મોદીને બહુમતી મળવાની શંકા સતાવે છે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પક્ષ (ભાજપ) દ્વારા પોતાના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં અને રાજ્યોમાં રચાયેલી યુતિ સરકારની તાજેતરમાં વાત કરતા વિપક્ષો એવું અર્થઘટન કરી રહ્યા છે કે મોદીને લોકસભાની હાલની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને કેન્દ્રમાં સરકાર રચવા માટે સ્પષ્ટ બહુમતી મળવાની શંકા છે અને તેથી તેઓ યુતિ સરકારની વાત કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીને લગતા અનેક જનમતમાં ભાજપને સ્પષ્ટ બહુમતીમાં થોડી બેઠક ખૂટવાની અને ભાજપ પોતાના સાથી પક્ષોની મદદથી કેન્દ્રમાં એનડીએની સરકાર બનાવે એવી આગાહી કરાઇ હતી.
અગાઉ, ભાજપને લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં બહુમતી માટે જરૂરી ૨૭૨ બેઠક કરતાં દસ બેઠક વધુ એટલે કે ૨૮૨ બેઠક મળી હતી.
ભારતીય જનતા પક્ષના ગુજરાત એકમે શનિવારે વડા પ્રધાનને ટાંકીને ટ્વીટ કર્યું હતું કે મોદીજી ભૂતકાળમાં ભાજપના નેતૃત્વ હેઠળ કેન્દ્ર અને રાજ્યોમાં રચાયેલી યુતિ સરકારની અને તેના સફળ વહીવટની વાત કરી હતી.
ભાજપના ગુજરાત એકમે મોદીને એમ કહેતા ટાંક્યા હતા કે ભાજપ યુતિ સરકાર સારી રીતે ચલાવવાની કળા જાણે છે. મેં વિવિધ રાજ્યમાં ભાજપના સાથી પક્ષોની સાથે મળીને કામ કર્યું છે. વાજપેયીજીએ પણ પોતાના શાસનકાળમાં યુતિ સરકાર શ્રેષ્ઠ રીતે ચલાવી હતી.
મોદીજીના આવા નિવેદનનું વિપક્ષો એવું અર્થઘટન કરી રહ્યા છે કે ભાજપ ઓછી બેઠકો મળવાનો સંકેત મળતા હતાશ થઇ ગયો છે અને ચૂંટણીના અંતિમ તબક્કામાં પૂરા જોશથી પ્રચાર કરી રહ્યો છે.
ભાજપ પણ પોતાના બધા સાથી પક્ષો હાલમાં એકત્ર હોવાનો દેખાવ કરી રહ્યો છે.
મોદીજી વારાણસીમાં ઉમેદવારીપત્ર ભરવા ગયા ત્યારે તેમની સાથે ભાજપના મોટા ભાગના સાથી પક્ષોના નેતાઓ હતા.
વિપક્ષના નેતાઓ એવી અફવા ફેલાવી રહ્યા છે કે ભાજપને કેન્દ્રમાં સત્તા પર આવવા માટે જરૂરી બેઠકો મળવાની શંકા હોવાથી હતાશ થઇ ગયો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
