ચેમ્બરના V.P. પદ માટે વિઝનરી લિડર તરીકે ઉભરી રહેલા દિનેશ નાવડીયા

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI)ના ઉપપ્રમુખ પદ માટે આગામી તા.21મી એપ્રિલે યોજાઇ રહેલા મતદાન પૂર્વે હીરા ઉદ્યોગપતિ એક વિઝનરી લિડર તરીકે ઉભરી રહ્યા છે. ભવિષ્યમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) કેવી રીતે વર્કિંગ કરશે એ અંગે સ્પષ્ટ વિઝન સાથે તેઓ મતદારોને મળી રહ્યા છે. દિનેશ નાવડીયા હાલમાં જીજેઇપીસીના ચેરમેન છે, અગાઉ તેઓ ડાયમંડ એસોસીએશન ઉપરાંત વરાછાની અનેક મોટી સંસ્થાઓમાં વહીવટકર્તા રહી ચૂક્યા છે. આમ એક સંસ્થાને લિડરશીપ પૂરી પાડવાનો અનુભવ દિનેશ નાવડીયાને એક વિઝનરી વ્યક્તિત્વ તરીકે પ્રોજેક્ટ કરે છે. ડાયમંડ ઉદ્યોગ સાથે બાંધકામ ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગને ચોક્કસ દિશા આપવામાં તેમની વિચારધારા અને ભાવી રણનીતિ ચેમ્બરના ઉદ્યોગપતિઓને પ્રભાવિત કરી રહી છે.
ઉમેદવારી અંગે ભ્રામક સ્થિતિ ઉભી કરવામાં આવી રહી છે
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI)ના ઉપપ્રમુખ પદની યોજાઇ રહેલી ચૂંટણીમાં એક એવી હવા ઉભી કરવામાં આવી છે કે તટસ્થ ઉમેદવાર દિનેશ નાવડીયાની મેનેજિંગ કમિટીની મિટીંગોમાં પૂરતી હાજરી ન હોઇ, તેમની ઉમેદવારી રદ કરવામાં આવે. હકીકતમાં આ મુદ્દા પર હજુ સુધી ચૂંટણી કમિટીએ કોઇ નિર્ણય લીધો નથી પરંતુ, દિનેશ નાવડીયા સામે ઇરાદાપૂર્વક એક ઝુંબેશ ચલાવવામાં આવી છે. હકીકતમાં તેમનું ઉમેદવારીપત્ર ચૂંટણી કમિટીએ કાયદેસર રીતે મંજૂર કર્યું છે. નીતિન ભરૂચાએ દિનેશ નાવડીયા સામે કરેલી ફરીયાદ પરત્વે ચૂંટણી કમિટીએ હજુ સુધી કોઇ જ નિર્ણય કર્યો નથી. દિનેશ નાવડીયા ખેલદીલીપૂર્વક ચૂંટણી લડી રહ્યા છે અને એ અટલ ઉમેદવાર તરીકે છેવટ સુધી લડી લેશે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI)ના ઉપપ્રમુખ પદની હાલ યોજાઇ રહેલી ચૂંટણીમાં તટસ્થ ઉમેદવાર તરીકે જાણીતા ડાયમંડ ઉદ્યોગના અગ્રણી દિનેશભાઇ નાવડીયા માટે હાલ અનુકૂળ વાતાવરણ સર્જાય રહ્યું છે. હીરા ઉદ્યોગ ઉપરાંત બાંધકામ ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ, સર્વિસ ક્ષેત્ર વગેરેમાંથી આગેવાનો તેમના સમર્થનમાં અને પ્રચારમાં મંડી પડ્યા છે.
તા.17મી એપ્રિલ 2019ની સવારે ચેમ્બર ઓફ કોમર્સની ઉપપ્રમુખ પદની ચૂંટણીના ઉમેદવાર શ્રી દિનેશભાઈ નાવડિયાએ પોતાના સમર્થકોની સાથે ઈચ્છાનાથ સ્થિત એસ.વી.એન.આઈ.ટી. કોલેજથી જનસંપર્ક અભિયાન શરૂ કર્યું હતું. જેને બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો.

મંગળવાર, તા. ૧૬ એપ્રિલ, ૨૦૧૯ ના રોજ રાત્રે ૯ કલાકે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની વાડી, વરાછા રોડ, સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પદની ચૂંટણીના ઉમેદવાર શ્રી દિનેશભાઈ નાવડિયાના સમર્થનમાં જાહેર સભા મળી હતી.

જેમાં ડાયમંડ, ટેક્ષટાઈલ, રીયલ એસ્ટેટ તેમજ અન્ય ધંધા – ઉદ્યોગના પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં હાજરી આપી શ્રી દિનેશભાઈ નાવડિયાને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. આ સભામાં વિવિધ ઉદ્યોગના અગ્રણી હાજર રહ્યા હતા. જેની યાદી નીચે મુજબ છે.
• ટેક્ષટાઈલ ઉદ્યોગના અગ્રણીઓ
શ્રી ભરતભાઈ ગાંધી – ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખશ્રી
શ્રી પ્રફૂલ્લભાઈ શાહ – ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખશ્રી
શ્રી રસિકભાઈ કોટડિયા
શ્રી અશોકભાઈ જીરાવાલા – ફોગવાના પ્રમુખ
શ્રી પ્રવિણભાઈ ડોંગા – માંગરોળ તાલુકા ઇન્ડ. એસો.ના મંત્રી
શ્રી સંજયભાઈ દેસાઈ
શ્રી મહેન્દ્રભાઈ રામોલિયા – સચીન ઇન્ડ. સોસા.
• રીયલ એસ્ટેટ ઉદ્યોગના અગ્રણીઓ
શ્રી વેલજીભાઈ શેટા – નેશનલ ક્રેડાઈના પ્રતિનિધિ
શ્રી જસમતભાઈ વિડીયા – સુરત ક્રેડાઈના ચેરમેન
શ્રી વિજયભાઈ ધામેલિયા – સુરત ક્રેડાઈના મંત્રી
શ્રી કેયુરભાઈ ખેની – અગ્રણી બિલ્ડર
• ડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓ
શ્રી સી.પી. વાનાણી – સુરત ડાયમંડ એસોસીએશનના ભૂતપૂર્વ પ્રમુખ
શ્રી દેવશીભાઈ ભડિયાદરા – સુરત ડાયમંડ એસોસીએશનના ભૂતપૂર્વ પ્રમુખ
• ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ
શ્રી બી. એસ. અગ્રવાલ – ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખશ્રી
શ્રી કાનજીભાઈ ભાલાળા – વરાછા કો.ઓપ. બેંકના ચેરમેન
શ્રી હરિભાઈ કથિરીયા – લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ
શ્રી નિખિલભાઈ મદ્રાસી – માજી માનદ્ મંત્રી
શ્રી રમેશભાઈ વઘાસીયા
શ્રી મનિષભાઈ કાપડિયા
શ્રી કમલેશભાઈ ગજેરા
શ્રી જયંતીભાઈ સાવલિયા
શ્રી ગણપતભાઈ ધામેલિયા
શ્રી પરેશભાઈ લાઠિયા
શ્રી ભરતભાઈ સોની
શ્રી અંકિત કલથિયા
• સામાજિક અને રાજકીય મહાનુભાવો
શ્રી જનકભાઈ બગદાણાવાલા – માજી ધારાસભ્ય શ્રી
શ્રી વજુભાઈ માવાણી – માજી ડેપ્યુટી મેયર શ્રી
શ્રી દિલીપભાઈ બુહા – જય જવાન નાગરિક સમિતિ
ડૉ. છગનભાઈ વાઘાણી
ડૉ. સંજય નાકરાણી
શ્રી ફારૂકભાઈ ચાંદીવાલા
માનનીય સંત શ્રી સુફી બાવા
નિખિલ મદ્રાસી
નિખિલ મદ્રાસીએ શું અપીલ કરી
તાકાત હોય તો સામી છાતીએ લડીને બતાવો. કાયદાનો આધાર લઈને તમારી અશક્તિને છતી નહિ કરો.
આપ સૌ જાણો છો તેમ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પદની ચૂંટણી રવિવાર, તા. ૨૧ એપ્રિલ, ૨૦૧૯ના રોજ સવારે ૧૦ થી સાંજે ૫ ના સમયગાળા દરમિયાન, સુરત ઇન્ટરનેશનલ એક્ઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યોજાવાની છે.
ડાયમંડ ઉદ્યોગના અગ્રણી શ્રી દિનેશભાઈ નાવડિયાની ઉમેદવારીને કાયદાકીય રીતે પડકારવામાં આવી રહી છે. છેલ્લી ૩ મેનેજીંગ કમિટીમાં આ મુદ્દો જોરશોરથી હું એટલે કે નિખિલ મદ્રાસી અને સંજય પંજાબીએ ઉઠાવ્યો હતો. પરંતુ છેલ્લી સભામાં અમોને એવું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે છેલ્લી ૩ મિટીંગથી સતત જે મેનેજીંગ કમિટીના સભ્ય ગેરહાજર રહ્યા હોય તેનું મેનેજીંગ કમિટીનું સભ્યપદ બંધારણ મુજબ, આપોઆપ રદ થઈ જાય તેવી જોગવાઈનો વ્યવહારુ અમલ શક્ય નથી.
જો આ કલમનો અમલ કરવો જ હતો તો જયારે આ માંગણી કરવામાં આવી હતી. ત્યારે તેનો અમલ કેમ નહિ કર્યો? અને જયારે આજે હાર દેખાઈ રહી હોય ત્યારે આવા ત્રાગા કરવા એ શોભતું નથી.
વર્તમાન પરિસ્થિતિમાં શહેરના બે મહત્વના ઉદ્યોગો ડાયમંડ અને ટેક્ષટાઈલ, અનેક વિધ પ્રશ્નોનો સામનો કરી રહ્યા હોય તેવા સમયે આ ઉદ્યોગોના પ્રશ્નોને વાચા આપવા માટે સક્ષમ અને બાહોશ ઉદ્યોગપતિની જ જરૂરિયાત છે. તે વાત સૌએ સમજી લેવી જરૂરી છે. શહેરના તટસ્થ ૧૭ ઉદ્યોગપતિઓએ બોલાવેલી સમાધાન મિટીંગમાં આ વર્ષે શ્રી દિનેશભાઈ નાવડિયા ચૂંટણી લડે તેવો નિર્ણય લેવાતા અનેકના પેટમાં તેલ રેડાયું છે અને તેઓ વિઘ્ન સંતોષી બનીને વાતાવરણ દોહળાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આવા તત્વોને સૌએ ઓળખી લેવાની જરૂર છે અને કોઈ પણ સક્ષમ સત્તાધીશ સમક્ષ ચેમ્બરની રજૂઆત અસરકારક રીતે કરી શકે તેવા લીડર શ્રી દિનેશભાઈ નાવડિયાને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટેની હું નમ્ર અપીલ કરું છું.
આભાર – નિખિલ મદ્રાસી
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


