CIA ALERT
26. April 2024
May 25, 20191min10590

Related Articles



શનિવારે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રપતિ સમક્ષ વિધિવત સરકાર રચવાનો દાવો કરશે NDA

Share On :
Print Friendly, PDF & Email

લોકસભાની ચૂંટણીમાં ઝળહળતા વિજય બાદ ભાજપાએ કેન્દ્રમાં NDA એ નવી સરકાર રચવાના ભાગરૂપે તા.25મી મે ને શનિવારે દિલ્હીમાં સંસદીય દળની બેઠક યોજી હતી.

આ બેઠકમાં એન.ડી.એ.ના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીને સર્વસંમતિથી ચૂંટી કાઢવામાં આવ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામની ઔપચારિક દરખાસ્ત રજૂ કરી હતી. અમિત શાહની દરખાસ્તને રાજનાથસિંહ અને નીતિન ગડકરીએ સમર્થન જાહેર કર્યું હતું.

બાદમાં પ્રકાશ સિંહ બાદલે સંસદીય દળના નેતા તરીકે પણ નરેન્દ્ર મોદીનું નામ રજૂ કર્યું, જેને એનડીએના તમામ સાથી પક્ષોએ સમર્થન આપ્યું હતું.

નરેન્દ્ર મોદીને પહેલેથી જ NDAના નેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

સંસદીય દળની બેઠક બાદ શનિવાર તા.25મી મે 2019ની રાત્રે 8 વાગે રાષ્ટ્રપતિ સમક્ષ નવી સરકાર રચવાનો દાવો રજૂ કરશે. લોકસભા ચૂંટણીમાં ભાજપ 303 સીટ જીતી છે જયારે NDAના તમામ ઘટક પક્ષોએ મળીને કુલ 353 બેઠકો કબજે કરી લીધી છે.

સંસદીય દળની બેઠકમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ,લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અભિનેતાથી નેતા બનવા વાળા સની દેઓલ,કિરણ ખેર, રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી,ઉપ મુખ્યમંત્રીગણ હાજર રહ્યા હતા. સાથે સાથે NDAના સહયોગી દળના નેતા નીતિશ કુમાર,સુખબીર સિંહ બાદલ,ઉદ્ધવ ઠાકરે અને રામવિલાસ પાસવાન પણ હાજર છે.

બેઠકમાં નીતિન ગડકરી,સુષ્મા સ્વરાજ,મેનકા ગાંધી અને યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહીતના નેતાઓ હાજર છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે 8 વાગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ નવી સરકાર રચવાનો પ્રસ્તાવ મૂકી શકે છે. આ પહેલા સાંજે સાત વાગે એનડીએના નેતા રાષ્ટ્રપતિ  કોવિંદને મળશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :