CIA ALERT

ભાજપે ચૂંટણી પ્રચાર ‘ફરી એક વાર, મોદી સરકાર’ ની થીમ જાહેર કરી

Share On :

ભાજપના વરિષ્ઠ નેતા અને નાણાં પ્રધાન અરુણ જેટલીએ રવિવારે નિર્ણાયક મોદી કે અરાજક વિરોધપક્ષના વિષયવાળી થીમની ભાજપના પ્રચારની થીમ રજૂ કરતા જણાવ્યું હતું કે સશક્ત અને જેની કશોટી થઇ છે એવી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર અને અરાજકતા તથા મહાભેળસેળવાળા વિરોધ પક્ષ વચ્ચે લોકોએ પસંદગી કરવાની છે.

વિરોધપક્ષ પર શબ્દબાણ કસતા જેટલીએ જણાવ્યું હતું કે એક કેપ્ટનવાળી સરકાર કે ૪૦ કેપ્ટન અને ૧૧ ખેલાડી વચ્ચે લોકોએ પસંદગી કરવાની છે.

રાષ્ટ્રીય સુરક્ષા, ઇમાનદારી અને મોટા નિર્ણયો લેવાની મોદીની ક્ષમતાને આધારે ભાજપે ‘ફરી એક વાર, મોદી સરકાર’નું પ્રચાર સૂત્ર બનાવ્યું હોવાની વાત પણ જેટલીએ કહી હતી. જેટલીએ પત્રકારોને જણાવ્યું હતું કે આ વચનો ભવિષ્ય માટેના નથી કારણ કે એ સરકારે પાછલા પાંચ વર્ષમાં પૂરા કર્યાં છે. ભાજપ સોમવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે.

જેટલી સાથે આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ અને ભાજપના મહામંત્રી ભૂપેન્દર યાદવ પણ જોડાયા હતા અને એમણે પત્રકારો સમક્ષ ભાજપના ચૂંટણી પ્રચાર માટેન સૂત્રો અને વીડિયો સામગ્રીની જાહેરાત કરી હતી.

જેટલીએ જણાવ્યું હતું કે ભાજપના ચૂંટણી પ્રચાર દરમિયાન ગરીબો, મધ્યમ અને ઉચ્ચમધ્યમ વર્ગના લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે તથા ઉભરતા મધ્યમવર્ગ વિશે પોતાના ઢંઢેરામાં ઉલ્લેખ ન કરવા બદલ કૉંગ્રેસની ટીકા કરતા જણાવ્યું હતું કે એટલું જ નહીં, પણ કૉંગ્રેસના કેટલાક સલાહકારોએ તો આ વર્ગ પર વધુ કર નાખવાની સલાહ પણ આપી છે. મોદી સરકારે સતત કર ઓછા કર્યા છે, જે અગાઉ ક્યારેય થયું નથી. અગાઉ થયું હતું એમ ચીનની જેમ આવતા દાયકામાં ભારતના મધ્યમવર્ગની વિશ્ર્વના અર્થતંત્ર પર અસર થશે.

લોકસભાની ૨૦૧૪ની બહુમતીની જેમ આ વખતે પણ બહુમતિ મળવાના મહત્ત્વ વિશે જેટલીએ જણાવ્યું હતું કે બહુમતીને કારણે રાષ્ટ્રીય સુરક્ષા, ભ્રષ્ટાચાર અને કાળાં નાણાં સહિત અનેક મહત્ત્વના રાષ્ટ્રીય પ્રશ્ર્નો વિશે મોટા નિર્ણયો લઇ શકાયા હતા. વિરોધપક્ષના અનેક નેતાએ ત્રિશંકૂ સરકાર વિશે ઇચ્છા પ્રગટ કરી છે, હવે એ લોકોએ વિચારવાનું છે કે એમને સ્થિર સરકારમાં રસ છે કે નહીં. દેશે એ વિચારવાનું છે કે દેશના હિતમાં નબળી કેન્દ્ર સરકાર ચાલશે કે નિર્ણાયક વડા પ્રધાનની આગેવાની બહુમતીવાળી સરકાર સારી. એક તરફ અનુભવી નિર્ણાયક સરકાર છે અને બીજી તરફ મહામિલાવટ (ભેળસેળ) છે.

કરમાળખુ વધારવામાં, મધ્યમ વર્ગ માટે કર ઘટાડીને કલ્યાણ કાર્યો અને વન રેન્ક વન પેન્શન જેવા કાર્યો માટે ખર્ચ વધારવામાં મોદી સરકાર ફુગાવો કાબૂમાં રાખવામાં સફળ રહી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :