CIA ALERT
27. April 2024
March 31, 20201min6830

Related Articles



આજે 19/20 હિસાબી વર્ષ પૂરું થશે, કાલથી 20/20 : હિસાબી વર્ષ લંબાવાયું હોવાની વાતો અફવા

Share On :
Print Friendly, PDF & Email

31st માર્ચ સૂમસામ, સ્ટેટમેન્ટસ, સ્ટોક, રિટર્ન ફાઇલિંગ કશી દોડધામ નથી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોરોના ન હોત તો આજે તા.31મી માર્ચ એટલે હિસાબી વર્ષનો અંતિમ દિવસ. વિશ્વમાં ભલે કેલેન્ડર વર્ષ અને હિસાબી વર્ષ એક હોય પરંતુ, ભારતમાં પરંપરાગત રીતે હિસાબી વર્ષ અને કેલેન્ડર વર્ષ અલગ અલગ છે. ભારતમાં હિસાબી વર્ષનો છેલ્લો દિવસ એટલે 31મી માર્ચ અને આજે તા.31મી માર્ચ 2020. આજના દિવસે ધંધો, રોજગાર, વ્યવસાયિકો તમામનું નાણાંકીય વર્ષ પૂર્ણ થાય અને હિસાબો સેટલ થાય. આજે બેંકોમાં પણ સેટલમેન્ટનો દિવસ. પરંતુ, કોરોનાના કારણે ભારતના ઇતિહાસમાં સૌથી મહત્વના ગણાતા હિસાબી વર્ષના અંતિમ દિવસે કચેરીઓ સૂમસામ ભાસે છે.

નાણાંકીય વર્ષ લંબાવવાની વાત બેબૂનિયાદ

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે એવી સ્પષ્ટતા કરી છે કે નાણાંકીય વર્ષ લંબાવાયું હોવાની કોઇ જ વાત નથી કે ચર્ચા પણ નથી. આવી વાતો ફેક છે. કેટલાક લોકો દ્વારા ઇરાદાપૂર્વક રીતે આવી વાતો ફેલાવવામાં આવી રહી છે.

કોરોનાનો સ્પ્રેડ રોકવા માટે લૉકડાઇનની સ્થિતિમાં –

  • હિસાબી વર્ષના અંતિમ દિવસે નથી કોઇ દોડધામ
  • બેંકો ખાલીખમ
  • કોઇ સ્ટેટમેન્ટસ લેવા માટે પડાપડી નથી
  • સી.એ.ની કચેરીઓ બિલકુલ બંધ
  • ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગની કોઇ દોડધામ નથી
  • સરકારી કચેરીઓ બિલકુલ ખાલી
  • હિસાબ સેટલમેન્ટના કોઇ ઉજાગરા નહીં કે કોઇ ઉતાવળ નહીં
  • હિસાબી વર્ષની નાણાંકીય લેવડદેવડને અંજામ આપવાનો બાકી
  • સ્ટોક ગણતરીની કામગીરી બિલકુલ બંધ
  • બધી જ નાણાંકીય અને હિસાબી બાબતો છેલ્લા એક સપ્તાહથી બંધ

કાલથી 20/20 વર્ષ

આવતીકાલ તા.1લી એપ્રિલ 2020 એટલે ભારતમાં નવા નાણાંકીય વર્ષનો સૂર્યોદય હશે. નવા વર્ષના પહેલા દિવસે ભારતમાં લૉકડાઉનની સ્થિતિ ભારત આઝાદ થયું એ પહેલાથી પહેલી એપ્રિલ 2020ના રોજ એવી સ્થિતિ ન હતી જેવી આવતીકાલ તા.1લી એપ્રિલ 2020ના રોજ થવાની છે.

कोरोना की वजह से वित्त वर्ष 2019—20 के टलकर जून 2020 तक कर देने की की चर्चा और भ्रम पैदा हुई. यह भ्रम सरकार के एक नोटिफिकेशन की वजह से हुआ. भारत में ​वित्त वर्ष की ब्रिटिश प्रणाली अपनाई गई है जो हर साल 1 अप्रैल से अगले साल के 31 मार्च तक होती है. इस तरह वित्त वर्ष 2019—20 का समय 1 अप्रैल 2019 से 31 मार्च 2020 तक है.

इस बारे में काफी चर्चा के बाद आखिर सरकार को सफाई देनी पड़ी. सरकार की तरफ से बयान जारी कर उस खबर को नकारा गया है जिसमें दावा किया जा रहा था कि वित्त वर्ष को 30 जून तक बढ़ाने का फैसला किया गया है. वित्त मंत्रालय की तरफ से जारी बयान में कहा गया कि इंडियन स्टाम्प ऐक्ट की तारीख में बदलाव को वित्त वर्ष में बदलाव कहा जा रहा जो गलत रिपोर्ट है.



Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :