ભારતમાં કોવિડ-19થી મૃત્યુ થવાના દરમાં ધીમે ધીમે ઘટાડો આવી રહ્યો છે. અત્યારે મૃત્યુદર માત્ર 2.28 ટકા છે.
દેશમાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત’ રાજ્ય મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કુલ 3,75,799 કેસ સામે આવી ચૂક્યા છે. ત્યારબાદ તામિલનાડુમાં 2,13,723 અને દિલ્હીમાં 1,30,606 કેસ નોંધાઇ ચૂકયા છે, તો આંધ્રપ્રદેશમાં 96,298 અને કર્ણાટકમાં 96,141 સંક્રમિતો સામે આવી ચૂક્યા છે.
મહારાષ્ટ્ર પોલીસને પરેશાન કરતા કોરોના વાયરસથી સોમવારે વધુ 101 પોલીસકર્મી સંક્રમિત થયા હતા. આમ, કુલ 8584 પોલીસ જવાન સંક્રમિત થઇ ચૂક્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
