CIA ALERT
26. April 2024
January 3, 20201min2990

Related Articles



ઈરાનનો લશ્કરી વડો સુલેમાની જનરલ બગદાદ એરપોર્ટ પર ઠાર મરાયો

Share On :
Print Friendly, PDF & Email

અમેરિકાએ ગુરુવારે મોડી રાત્રે ઈકારની રાજધાની બગદાદમાં હવાઈ હુમલો કરીને ઈરાનના અત્યંત પ્રશિક્ષિત કદ્સ ફોર્સના પ્રમુખ મેજર જનરલ કાસિમ સુલેમાનીને મોતને ઘાટ ઉતારી દીધો. કહેવાઈ રહ્યું છે કે સુલેમાનીનો કાફલો બગદાદ અરપોર્ટ તરફ વધી રહ્યો હતો, આ દરમિયાન અમેરિકાએ રોકેટ મારો કરી દીધો. આ હુમલામાં લોકપ્રિય મોબલાઈઝેશન ફોર્સના ડેપ્યુટી કમાન્ડર અબૂ મેહદી અલ મુહાંદિસના પણ માર્યા જવાની ખબર છે.

ઈરાનની સરકારી ટીવીએ સુલેમાનીના માર્યા જવાની પુષ્ટી કરી છે. જણાવી દઈએ કે સુલેમાની પશ્ચિમ એશિયામાં ઈરાની ગતિવિધિઓ ચલાવવા માટે પ્રમુખ રણનીતિકાર મનાતો હતો. સુલેમાની પર સીરિયામાં પોતાની પકડ મજબૂત કરવા અને ઈઝરાયલમાં રોકેટ એટેક કરવાનો આરોપ હતો. અમેરિકા લાંબા સમયથી સુલેમાનીને શોધી રહી હતી.

આ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સુલેમાનીના માર્યા ગયા બાદ અમેરિકાનો ધ્વજ ટ્વીટ કર્યો છે. સમજાઈ રહ્યું છે કે ટ્રમ્પે આ દ્વારા સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. પાછલા વર્ષે અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા હતા. અમેરિકાએ ઈરાન પર ઘણા પ્રતિબંધો લગાવી રાખ્યા છે.

અમેરિકાના આ હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. અમેરિકાએ આ હુમલો તેવા સમયે કર્યો છે જ્યારે ઈરાન સમર્થિત મિલિશિયાએ બગદાદ સ્થિત અમેરિકન દૂતાવાસ પર હુમલો કર્યો હતો. પાછલા દિવસોમાં અમેરિકાના નાણાં મંત્રાલયે આરોપ લગાવ્યો હતો કે વિદેશી અભિયાનો માટે જવાબદાર ઈરાનની રિવોલ્યૂશનરી ગાર્ડ્સની એક ટીમે ‘કદ્સ ફોર્સ’ના ક્રૂડ ઓઈલના માધ્યમથી અસદ અને તેના લેબનોનના સહયોગી હિજબુલ્લાનું સમર્થન કર્યું હતું.

સુલેમાની ઈરાનની ઈસ્લામિક રિવોલ્યૂશનરી સેનાની એક શક્તિશાળી વિંગ ‘કદ્સ ફોર્સ’નો પ્રમુખ હતો. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે અલ મુહાંદિસ એક કાફલા સાથે સુલેમાનીને રિસીવ કરવા પહોંચ્યો હતો. સુલેમાનીનું વિમાન સીરિયા અથવા લેબેનોનથી અહીં પહોંચ્યું હતું. જેવો સુલેમાની વિમાનથી નીચે ઉતર્યો અને મુહાનદિસને મળવા જઈ રહ્યો હતો અમેરિકાએ રોકેર હુમલો કરી દીધો અને આ બધા માર્યા ગયા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સુલેમાના શબની ઓળખ તેની અંગુઠીથી થઈ.

સુલેમાની અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ મનાતો હતો. તેણે ઘણીવાર અમેરિકાને વોર્નિંગ આપી હતી. બગદાદમાં અમેરિકન દૂતાવાસ પર હુમલા બાદ ટ્રમ્પે ઈરાનને ચેતવ્યું હતું. નવા વર્ષના પહેલા દિવસે ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું હતું કે હવે ઈરાનને નુકસાન ઉઠાવવું પડશે. ટ્રમ્પની આ ધમકી બાદ અમેરિકાએ આ કાર્યવાહી કરી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :