આજથી Eng (1) Vs W.I. (1) ત્રીજી અને આખરી ટેસ્ટ
કોરોના મહામારી વચ્ચે યજમાન ઇંગ્લેન્ડ અને પ્રવાસી ટીમ વચ્ચે ત્રણ ટેસ્ટની શ્રેણી આઇસીસીના નવા નિયમ સાથે રમાઈ રહી છે. આ શ્રેણીનો ત્રીજો અને નિર્ણાયક ટેસ્ટ મેચ આવતીકાલ શુક્રવારથી ફરી વાર ઓલ્ડ ટ્રેફર્ડના ખાલી સ્ટેડિયમમાં રમાશે. હાલ બન્ને ટીમ 1-1ની બરાબરી પર છે. આથી આ મુકાબલો ફાઇનલ બની રહેશે. આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપ અંતર્ગત રમાઈ રહેલ આ શ્રેણીના પહેલા મેચમાં વિન્ડિઝનો અને બીજા મેચમાં ઇંગ્લેન્ડનો વિજય થયો હતો. શુક્રવારથી શરૂ થનાર ત્રીજો ટેસ્ટ મેચનું જીવંત પ્રસારણ ભારતીય સમય અનુસાર બપોરે 3-30થી સોની સ્પોર્ટ્સ ચેનલ પરથી થશે.

નિર્ણાયક ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની ટીમમાં અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસનની વાપસી નિશ્ચિત માનવામાં આવે છે. જોફ્રા આર્ચરનું રમવું અનિશ્ચિત છે. બાયો સિક્યોરિટી પ્રોટોકોલના ભંગ સબબ તે બીજા ટેસ્ટની બહાર થયો હતો અને પાંચ દિવસ માટે ક્વોરન્ટાઇન થયો હતો. તેને કદાચ ત્રીજા ટેસ્ટમાં પણ વિશ્રામ મળી શકે છે. જો આર્ચરને ટીમમાં સમાવેશ કરાશે તો ઓલી પોપને બહાર બેસવું પડશે જ્યારે વિન્ડિઝની ટીમમાં યુવા ઝડપી બોલર અલજારી જોસેફના સ્થાને રેયમન રેઇફરને તક મળી શકે છે. તેણે પ્રેક્ટિસ મેચમાં પ વિકેટ લીધી હતી.
ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 1પ9 ટેસ્ટ મેચ રમાયા છે. જેમાં ઇંગ્લેન્ડનો પ0માં અને વેસ્ટ ઇન્ડિઝનો પ8માં વિજય નોંધાયો છે. પ1 મેચ ડ્રો રહ્યા છે. ઇંગ્લેન્ડની ધરતી પર બન્ને ટીમની ટક્કર 88 મેચમાં થઈ છે. જેમાં ગૃહ ટીમનો 3પમાં અને વિન્ડિઝનો 31માં વિજય થયો છે. 22 ટેસ્ટ ડ્રો રહ્યા છે.
આવતીકાલથી શરૂ થતાં ત્રીજા ટેસ્ટમાં વરસાદના વિઘ્નની શક્યતા છે. પહેલા બન્ને ટેસ્ટમાં વરસાદને લીધે એક-એક દિવસ ધોવાઈ ગયા હતા. માંચેસ્ટરમાં મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. આથી બન્ને ટીમના ઝડપી બોલરોને ફાયદો મળશે. ઇંગ્લેન્ડને ફરી એકવાર તેના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ પાસે વધુ એક વિજયી પ્રદર્શનની આશા રહેશે. ઇંગ્લેન્ડ અને વિન્ડિઝ ટીમની ચિંતા ટોપ ઓર્ડરના બેટ્સમેનોના નબળા દેખાવની છે. આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલ પર ઇંગ્લેન્ડ 11 મેચમાં 6 જીત સાથે 186 પોઇન્ટ ધરાવે છે અને ત્રીજા સ્થાને છે જ્યારે વેસ્ટ ઇન્ડિઝે વર્તમાન શ્રેણીનો પહેલો મેચ જીતીને 40 પોઇન્ટ સાથે ખાતું ખોલાવ્યું હતું. તે 3 મેચમાં 1 જીત સાથે સાતમા સ્થાને છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


