IPS હરેકૃષ્ણ પટેલે વરાછા-કતારગામમાં હજારોને સંક્રમિત થતા બચાવી લીધા
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સુરતમાં ખાસ કોવીડ-19ની ડ્યુટી માટે તૈનાત કરવામાં આવેલા આઇ.પી.એસ. અધિકારી હરેકૃષ્ણ પટેલ આજરોજ તા.23મી જુલાઇએ કોરોના સંક્રમિત હોવાના ઇલેક્ટ્રોનિક મિડીયામાં ફેલાયેલા સમાચારે સમગ્ર ગુજરાતના પોલીસ બેડા સમેત સમગ્ર સૌરાષ્ટ્રવાસી બહુલ વસતિ ધરાવતા વિસ્તારોમાં ખાસ્સી ચર્ચા જગાડી છે.
વરાછામાં કોરોના સંક્રમણ સામે જાગૃતિ લાવવા પાયાનું કામ કર્યું હરેકૃષ્ણ પટેલે

લોકોના સંક્રમણથી બચાવવા આ રીતે પોતાના સ્ટાફ સાથે પોલીસ અધિકારી હરેકૃષ્ણ પટેલ વરાછા, કતારગામ ખૂંદી વળ્યા

સુરતમાં વય મર્યાદાને કારણે નિવૃત થયેલા પોલીસ કમિશનર સતીશ શર્માની જગ્યાએ ઇન્ચાર્જ પૂર્વ પોલીસ કમિશનર તરીકે કામગીરી બજાવી ચૂકેલા અને હાલમાં ખાસ કોવીડ-19ની ડ્યુટી માટે સુરતમાં તૈનાત કરવામાં આવેલા હરેકૃષ્ણ પટેલ એક એવા આઇ.પી.એસ. અધિકારી કે જેમણે વરાછા, કતારગામ વિસ્તારોમાં સોસાયટીએ, સોસાયટીએ, ગલીઓ, મહોલ્લાઓમાં ફરી ફરીને કોરોના સંક્રમણથી મુક્ત કેવી રીતે રહી શકાય એ અંગેની સમજ આપી હતી. વરાછા કતારગામમાં હજારો લોકોને તેઓ રૂબરૂ મળ્યા અને તેમને સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવા, સાફસફાઇ રાખવા જેવી બાબતોથી વાકેફ કર્યા અને તેમને કોરોના સંક્રમિત થતા બચાવ્યા છે.

કોવીડ-19ની ડ્યુટીમાં આવ્યા પછી વરાછા કતારગામમાં દિવસ રાત સેંકડો મિટીંગો કરી
કોવીડ-19ની ખાસ ડ્યુટી માટે સુરત મૂકાયેલા આઇ.પી.એસ. હરેકૃષ્ણ પટેલે ડ્યુટી જોઇન કર્યા પછી સુરતના વરાછા, કતારગામ, કાપોદ્રા, સરથાણા, પૂણા વગેરે વિસ્તારોમાં દિવસ રાત એક કરીને અનેક મિટીંગો કરી. પગપાળા સોસાયટીઓની ગલીઓમાં, ખૂણે ખૂણે ગીચ બાંધકામો વચ્ચે જઇને લોકોને કોરોના સંક્રમણ કેવી રીતે થાય એનાથી વાકેફ કર્યા. લોકોની આદતો સુધારવાનું માર્ગદર્શન આપ્યું.
સ્નેહીઓ, મિત્રોને મળવા આવવા પણ સાફ ના પાડતા
ખુદ પોલીસ અધિકારી શ્રી હરેકૃષ્ણ પટેલ પોતે એ વાતથી વાકેફ હતા કે તેઓ જે રીતે લોકોની વચ્ચે જઇ રહ્યા છે, તેઓ સંક્રમિત થઇ શકે. સોસાયટીઓ, એપાર્ટમેન્ટોમાં, ગલીએ, મહોલ્લાઓમાં જઇને લોકોને માર્ગદર્શિત કરી રહ્યા હતા એ જોતા તેમને પણ એવો મનમાં ડાઉટ રહેતો કે તેમને પણ કદાચ સંક્રમણ થઇ શકે અને એટલે જ સુરતમાં તેમના એટલા બધા મિત્રો, સ્નેહીઓ, સગા સબંધીઓ વગેરે તેમને મળવા માટે કોલ કરતા ત્યારે તેઓ સામેથી કહેતા કે મને મળવા આવવું નહીં.

READ Also
- આતંકવાદીઓની યોજના દેશમાં એક નહીં 32 કારથી વિસ્ફોટ કરવાની હતી
- આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાનું શાનદાર રીતે પ્રજાવાત્સલ્ય અભિવાદન કરાશે
- યાર્ન અને તેના બેઝિક રો મટિરિયલ પરથી QCO નાબૂદ
- 3800 બાળકોની હાર્ટ સર્જરીમાં મદદનો પલક મુચ્છલનો રેકોર્ડ
- બિહારમાં કોની સરકાર? Exit Pollsની આગાહી
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


