15 જુલાઇ ગુજરાત અપડેટ : છેલ્લા 24 કલાકમાં 915 નવા કોરોના કેસીસ
ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં 915 કેસ સામે આવતા હવે કોરોનાનો કુલ આંકડો 43723એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,78,367 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે રાજ્યમાં રાહતની વાત એ છે કે, 24 કલાકમાં વધુ 749 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના સંક્રમણથી કુલ સ્વસ્થ દર્દીઓની સંખ્યા પણ 30555 થઈ છે.
ગુજરાતમાં સુરત અને અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 291 કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં નવા 167 કેસ નોંધાયા છે. જો ડિસ્ચાર્જ કેસની વાત કરીએ તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 247 દર્દીઓ કોરોના વાયરસને હરાવીને ઘરે પરત ફર્યા છે જ્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કુલ 180 દર્દીઓ કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે કુલ 5 દર્દીઓના મોત થયા છે જ્યારે અમદાવાદમાં 3 દર્દીઓના મોત થયા છે.
રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 11097 છે. જેમાંથી 71 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 11026ની સ્થિતિ સ્ટેબલ છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 3,39,412 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી 3,36,843 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને 2569 ફેસિલિટી ક્વોરન્ટીનમાં છે.
રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનમાં 3-3, બનાસકાંઠા અને ભાવનગરમાં 1-1, વડોદરા કોર્પોરેશનમાં 3, સુરતમાં 2 અને ગાંધીનગર કોર્પોરેશનમાં 1 એમ વધુ 14 દુઃખદ મૃત્યુ નોંધાયા છે. જેથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 2071 થયો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
