CIA ALERT
26. April 2024
March 17, 20202min37030

Related Articles



સૂરતનો કેસ અફવા : ગુજરાતમાં કોરોનાનો એકપણ કેસ નથી : 17 માર્ચે રાત્રે 10 વાગ્યે સરકારની સ્પષ્ટતા

Share On :
Print Friendly, PDF & Email

કોરોના કરતા વધુ વેદના સોશ્યલ મિડીયાના ધુતરાષ્ટ્રોએ આપી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

લંડનથી સૂરત પરત ફર્યા બાદ કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે સ્વયં નવી સિવિલ હોસ્પિટલ, સૂરતમાં દાખલ થયેલી યુવતિનો પ્રાથમિક ટેસ્ટ રિપોર્ટ આખરે નેગેટીવ આવતા સૂરત સમેત સમગ્ર ગુજરાતમાં રાહતની લાગણી પ્રવર્તી ઉઠી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે મોડી રાત્રે મંગળવારે મોડી રાત્રે 10 વાગ્યે એ સ્પષ્ટતા કરી હતી કે સૂરતમાં કોરોનાનો એકપણ કેસ નથી, કેસ હોવા અંગેની અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં.

મંગળવારે રાત્રે 10 વાગ્યે ગુજરાત સરકારની ટ્વીટ

છેલ્લા ચોવીસ કલાકથી સૂરતની આ યુવતિ અને તેના પરિવારજનો પર કોરોનાએ ન આપી હોય તેટલી વેદના સોશ્યલ મિડીયાના ધુતરાષ્ટ્રોએ આપી હતી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી સરકારના ઉચ્ચ અધિકારીઓથી લઇને મિડીયા તેમજ તમામ લોકોની નજર સૂરતની યુવતિના ટેસ્ટ રિપોર્ટ પર હતી. એ દરમિયાન કેટલાક ભેંજાગેપ લોકોએ યુવતિનું નામ શોધી કાઢીને તેના નામજોગ અફવાઓ સોશ્યલમ મિડીયામાં ફેલાવી મૂકી હતી કે ગુજરાતમાં કોરોનાનો પહેલો કન્ફર્મ કેસ સૂરતમાં નોંધાયો. પરંતુ, એ એક અફવા જ બની રહી છે.

મંગળવારે રાત્રે 10 કલાકે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે કરેલી ટ્વીટમાં આપી જાણકારી click the link below

https://twitter.com/GujHFWDept/status/1239955309436768257

જોકે, સદનસીબે આજરોજ તા.17મી માર્ચને મંગળવારે સાંજે 4 વાગ્યે પ્રાઇમરી ફાઇન્ડીંગ્સમાં સૂરતમાં શંકાસ્પદ કોરોના લક્ષણો સાથે દાખલ થયેલી યુવતિનો કોરોના ટેસ્ટ નેગટીવ આવ્યો હોવાની માહિતી મળી છે.

જોકે, કોરોના સેમ્પલનો સત્તાવાર રિપોર્ટ આવ્યો ન હોવા છતાં સોમવારે સાંજથી સોશ્યલ મિડીયામાં સૂરતની આ યુવતિના નામ સાથે તેણે જાણે કોઇ મોટો ગુનો આચર્યો હોય એ રીતે તેની બદનામી કરવા માંડી. યુવતિના માતાપિતા તેમજ પરિવારજનોને પણ એટલા ફોન કોલ્સ કરવામાં આવ્યા કે જેટલા એક વર્ષમાં ના આવ્યા હોય.

આખરે બી.જે. મેડીકલ કોલેજ કે જ્યાં ગુજરાતમાં કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવે છે ત્યાંથી સત્તાવાર રીતે સૂરતની આ યુવતિને કોરોનાનો ચેપ લાગ્યો છે એ મતલબનો નેગેટિવ કોરોના રિપોર્ટ આવતા સર્વત્ર રાહતની લાગણી ફરી વળી છે.

સરકાર સમેત આખા ગુજરાતની નજર હતી

સોમવાર તા.16મી માર્ચે શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે સૂરતની સિવિલ હોસ્પિટલના કોરોના સ્પેશ્યલ વોર્ડમાં એક યુવતિ દાખલ થયાના સમાચાર બાદ સમગ્ર ગુજરાત સરકાર, આરોગ્ય વિભાગ તેમજ મિડીયાનું ધ્યાન આ કેસ પર હતું. દરેક સ્તરેથી સતત યુવતિના રિપોર્ટ અંગે પૂછપરછ કરવામાં આવી રહી હતી. કેમકે ગુજરાતમાં તા.16મી માર્ચ સુધી કોરોનાનો એકેય કન્ફર્મ કેસ ન હતો. પરીણામે તમામ સ્તરે એ વાતની ઇંતેજારી હતી કે સૂરતની યુવતિનો રિપોર્ટ શું આવશે.

Reported on 16 March 2020

સૂરતમાં લંડનથી પરત થયેલી અને શંકાસ્પદ કોરોના લક્ષણ ધરાવતી યુવતિ સિવિલમાં દાખલ

યુવતિના પરિવારજનોની ખેલદિલી, સંપર્કમાં આવેલા લોકોને સેલ્ફ કૉરન્ટાઇન કરવા અપીલ

સૂરતમાં તા.16મી માર્ચે નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી એક યુવતિને દાખલ કરીને તેના સેમ્પલ્સ અમદાવાદની બી.જે. મેડીકલ કોલેજમાં મોકલી આપવામાં આવ્યા છે. આ યુવતિની હિસ્ટ્રી અંગે થયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે યુવતિ થોડા દિવસો પૂર્વે લંડનથી આવી હતી અને રવિવારે રાત્રે તેને તાવ, ખાંસી જેવા શંકાસ્પદ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. યુવતિના પરિવારજનોએ ફેમિલી ડોક્ટરની સલાહ અનુસાર સૂરતની સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડનો સંપર્ક કર્યો હતો. પ્રાથમિક તપાસમાં તેણીને શંકાસ્પદ કોરોનાના દર્દી તરીકે દાખલ કરીને તેની સારવાર શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

યુવતિના પરિવારજનોએ જે જે સંપર્કમાં આવ્યા છે તેમને સેલ્ફ કૉરન્ટાઇન અનુસરવા અપીલ કરી

સૂરત પરત ફરેલી અને શંકાસ્પદ કોરોનાના લક્ષણ ધરાવતી યુવતિના પરિવારજનોએ આ યુવતિના સંપર્કમાં જે લોકો આવ્યા એ તમામ સુધી તંત્ર પહોંચે એ પહેલા જ પોતે યુવતિના સિન્ટમ્સ અંગે જાણ કરીને તમામને સાવચેતીપૂર્વક સેલ્ફ કૉરન્ટાઇન અનુસરવા માટે જણાવી દીધું છે.

સૂરતના તંત્રવાહકોએ પણ યુવતિ સાથે સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવા અંગેની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :