પેપરલીકના ડર : ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું નિરીક્ષણ CMOથી થશે
લોકરક્ષક દળની પરીક્ષા અને માધ્યમિક શિક્ષક માટેની ટાટની પરીક્ષાનું પ્રશ્ર્નપત્ર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવતા સરકારની ભારે ટીકા થઈ હતી અને સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારોમાં પણ ભારે રોષ ફેલાતા સરકારી તંત્ર હરકતમાં આવ્યું હતું. જેથી આ વખતે સરકાર દ્વારા પ્રથમવાર ધોરણ.10 અને ધોરણ. 12ની બોર્ડની પરીક્ષાનું સમગ્ર મોનિટરિંગ મુખ્ય પ્રધાનના કાર્યાલય (Chief Minister Office) થી થશે અને આત્યારથી જ બોર્ડની પરીક્ષાને લઈને રોજેરોજ સી.એમ કાર્યાલયમાં રિપોર્ટ રજુ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના માટે દરરોજ રાજ્યના પાંચ પાંચ ડીઈઓને ગાંધીનગર બોર્ડની કચેરી ખાતે રૂબરૂમાં બોલાવી બિલ્ડિંગ અને બ્લોક વાઈઝ એનાલિસીસ કરવામાં આવી રહ્યુ છે.
આગામી તા.7મી માર્ચથી ધોરણ.10 અને ધોરણ.12 સામાન્ય પ્રવાહ તેમજ સાયન્સના અંદાજે 19 લાખ જેટલા વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થશે. દર વર્ષે બોર્ડની પરીક્ષાની બેઠક વ્યવસ્થા માટે રાજ્યના તમામ ડીઈઓની એક સાથે ચેરમેનની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવતી હતી, પરંતુ આ વખતે માત્ર પાંચ પાંચ ડીઈઓને બોલાવી એકદમ ઝીણવટ પૂર્વક માહિતી એકઠી કરવામાં આવી રહી છે. બોર્ડની પરીક્ષાનું પ્રશ્ર્નપત્ર કેન્દ્ર પરથી લીક થતું હોય છે. જેથી આવાં સંવેદનશીલ કેન્દ્રો પર વધુ બંદોબસ્ત ગોઠવવો કે પછી આવાં કેન્દ્રો રદ કરવા વિચારણા ચાલી રહી છે. તાજેતરમાં જ યોજાએલી લોકરક્ષક દળની પરીક્ષા અને માધ્યમિક શિક્ષક માટેની ટાટની પરીક્ષાનું પ્રશ્ર્નપત્ર લીક થતા આખી પરીક્ષા રદ કરવામાં આવતા સરકારની ભારે ટીકા થઈ હતી અને સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારોમાં પણ ભારે રોષ ફેલાયો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


