33.5 કરોડમાંથી હવે ફક્ત 25.6 કરોડ જનધન ખાતા સક્રિય
જનધન યોજના દ્વારા 6 કરોડ ગ્રામીણ અને 1.પ કરોડ શહેરી પરિવાર સુધી પહોંચ બનાવવાનાં પ્રારંભિક લક્ષ્યને પૂરો કર્યા બાદ આ યોજનામાં કુલ 33.પ કરોડ જનધન ખાતાઓ ખોલવામાં આવ્યા હતાં. જેમાંથી હવે 2પ.6 કરોડ ખાતા જ સક્રિય છે. આ ખાતાઓમાં જમા રકમ 8પ494 કરોડ રૂપિયા છે. જનધન યોજના હેઠળ સરકાર હવે પ્રત્યેક ઘરનાં બદલે માત્ર એવા વયસ્કો ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેમની પાસે બેન્ક ખાતું ન હોય.
- સૌથી વધુ જનધન ખાતા ઉત્તર પ્રદેશમાં છે અને તેનો આંકડો પ.2 કરોડ છે. જેમાં કુલ મળીને 14882 કરોડ રૂપિયા છે.
- બીજા ક્રમે પશ્ચિમ બંગાળ અને
- ત્રીજા ક્રમે બિહાર
સંસદમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર જનધન યોજના હેઠળ 6પ લાખ ખાતાધારકોને ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મળેલી છે. જેમાંથી 30 લાખ લોકોએ તેનો લાભ લઈને 340 કરોડ રૂપિયાનાં ઓવરડ્રાફ્ટની સુવિધા લીધેલી છે. અત્યાર સુધીમાં 26 કરોડ રૂપે કાર્ય જારી કરવામાં આવ્યા છે.
નિયમાનુસાર જે ખાતામાં બે વર્ષમાં એકપણ વ્યવહાર થયો હોય તો તેને સક્રિય ખાતુ માનવામાં આવે છે. અત્યારે લગભગ 76 ટકા ખાતાઓ સક્રિય છે. આમાંથી અનેક ખાતાઓ એવા છે જેનો ઉપયોગ પ્રત્યક્ષ લાભાંતરણ એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે કરવામાં આવે છે. સૌથી વધુ જનધન ખાતા ઉત્તર પ્રદેશમાં છે અને તેનો આંકડો પ.2 કરોડ છે. જેમાં કુલ મળીને 14882 કરોડ રૂપિયા છે. આ યાદીમાં બીજા ક્રમે પશ્ચિમ બંગાળ અને ત્રીજા ક્રમે બિહાર આવે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
