CIA ALERT
26. April 2024
August 9, 20191min6260

Related Articles



ઉકાઇ ડેમમાં 6.69 લાખ ક્યુસેક્સ ઇનફ્લો : સપાટી 327 ફૂટને પાર

Share On :
Print Friendly, PDF & Email

Dt.09.08.19. Hr: 14.00 hrs.

  • Rule Level : 335.00 ft.
  • Present Water Level : 327.39 ft.
  • Inflow: 669029 cusecs.
  • G.S. : 4630.52 MCM
  • %age filling: 62.45 %
  • Increase in qty: 3757 MCM (w.r.t to mini storage of this yr)
  • Hathnur Level: 211.60 mt. Outflow : 234827 cusecs

હજુ 20 દિવસ પહેલા ઉકાઇ ડેમમાં તળીયું દેખાતું હતું, ડેમમાં ડૂબેલી મિલકતો દેખાઇ રહી હતી અને સરકાર સમેત સુરતવાસીઓ પાણી બાબતે ચિંતાતૂર હતા. કુદરતની બલિહારી અકળ રહી છે, વીસ જ દિવસમાં ઉકાઇ ડેમમાં પાણીની સપાટી 327 ફૂટ પર પહોંચાડી દીધી છે. સુરતવાસીઓ ઉપરાંત ખેડૂતોની પાણીની જરૂરીયાત આખું વર્ષ પૂરી થતી રહે તેટલું પાણી ડેમમાં આવી ચૂક્યું છે.

આજરોજ તા.9મી ઓગસ્ટ 2019ને શુક્રવારે બપોરે 2 વાગ્યે ઉકાઇ ડેમમાં પાણીનો આવરો 6 લાખ 69 હજાર ક્યુસેક્સ નોંધાયો હતો. ઉકાઇ ડેમમાં પાણીની સપાટી 327 ફૂટને પાર થઇ ગઇ હતી.

ઉકાઇ ડેમના અધિકૃત સૂત્રોએ આપેલી માહિતી મુજબ બપોરે બે વાગ્યે ઉકાઇ ડેમમાં પાણીનો આવરો 6.69 લાખ ક્યુસેક્સ હતો અને ડેમ કુલ 62.45 ટકા જેટલો ભરાઇ જવા પામ્યો છે.

તા.9મી ઓગસ્ટ બપોરે 4 વાગ્યાથી ઉકાઇ ડેમમાંથી કુલ 75 હજાર ક્યુસેક્સ પાણી છોડવાનું શરૂ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર શ્રી ડો. ધવલ પટેલે પોતાના વોઇસ મેસેજમાં જણાવ્યું છે કે ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાની કોઇ ગંભીર અસર હાલ વર્તાશે નહીં, કોઇએ ખોટી અફવાથી દોરવાવું નહીં.

તંત્રવાહકો હવે એવી અસમંજસભરી સ્થિતિમાં મૂકાયા છે કે હવે શું કરવું, ડેમમાં પાણીની સપાટી આ રીતે વધશે તો હજુ એક મહિનો વરસાદ પડે તેવી સ્થિતિમાં ડેમાં રૂલ લેવલ કરતા વધુ પાણી આવે તેમ છે.

એ પૂર્વે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ તેમજ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે ઉકાઇ ડેમની સવારે 10 વાગ્યે નોંધાયેલી પાણીની સપાટી 325.97 ફૂટ છે, જે રૂલ લેવલ ૩૩5થી 10 ફૂટ ઓછી છે.

જૂનના બીજા વીકે તો ઉકાઇનું લેવલ ડેડસ્ટોરેજ સુધી પહોંચી ગયું હતું. હાલમાં ઉકાઇ ડેમમાં ૩૧૪૩ એમસીએમ પાણીનું લાઇવ સ્ટોરેજ છે. ડેમની કુલ લાઇવ સ્ટોરેજ કેપેસીટી ૬૭૩૦ એમસીએમ છે. ઉકાઇ ડેમ 60 ટકા ભરાયો છે.

હજુ ચોમાસાને દોઢ મહિનો બાકી છે જેથી ચાલુ સિઝનમાં સારા વરસાદથી સપાટી રૂલ લેવલ નજીક ડેમની સપાટી ૩૩૦ ફૂટ પહોંચી જશે ત્યારે સુરત શહેર અને ખેડૂતોને આખું વર્ષ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એટલો જથ્થો ડેમમાં આવી ચૂક્યો હશે.

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ તેમ જ ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે હથનુર ડેમની સપાટી 9મી ઓગસ્ટને શુક્રવારે, સવારે 7 કલાકે 210.49 મીટર નોંધાઇ હતી અને ત્યાંથી 1,74,297 ક્યુસેકસ જેટલી મોટી માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું હતું.

હથનૂર ડેમમાંથી છોડવામાં આવેલું પાણી ઉકાઈ ડેમમાં આવતા ડેમની સપાટીમાં વધારો થયો હતો.

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનર સક્રિય થવાના કારણે આગામી ૧૦ ઑગસ્ટ સુધી સુરત, ડાંગ, નવસારી, તાપી, દમણ સહિત ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :