CIA ALERT
03. May 2024
June 27, 20181min13910

Related Articles



મુંબઇમાં હવે ફાયર બાઇક્સ બ્રિગેડ, ટૂંક સમયમાં સુરત સહિતના મહાનગરોમાં જોવા મળશે

Share On :
Print Friendly, PDF & Email

જયેશ બ્રહ્મભટ્ટ

કોટ વિસ્તાર એટલે કે જુના તળ સિટી વિસ્તાર, ગીચ ગલીઓમાં આગ લાગે કે બિલ્ડિંંગ છત તૂટી ગઈ તો હવે ડરવાનું કારણ નથી. ફાયરબ્રિગેડના કંટ્રોલરૂમમાં ફોન કરવાની સાથે જ ઘટના સ્થળે તુરંત ફાયર મોટરબાઈક મદદ માટે પહોંચી જશે. મુંબઈના સાંકડા રસ્તા અને ગલીઓમાં આવેલી વસતિમાંથી રસ્તો કાઢીને ઘટના સ્થળે ફાયર બાઈક ગણતરીના સમયમાં પહોંચી જશે. મુંબઈ ફાયરબિગ્રેડે પ્રાયોગિક ધોરણે પાંચ ફાયર બાઈકની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે, જેમાં એક બાઈકની કિંમત 76 લાખ 12 હજાર 800 રૂપિયા છે. મુંબઇ બાદ દેશના અન્ય શહેરોમાં પણ ફાયરબ્રિગેડ ફાયર બાઇક્સ કન્સેપ્ટ ઝડપભેર સ્વીકારે એ દિવસો દૂર નથી.


મુંબઈમાં ઠેર ઠેર વિકાસના નામે ઊંચા ઊંચા ટાવર ઊભા થઈ ગયા છે પણ અનેક જગ્યાએ રસ્તાઓ અને ગલીઓ હજી પણ સાંકડી છે. તેમાં પાછું રસ્તા પર ફેરિયાઓ તેમ જ ગેરકાયદે રીતે પાર્કિંગને કારણે રસ્તાઓ પરથી વાહનોને પસાર થવાને જગ્યા ઓછી પડતી હોય છે. ત્યારે આવા સમયે જો કોઈ દુર્ઘટના થાય તો ફાયરબ્રિગેડની ગાડીઓ રસ્તો કાઢીને સમસયર ઘટનાસ્થળે પહોંચી શકતી નથી અને મોટી જાનહાનિ થતા માલમિલકતને નુકસાન થવાનો ભય હોય છે.

કાલબાદેવીમાં આવેલી ગોકુલ નિવાસ બિલ્ડિંગમાં 2015ની સાલમાં લાગેલી આગની દુર્ઘટના સમયે રસ્તો સાંકડો હોવાને કારણે તેમ જ બે ઈમારતની વચ્ચે જગ્યા પણ સાંકડી હોવાને કારણે ફાયરબિગ્રેડની સમયસર મદદ મળી શકી નહોતી અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.ઉપરાઉપરી આગની દુર્ઘટનાઓને પગલે ફાયરબ્રિગેડે આવા સમયે તુરંત ઘટનાસ્થળે પહોંચીને બચાવકામગીરી પાર પાડી શકાય તે માટે કમર કસી છે. તે મુજબ મુંબઈ ફાયરબિગ્રેડે હવે ફાયર બાઈક ખરીદવાનો નિર્ણય લીધો છે અને એક ખાનગી કંપની સાથે પાંચ વર્ષનો કૉન્ટ્રાક્ટ કર્યો છે.

ઇમરજન્સી રિસ્પોન્સ ટાઇમ અડધોઅડધ ઘટી જાય  છે

એક્સપર્ટસ કહે છે કે દરેક મોટા શહેરોમાં ફાયર બ્રિગેડમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં નાના વ્હીકલ્સ હોવા જ જોઇએ. ગીચ વિસ્તારો, સાંકડી શેરીઓમાં જ્યારે હોનારત સર્જાય ત્યારે નાના વ્હીકલ્સ દ્વારા તુરંત ઘટના સ્થળે પહોંચીને તાકીદે બચાવ રાહતની કામગીરી શરૂ કરી શકાય છે. એવી જ રીતે નાની હોનારત કે જ્યાં ફાયર બાઇક્સથી કામ પૂરું થઇ જતું હોય ત્યારે મોટા વ્હીકલ્સને બિનજરૂરી રીતે એકશનમાં લાવીને મેઇન્ટેનન્સ કોસ્ટ શું કામ વધારવાની. મોટા વ્હીકલ્સથી બચાવ રાહત કામગીરી શરૂ થાય તેના કરતા અડધોઅડધ ઓછા સમયમાં ફાયર બાઇક્સથી ઇમરજન્સી રિસ્પોન્સ આપી શકાય છે.

સુરત શહેરમાં પણ આવી જ સ્થિતિ છે. સુરતના કોટ વિસ્તારમાં ગીચ શેરીઓમાં જ્યારે પણ કોઇ હોનારત કે આગ લાગવાની ઘટના બને ત્યારે પણ ફાયર બ્રિગેડને ઘટના સ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલી પડે છે. ફાયર બાઇક્સને કારણે કોઇપણ હોનારત સમયે ઇમરજન્સી રિસ્પોન્સ ટાઇમ મોટા ફાયર વ્હીકલ કરતા અડધોઅડધ ઘટાડી શકાય તેમ હોવાથી નિષ્ણાંતો માને છે કે દેશભરના મહાનગરોમાં આગામી દિવસોમાં ફાયર બાઇક્સ જોવા મળશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :