CIA ALERT
26. April 2024
July 2, 20191min8590

Related Articles



SEBI : નવા નિયમો શેરદલાલો માટે નવી આફત સમાન

Share On :
Print Friendly, PDF & Email

શેરો ખરીદવા માટે ક્લાયન્ટને નાણાં ઉછીને આપવા સહિતની સંખ્યાબંધ સર્વિસિસ પૂરી પાડતા અને અસ્તિત્વની લડાઈ લડી રહેલા કેટલાક સ્ટોક બ્રોકર્સ માટે સેબીના નવા નિયમોને કારણે નવી મુસીબતો ઊભી થઇ રહી છે. સેબીના નવા નિયમો મુજબ સ્ટોક બ્રોકર્સ ભંડોળ એકત્ર કરવા બેન્કો અને એનબીએફસીઝને ક્લાયન્ટના શેર ગીરવે મૂકી શકશે નહીં. બજારના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે બ્રોકર એક ક્લાયન્ટને ફંડ આપવા બીજા ક્લાયન્ટની સિક્યોરિટીઝનો દુરૂપયોગ ન કરે તે નવા નિયમોનો હેતુ છે, પરંતુ આ ફેરફારથી બ્રોકર્સની કાર્યકારી મૂડી અને તેમના બિઝનેસ પર મોટી અસર થશે, કારણ કે ફંડિંગ માટેની સુવિધા બંધ થશે.

શેરદલાલોના સંગઠનના પ્રવકતાએ જણાવ્યું હતું કે ક્લાયન્ટની પોઝિશન માટે બ્રોકર્સ નાણાની વ્યવસ્થા કરે તે સુવિધ હવે બંધ થશે. હવે બ્રોકર્સે તેમના ખિસ્સામાંથી ક્લાયન્ટને ફંડ આપવું પડશે અથવા બ્રોકરે ક્રેડિટ ફેસિલિટી આપી શકશે નહીં. ક્લાયન્ટે બેન્ક કે ગઇઋઈત જેવા બીજા સ્રોત પાસેથી સીધું ભંડોળ મેળવવું પડશે. સેબીએ નવી માર્ગરેખાનો અમલ પહેલી સપ્ટેમ્બરથી થશે. ક્લાયન્ટ કોલેટરલ એકાઉન્ટ, ક્લાયન્ટ માર્જિન ટ્રેડિંગ સિક્યોરિટી એકાઉન્ટ અથવા ક્લાયન્ટ અનપેઇડ સિક્યોરિટીઝ એકાઉન્ટમાં પડેલા શેરનો મેમ્બર્સ દ્વારા ભંડોળ એકત્ર કરવા બેન્ક કે નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓમાં ગીરવે મૂકી શકાશે નહીં અથવા ટ્રાન્સફર કરી શકાશે નહીં.

શેરદલાલો અને એક્સચેન્જના સંગઠનોના પ્રવકતાએ જણાવ્યું હતું કે, ગીરવે માટે ક્લાન્ટની સિક્યોરિટીઝ ઉપલબ્ધ ન રહેતાં શેરબજારમાં લિક્વિડિટીમાં ઘટાડો થશે. તેથી લો કોસ્ટ કસ્ટોડિયન જેવી વૈકલ્પિક વ્યવસ્થાની જરૂર પડશે. ખરીદેલા શેર માટે આંશિક ચુકવણી કરી હોય તેવા ક્લાયન્ટ માટે અલગ ક્લાયન્ટ અનપેઇડ સિક્યોરિટીઝ એકાઉન્ટ રાખવા સેબીએ ટ્રેડિંગ મેમ્બરને સૂચના આપી છે. સંપૂર્ણ પેમેન્ટ બાદ જ આ એકાઉન્ટમાં રાખવામાં આવેલા શેર ક્લાન્ટ ડિમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા જોઈએ. જો ક્લાયન્ટ સંપૂર્ણ પેમેન્ટ કરવામાં નિષ્ફળ રહે તો આ શેરનો સેટલમેન્ટ ડેટના પાંચ દિવસમાં મેમ્બરે બજારમાં નિકાલ કરવાનો રહેશે.

ટી પ્લસ ફાઇવમાં અનપેઇડ ક્લાન્ટ સિક્યોરિટીઝનો ફરજિયાત નિકાલ કરવાના નિયમને કારણે બજારમાં તીવ્ર ઘટાડાના કિસ્સામાં જંગી નુકસાન થશે. સેબીએ જણાવ્યું છે કે માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી હેઠળ ખરીદવામાં આવેલા શેરને ક્લાયન્ટ માર્જિન ટ્રેડિંગ સિક્યોરિટીઝ એકાઉન્ટમાં રાખવા પડશે. પુલ એકાઉન્ટ, ક્લાયન્ટ માર્જિન ટ્રેડિંગ સિક્યોરિટીઝ એકાઉન્ટ અને ક્લાયન્ટ કોલેટરલ એકાઉન્ટ સિવાયના હાલના ક્લાયન્ટ સિક્યોરિટીઝ એકાઉન્ટ 31 ઓગસ્ટ પહેલા બંધ કરવાના રહેશે. ક્લાન્ટની સિક્યોરિટીઝના દેખરેખ માટે વ્યવસ્થાતંત્ર ઊભું કરવાની શેરબજારો અને ક્લિરિંગ કોર્પોરેશનને સૂચના આપવામાં આવી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :