ગાંધીનગરની બેઠકનું પ્રતિનિધિત્વ કરતા આવેલા પીઢ નેતા એલકે અડવાણીના સ્થાને આ વખતે ઉમેદવાર તરીકે પક્ષ પ્રમુખ અમિત શાહને ભાજપે નિયુકત કર્યા અનુસંધાને શિવસેનાએ આજે જણાવ્યું હતું કે આ’ લોકસભા ચૂંટણીમાં તેમની હાજરી હોય કે ન હોય, અડવાણી પક્ષના મુઠી ઉંચેરા નેતા છે જ. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના અગ્રલેખમાં, ભારતીય રાજકારણના ભિષ્માચાર્યને નિવૃત્ત થવા ફરજ પાડવામાં આવી. પ્રથમ યાદીમાં અડવાણીનું નામ ન હોવાથી અચરજ થતું નથી. વિકાસ એ બાબત રેખાંકિત કરે છે કે ભાજપમાં અડવાણી યુગનું સમાપન થયું છે. કેન્દ્રિય મંત્રી અને નાયબ વડા પ્રધાન રહેલા અડવાણી (91)ગાંધીનગર મતવિસ્તારમાંથી છ વાર ચૂંટાઈ આવ્યા હતા. ભાજપના આ સ્થાપક સભ્યે વાજપેયી સાથે રહીને પક્ષનો રથ આગળ ધપાવેલો. પરંતુ આજે મોદી અને શાહે તેઓનું (વાજપેયી અને અડવાણીનું) સ્થાન લીધું છે. આ વખતે વરિષ્ઠોને કોઈ જવાબદારી ન મળે તે અંકે કરતું માહોલ પક્ષમાં ઓલરેડી સર્જી દેવાયું છે.