જામનગરથી અમેરિકા મોકલાવાઇ રહેલા 1000 કરોડના ડ્ર્ગ્સ ફેન્ટાનીલનો જથ્થો પાર્લાથી ઝડપાયો
એન્ટિ નાર્કોટિક્સ સેલ (એએનસી)ના આઝાદ મેદાન યુનિટે પાર્લા વિસ્તારમાંથી રૂ. એક હજાર કરોડની કિંમતનું ફેન્ટાનીલ ડ્રગ્સ પકડી પાડીને ચાર જણની ધરપકડ કરી હતી. ડ્રગ્ઝનો આ જથ્થો ગુજરાતના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટથી ભિવંડી લવાયો હતો અને બાદમાં તે એર-કાર્ગો દ્વારા વાયા મેક્સિકો થઇ અમેરિકા પાઠવવામાં આવનાર હતો, એવું તપાસમાં જાણવા મળ્યું હતું. બીજી તરફ પકડાયેલા ચારમાંથી એક આરોપી એક સમયે ઇકબાલ મિરચી ટોળકીનો સભ્ય રહી ચૂક્યો હોવાથી દાઉદ ગેન્ગ સાથે કોઇ કડી હોવાની શંકા પણ પોલીસ તપાસી રહી છે.
- એન્ટિ નાર્કોટિક્સ સેલ (એએનસી)ના આઝાદ મેદાન યુનિટે પાર્લા વિસ્તારમાંથી રૂ. એક હજાર કરોડની કિંમતનું ફેન્ટાનીલ ડ્રગ્સ પકડી પાડ્યું
- વિલે પાર્લે પૂર્વમાં સુભાષનગર વિસ્તારમાંથી સલીમ ડોલા, ચંદ્રામણિ તિવારી, સંદીપ તિવારી અને ઘનશ્યામ સરોજને પકડી પાડીને 100 કિલો ફેન્ટાનીલ જપ્ત કર્યું
- ફેન્ટાનીલનો આ જથ્થો જામનગરથી આવ્યો હતો અને ભિવંડીના ગોદામમાં રાખવામાં આવ્યો હતો
- ભીવંડીના ગોડાઉનમાંથી આ જથ્થો અમેરિકા મોકલવાનો હતો
એએનસીના અધિકારીઓએ વિલે પાર્લે પૂર્વમાં સુભાષનગર વિસ્તારમાંથી સલીમ ડોલા, ચંદ્રામણિ તિવારી, સંદીપ તિવારી અને ઘનશ્યામ સરોજને પકડી પાડીને 100 કિલો ફેન્ટાનીલ જપ્ત કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સલીમ ડોલાને 1998માં નાર્કોટિક્સ ક્ધટ્રો બ્યુરોએ મેન્ડ્રેક્સ ટેબ્લેટ્સ સાથે ઝડપી પાડ્યો હતો. બાદમાં જુલાઇ, 2013માં પવઇ વિસ્તારમાંથી રૂ. 15 કરોડના ડ્રગ્સ સાથે તેની ફરી ધરપકડ કરાઇ હતી. 2017માં ડીઆરઆઇના ઓફિસરોએ રૂ. પાંચ કરોડના ગુટખા સાથે તેને પકડી પાડ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર ફેન્ટાનીલનો આ જથ્થો જામનગરથી આવ્યો હતો અને ભિવંડીના ગોદામમાં રાખવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ બાદમાં અમેરિકા પાઠવવાનો હતો, એવું પૂછપરછમાં જાણવા મળ્યું હોવાથી પોલીસની એક ટીમ ગુજરાત રવાના કરાઇ છે. ફેન્ટાનીલ ગુજરાતના જે મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી લવાયું હતું તેની માહિતી મેળવવામાં આવશે. ત્યાર બાદ કાર્યવાહી કરાશે, એમ પણ પોલીસે જણાવ્યું હતું.
આરોપી ચંદ્રામણિ તિવારી કાંદિવલીના ઠાકુર વિલેજ ખાતે મોબાઇલની દુકાન ધરાવે છે, જ્યારે સંદીપ તિવારી બેરોજગાર છે. ઘનશ્યામ સરોજ ડ્રાઇવર છે અને તેની પાસે કાર છે, જેમાંથી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
