રાફેલ જેટ્સ ફ્રાંસથી સીધા ગુજરાતના જામનગર એરબેઝ પર ઉતરાણ કરશે

ચીન સાથે સરહદે ભારે તંગદીલી વચ્ચે ભારતને ફ્રાંસ પાસેથી અવકાશી યોદ્ધા રાફેલ યુદ્ધ વિમાનો મળવા જઈ રહ્યાં છે. આ યુદ્ધ વિમાનો ભારતને આગામી મહિને જ મળી જશે. પહેલા તબક્કામાં ચારના બદલે કુલ છ રાફેલ ભારતને મળશે અને તે પણ ફૂલ લોડેડ હશે. આ વિમાનો સૌથી પહેલા ગુજરાતના જામનગર એરબેઝ પર આવશે જ્યાં મુહૂર્ત પણ થશે.
ભારતમાં રાફેલ પહેલાં જામનગર ખાતે લેન્ડિંગ કરશે. જ્યાં કસ્ટમ વિધિ પૂરી થયા બાદ વિમાન ફરી ઉડાન ભરીને અંબાલા એરબેઝ ખાતે પહોંચશે. રાફેલનો સમાવેશ એરફોર્સની ગોલ્ડન એર સ્કવોડ્રનમાં કરાયો છે. મી સ્ટિલ્થ ટેકનોલોજીથી સજ્જ અને હવામાંથી હવામાં માર કરતી દુનિયાની સૌથી ખતરનાક અને સૌથી લાંબી રેન્જ ધરાવતી મિટિયોર મિસાઈલ્સ સહિતના શસ્ત્રોથી સજ્જ રાફેલ વિમાનોના આગમનથી ભારતીય વાયુસેનાની તાકાત બમણી થશે. પહેલાં ફ્રાન્સ ભારતને ચાર વિમાનોની ડિલિવરી આપવાનું હતું. જેમાંથી ચાર ડબલ સીટ ધરાવતા ટ્રેનર એરક્રાફ્ટ હતા. જોકે હવે ફ્રાન્સ ભારતને ૬ વિમાનો આપશે અને તે પણ લડાઈમાં તરત ઉતારી શકાય તેવી સ્થિતિમાં હશે. ફ્રાંસથી જ રાફેલ વિમાનોને ભારતીય વાયુસેનાના પાઈલોટસ ઉડાવીને લાવશે. આ પાયલટો હાલમાં વિમાનની તાલીમ ફ્રાન્સમાં જ લઈ રહ્યા છે. વિમાનોને ભારત લાવવા માટે પણ ભારે પ્લાનિંગ ચાલી રહ્યુ છે. કારણ કે ફ્રાન્સથી ભારત વચ્ચે રાફેલ વિમાન દુનિયાના સંખ્યાબંધ દેશોમાંથી પસાર થશે. આ દરમિયાન વિમાન પ્રતિ કલાક ૧૦૦૦ કિલોમીટર ઝડપથી ઉડાન ભરશે. ફ્રાન્સથી ઉડાન ભર્યા બાદ અડધા રસ્તા સુધી ફ્રાન્સનું હવામાંથી હવામાં ફ્યુલ ભરી શકતું વિમાન સાથે રહેશે. રાફેલ વિમાન બે વખત ફ્યુલ ભરવા ઉતરાણ કરશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


