ગુજરાત : કુલ 9932 દર્દીઓ : 340 નવા કેસ અને 20 મોત
ગુજરાતમાં 15 May 24 કલાકમાં કોરોના સંક્રમિત દર્દીઓના નવા 340 કેસ નોંધાતા હવે રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 9932 થઈ છે.
આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યુ હતું કે 24 કલાકમાં કુલ 340 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 261, પાટણ અને ગીર સોમનાથમાં 1-1, સુરતમાં 32, વડોદરામાં 15, રાજકોટમાં નવા 12, ગાંધીનગરમાં 11, ખેડા અને જામનગરમાં 1-1, સાબરકાંઠામાં 2, અરવલી અને મહિસાગરમાં 1-1 કેસ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં 24 કલાકમાં 20 લોકો મોતને ભેટ્યા છે.
24 કલાકમાં કુલ 282 લોકોએ કોરોના સામે જીત મેળવી છે. જેથી હવે રાજ્યભરમાં કુલ 4035 લોકો સ્વસ્થ થયા છે. જેથી હવે રાજ્યમાં 40.62 % ડિસ્ચાર્જ રેશિયો થયો છે. આ ઉપરાંત આરોગ્ય સચિવે જણાવ્યુ હતું કે, 24 કલાકમાં કુલ 3150 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે અત્યારસુધીમાં કોરોના વાયરસના કુલ 1,27,859 ટેસ્ટ થયા છે. આરોગ્ય સચિવે વધુ માહિતી આપતા જણાવ્યુ હતું કે, કુલ 9932 પોઝિટિવ દર્દીઓમાંથી 5248 સ્ટેબલ છે જ્યારે 43 લોકોને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે.
12મી મે એ 362 નવા કેસ અને 24 મોત : કુલ 8904
ગુજરાત પણ દેશમાં કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 362 કેસ સામે આવ્યા છે. જેથી હવે કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 8904 થઈ છે.
સમગ્ર રાજ્યમાં તા.12મી મે ને મંગળવારના દિવસ દરમિયાન કુલ 362 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 267, વડોદરામાં 27, સુરતમાં 30, ભાવનગરમાં 2, ભરુચમાં 1, ગાંધીનગરમાં 3, પાટણમાં 2, છોટાઉદેપુરમાં 3, કચ્છમાં 6, મહેસાણામાં સાત, ગીર સોમનાથમાં 5, જામનગર અને સાંબરકાઠામાં 1-1, ખેડામાં 3, અરવલ્લી અને દ્વારકામાં 1-1, મહીસાગરમાં 2 કેસનો સમાવેશ થાય છે.
રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યુ હતું કે,’સમગ્ર રાજ્યમાં કુલ 8904 પોઝિટિવ દર્દીઓ છે. જેમાં 5090 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 30ને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.’ છેલ્લા 24 કલાકમાં 3066 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 119537 ટેસ્ટ કરવામાં આવ્યાં છે
શનિવારે ગુજરાતમાં 394 નવા કેસ, કુલ આંકડો 7797
ગુજરાતમાં શનિવારે રાત્રે 8 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કુલ 394 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાં આ સાથે જ કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 7797 થઇ છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ ભારત સરકારની નવી ડિસ્ચાર્જ પોલિસી અંગે પણ માહિતી આપી હતી.
ગુજરાતમાં શનિવારે દિવસ દરમિયાન કુલ 394 કેસ સામે આવ્યા હતાં. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 280 કેસ, વડોદરા 28, સુરત 30, રાજકોટમાં 2, ભાવનગરમાં 10, ભરુચમાં 1, ગાંધીનગરમાં 22, પંચમહાલ અને બનાસકાંઠામાં 2-2, દાહોદમાં 1 તેમજ બોટાદ અને ખેડામાં 2-2, જામનગરમાં સાત, અરવલ્લીમાં 4 અને મહીસાગરમાં 1 કેસનો સમાવેશ થાય છે.
હાલ કુલ 7797 પોઝિટિવ કેસમાંથી 5210 લોકો સ્ટેબલ છે અને 24 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2091 લોકો કોરોના સામે જીત મેળવવામાં સફળ રહ્યાં છે. ઉપરાંત હોમ ક્વોરન્ટીનમાં 83124 લોકો, સરકારી ફેસિલિટીમાં 5372 ક્વોરન્ટીન, પ્રાઈવેટ ફેસિલિટીમાં 368 એમ કુલ રાજ્યમાં 88864 લોકો ક્વોરન્ટીન હેઠળ છે.
Reported on 8 May
7 મે એ ગુજરાતમાં નવા 388 કેસ : કુલ 7 હજાર ઉપર
તા.7 મે 2020ને ગુરુવારે રાત્રે 8 કલાકે પૂરા થયેલા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના નવા 388 દર્દીઓ ઉમેરાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 7013એ પહોંચી ગઈ છે. ગુરુવારે દિવસ દરમિયાન 29 લોકોના મોત થયા છે. જોકે, ગુજરાતમાં રિકવરી રેટ પણ વધ્યો હોવાનું સ્વાસ્થ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
આરોગ્ય વિભાગના અગ્ર સચવિ જયંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં 15 દિવસ પહેલા રિકવરી રેટ 7.34 ટકા હતો, જે આજે 24.36 ટકા થયો છે. આમ, 15 દિવસમાં રિકવરી રેટ 326 ટકા વધ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં જે 388 કેસો નોંધાયા છે, તેમાં અમદાવાદમાં 275, સુરતમાં 45, અરવલ્લીમાં 25, વડોદરમાં 19, ગાંધીનગરમાં 5, જામનગરમાં 4, ખેડા,બનાસકાંઠા અને જામનગરમાં 3-3 અને રાજકોટમાં 2 અને ભાવનગર, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા છે.
જે 29 મોત થયા છે તેમાં પ્રાથમિક રીતે કોવિડ 19ના કારણે 12 અને કોરોના ઉપરાંત અન્ય બીમારી હોય તેવા 17 લોકોના મોત થયા છે. તેમાં અમદાવાદમાં 23, સુરતમાં 4, બનાસકાંઠામાં 1 અને મહેસાણામાં 1 લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યમાં મૃતકોનો આંકડો 425એ પહોંચી ગયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 209 લોકો ડિસ્ચાર્જ પણ થયા છે. તે સાથે રાજ્યમાં કુલ 1709 લોકો સાજા થઈને ઘર પાછા ગયા હોવાનું આરોગ્ય વિભાગના અગ્ર સચિવે જણાવ્યું હતું.
Reported on 5 May
ગુજરાતમાં પણ કોરોનાના કેસ દિવસેને દિવસે વધતા જ જાય છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યુ હતું કે,’24 કલાકમાં કુલ 376 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી હવે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5804 થઈ છે.’
તા.4 મે સોમવારે દિવસ દરમિયાન પોઝીટીવ મળેલા 376 કેસોમાં અમદાવાદમાં 256, આણંદમાં 1, ભાવનગરમાં 21, બનાસકાંઠા તથા બોટાદમાં 3, દાહોદમાં 6, ગાંધીનગર અને પંચમહાલમાં 7-7, રાજકોટ અને મહિસાગરમાં 3-3, સુરતમાં 20 અને વડોદરામાં 35 કેસ તેમજ સાબરકાંઠાના 2 કેસનો સમાવેશ થાય છે. જેથી હવે રાજ્યમાં નવા 376 કેસ સાથે જ કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 5804એ પહોંચી છે. જેમાંથી 25 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે અને 4265ની હાલત સ્થિર છે.
રાજ્યમાં 5804 પોઝિટિવ કેસમાંથી 4265 કેસ સ્ટેબલ છે જ્યારે 25 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 29 દર્દીઓ મોતને ભેટ્યા છે. જેમાં 16 લોકોનું મોત કોવિડ 19ના કારણે થયું છે. જ્યારે 13 અન્ય લોકો એવા હતાં જેમને ગંભીર બીમારીઓ લાગુ પડી હતી. જ્યારે 24 કલાકમાં 153 લોકો કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. જેથી હવે રાજ્યભરમાં કુલ 1195 લોકોએ કોરોના સામે જીત મેળવી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


