સૌરાષ્ટ્ર કોરોના ન્યુઝ અપડેટ્સ
તા.23 જુલાઇના ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાંથી મળેલા કોરોના કેસોની સંખ્યા
- રાજકોટ શહેરમાં 4પ,
- સુરેન્દ્રનગરમાં 31,
- ભાવનગરમાં 39,
- બોટાદમાં 7,
- જામનગરમાં 3ર,
- દીવમાં 4,
- જૂનાગઢમાં 43 સહિત
- કુલ 249 કેસ સામે આવ્યા છે. રાજકોટમાં એક જ પરિવારના છ સભ્યો, પીડીયુ મેડિકલ કોલેજના ડોક્ટર પણ કોરોનાગ્રસ્ત જાહેર થયા છે. મોરબીમાં પોલીસ જવાન સહિત બેના મૃત્યુ થયા છે.
રાજકોટની સ્થિતિ
રાજકોટ શહેરમાં 6 માસના બાળકથી માંડી 89 વર્ષના વૃધ્ધ આજે કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. ભક્તિનગર પાર્ક રેલનગરમાં 6 માસનો બાળક અને કરણપાર્ક એસ્ટ્રોન સોસાયટીમાં 89 વર્ષના વડિલ મોહનભાઈ ભૂવા તેમજ તેમના પરિવારના પાંચ મળી કુલ છ સભ્યો કોરોનાગ્રસ્ત થયા છે. સરકારી હોસ્પિટલના ર7 વર્ષના ડોક્ટર નીતિન રામાવત પણ ચેપગ્રસ્ત થયા છે.’ શહેરમાં કોરોનાનો જ્યાંથી પગપેસારો થયો હતો તે જંગલેશ્વર, દૂધસાગર રોડ, રેલનગર, દોશી હોસ્પિટલ રોડ, બજરંગવાડી, રામાપીર ચોકડી, રૈયા રોડ, સંતકબીર રોડ એમ મોટાભાગના વિસ્તારોમાં આજે કોરોનાના કેસ નોંધાયા છે. શહેરના 4પ ઉપરાંત જિલ્લામાં 1પ મળી વધુ 60 કેસ થયા છે.
ધોરાજીમાં આજે જમનાવડ રોડ, સ્વામિનારાયણ મંદિર પાસે, બહારપુરા વિસ્તાર, જામકંડોરણા રોડ, માતાવાડી, રંગારી મહોલ્લા વગેરે વિસ્તારમાં એક સાથે 8 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. અહીંયા કુલ કેસ 118 થયા છે.
સુરેન્દ્રનગરની સ્થિતિ
સુરેન્દ્રનગર જિલ્લામાં નવા 31 સાથે કુલ 630 કેસ થયા છે. સુરેન્દ્રનગરના સાજા થયેલા દર્દીઓએ જણાવ્યું હતું કે અમારી સારવાર સરકારે મફત કરી છે. લોકો અમારી નજીક આવતા નથી. અમને સ્નેહની જરૂર છે. પાટડી પંથકમાં મુકબધિર દંપતી જયદીપભાઈ અને શીલ્પીબેન ગજ્જર રહે છે. આ સગર્ભા મહિલા અમદાવાદથી આવ્યા બાદ કોરોનાગ્રસ્ત થયા હતા. તેઓ સાજા થતાં તેમને રજા અપાઈ હતી.
ભાવનગરની સ્થિતિ
ભાવનગર શહેરમાં ર3 અને અધેવાડા, ગારિયાધાર, રાતોલ, ઘોઘાના વાળુકડ, વાઘનગર, મોટી વડાળ, મેઢા, ચોરવડલા, મેવાસા, નાના સુરકા, ઉમળાળા વગેરે ગામોમાં કુલ 16 મળી એક જ દિવસમાં નવા 39 કેસ થયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1093 થઈ છે. આજે એક દર્દીનું’ મૃત્યુ થયું હતું.
મોરબીની સ્થિતિ
મોરબીમાં પંચાસર રોડ ઉમિયા સોસાયટી, સામાકાંઠે આનંદ નગર, મયુર નગર રોડ, કાયાજી પ્લોટ, ટંકારાના ગજડી ગામ મળી વધુ 6 કેસ થયા છે. જ્યારે મોરબીના પોલીસ લાઈનમાં રહેતા પોલીસ જવાન સલીમભાઈ મકરાણી અને પારેખ શેરીમાં મંજુલાબેન આડેસરા નામના વૃધ્ધાનું મૃત્યુ થયું હતું.
જામનગરની સ્થિતિ
જામનગરમાં રાફડો ફાટયો હોય તેમ શહેરમાં રર સહિત 3ર કેસ નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. શહેરમાં સાધના કોલોની, દિગ્વિજય પ્લોટ, હાપા વેલનાથ સોસાયટી, મહાવીર સોસાયટી, શરૂ સેક્શન, ગોકુલનગર, પંચવટી, નવાગામ ઘેડ, આરબ જમાતખાના પાસે, આર્યસમાજ પાસે, કાલાવડ જકાતનાકા બહાર વગેરે વિસ્તાર ઉપરાંત વાંસજાળિયા, નંદાણા, વસંતપુર, મોટી માટલી, ધ્રોલ, જોડિયાના માધાપર,’ સિક્કા વગેરે મળી 3ર કેસ થયા છે. જેમાં પ0 વર્ષથી ઓછી વયના 13 અને વધુ વયના 19 દર્દી છે. જ્યારે શંકરટેકરી નાગેશ્વર મંદિર પાસે 4પ વર્ષના દર્દીનું મૃત્યુ થયું હતું. જામકંડોરણાના કુંભારવાડામાં હાટકેશ્વર મંદિર પાસે 60 વર્ષના વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
પોરબંદરની સ્થિતિ
પોરબંદર જિલ્લામાં રામધુન મંદિર નજીક મહારાજ બાગમાં અને બિરલા રોડ પર સિગ્મા સ્કૂલ પાસે એમ બે કેસ નોંધાયા છે. કોરોના હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ અને કાપડના વેપારી પોઝિટિવ જાહેર થયા છે. વેપારીના ભત્રીજાને બે દિવસ પહેલાં કોરોના થયો છે. કોડિનારના ગ્રામ્ય વિસ્તાર ગીર દેવળી અને નવાગામ ખાતે કુલ બે પુરૂષ દર્દી કોરોનાગ્રસ્ત થયા છે. તળાજાના ત્રાપજ અને બેલા, બપાસરા, બોરલા, ઘાટરવાળા વગેરે ગામોમાં કુલ 8 કેસ થયા છે. ગામડામાં સંક્રમણ અટકાવવા પ્રયાસ થઈ રહ્યા છે. પીપરલા ગામના આગેવાનોએ દુકાનોની સમય મર્યાદા, મંદિરો બંધ, માસ્ક ફરજિયાત વગેરે નિયમો કર્યા છે. તળાજા ટીડીઓએ સરપંચનોને કોરોના સંદર્ભે પગલાં લેવા પત્રથી જાણ કરી છે.
બોટાદની સ્થિતિ
બોટાદમાં ભાભણ રોડ, યોગીનગર, ગોપીનાથ સોસાયટી, ગોપાલનગર, આનંદધામ સોસાયટી, સતવારા શેરી અને માંડવા ગઢડા ખાતે વધુ 7 કેસ થયા છે. તાલાલા પંથકમાં હડમતિયા, આંકોલવાડી, આંકોલવાડી ગીર, સુરવા ગીર, બોરવાવ ગીર વગેરે મળી વધુ 6 કેસ થયા છે. દીવમાં એક પોલીસ સહિત ત્રણ સરકારી કર્મચારી અને ઘોઘલાનો એક મળી કુલ ચાર નવા કેસ થયા છે.
જૂનાગઢની સ્થિતિ
જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલ સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા ર4 વર્ષ અને ર7 વર્ષના પુરૂષ સહિત વધુ 31 સંક્રમિત થયા છે.ઉપરાંત ભેસાણ, મેંદરડા, વિસાવદર, વંથલી, માણાવદર વગેરે મળી કુલ 43 કેસ થયા છે. આજે એક કોરોનાગ્રસ્ત વૃધ્ધનું મૃત્યુ થયું છે. અમરેલીમાં વૃંદાવન પાર્કમાં, લીલિયાના પાંચતલાવડા ગામે બે મળી વધુ 3 કેસ થયા છે.
ગીરસોમનાથની સ્થિતિ
ગીર સોમનાથમાં સરેરાશ કાયમી આવતા કેસોના અઢી ગણા, રેકર્ડ બ્રેક 49 કેસથી હાહાકાર મચી ગયો છે. જેમાં વેરાવળમાં 9, ઉના શહેરમાં 6, સુત્રાપાડા, તાલાલા પંથક, કોડિનાર પંથકના ગામોમાં વાયરસ પ્રસર્યો છે. જ્યારે ઉનાના દેલવાડાના 4પ વર્ષના પુરૂષનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આજે થાનગઢમાં કોવિડ 19ના 11 કેસ થયા છે જે પૈકી સાત નગરપાલિકાનાં કર્મચારી છે જેમાં મુખ્ય અધિકારી ચીફ ઓફીસર ચેતનભાઈ મનજીભાઈ જેપાલ, અન્સુમાનસિંહ ગોહિલ, વોટર વર્કસમાં ફરજ બજાવતા જીતેશ ગૌસ્વામી, પ્યુન શૈલેષ ઉર્ફે રાજુભાઈ ચૌહાણ, બે કોમ્પ્યુટર ઓપરેટર, વેરા વસુલાતની ફરજ બજાવનાર દિપેશ વ્યાસ તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં જવાહર સોસાયટીમાં જય અંબે સોસાયટી જુનાવાસ વગેરેમાં કોરોના કેસ થયા છે. ચોટીલામાં અલમદિના પાર્કમાં રહેતા પુરૂષને પોઝિટિવ આવતા ચોટીલા શહેરનો આંક પાંચ ઉપર પહોંચેલ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


