CIA ALERT
27. April 2024
November 22, 20191min3340

Related Articles



Pink Ball Test : ભારત અને બંગલાદેશ વચ્ચે આજથી પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ

Share On :
Print Friendly, PDF & Email

ભારત અને બંગલાદેશ વચ્ચે શુક્રવારથી ભારતમાંની સૌપ્રથમ દિવસ – રાતની ટેસ્ટ રમાવાની છે અને તેમાં ગુલાબી બૉલ વાપરવામાં આવશે. બંગલાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના પણ ઇડન ગાર્ડન્સ ખાતેની આ સૌપ્રથમ દિવસ – રાતની ટેસ્ટ જોવા આવવાના છે.

આમ છતાં, સચિન તેન્ડુલકર સહિત કેટલાક ખેલાડીએ દિવસ રાતની ટેસ્ટ માટે ચિંતા વ્યક્ત કરી હતી.

અમુક ક્રિકેટરે જણાવ્યું હતું કે ઝાકળને લીધે બૉલ ભીનો થઇ જશે અને તેનાથી બૉલરો માટે તેને સ્વિંગ કરવો મુશ્કેલ બનશે.

બંગલાદેશની ટીમ ભારત રમવા આવે તે પહેલાં ભારતીય ક્રિકેટ બૉર્ડ (બીસીસીઆઇ)ના નવા વડા સૌરવ ગાંગુલી બંગલાદેશ ક્રિકેટ બૉર્ડને દિવસ રાતની આ ટેસ્ટ રમવા સમજાવવામાં સફળ થયા હતા.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે દિવસ રાતની ટેસ્ટ માટે સાત વર્ષ પહેલાં પરવાનગી આપી હતી અને અત્યાર સુધીમાં આવી ૧૧ ટેસ્ટ રમાઇ હતી. ચાર વર્ષ પહેલાં એડેલેઇડ ખાતે ન્યૂ ઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ૨૦૧૫ના ડિસેમ્બરમાં સૌપ્રથમ દિવસ રાતની ટેસ્ટ રમાઇ હતી. સૂર્યાસ્ત પછી ગુલાબી બૉલ જોવામાં મુશ્કેલી પડવાનો ભય પણ વ્યક્ત કરાઇ રહ્યો છે.

ભારતીય સુકાની વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે ગુલાબી બૉલથી રમવું પડકારરૂપ રહેશે, કારણ કે તે હોકીના બૉલ જેવો વજનદાર છે. ફિલ્ડિંગ અને બૉલિંગમાં પણ તે મુશ્કેલી સર્જી શકે છે.

તેણે જણાવ્યું હતું કે સાંજના ઝાંખા પ્રકાશમાં પણ ગુલાબી બૉલ ફિલ્ડરો માટે પડકારરૂપ રહેશે. ટ્વેન્ટી-૨૦ અને પચાસ ઓવરની મૅચમાં લોકોને વધુ રસ છે ત્યારે ટેસ્ટ ક્રિકેટ પ્રત્યે વધુ લોકોને આકર્ષવા માટે દિવસ રાતની ટેસ્ટના પ્રયોગ થઇ રહ્યા છે.

ભૂતપૂર્વ પ્રારંભિક બૅટ્સમેન ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે ગુલાબી બૉલ ઝડપી બૉલરોને વધુ લાભદાયક સાબિત થશે.

બંગલાદેશના સુકાની મોમિનુલ હકે ગુલાબી બૉલથી રમવાના પૂરતા અનુભવના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતીય ટીમનું બંગલાદેશ સામે પલડું ભારે જ રહ્યું છે.

ટીમ: ભારત: વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, મયંક અગરવાલ, ચેતેશ્ર્વર પુજારા, અજિંક્ય રહાણે, વૃદ્ધિમાન સહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્ર્વિન, રવીન્દ્ર જાડેજા, ઋષભ પંત, મહંમદ શમી, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, હનુમા વિહારી, કુલદીપ યાદવ અને શુભમન ગિલ.

બંગલાદેશ: મોમિનુલ હક (સુકાની), લિન્ટન દાસ (વિકેટકીપર), મેહિદી હસન, નઈમ હસન, અલ-અમીન હુસેન, અબાડોટ હુસેન, મોસ્સાદેક હુસેન, શદમન ઇસ્લામ, તૈજુલ ઇસ્લામ, અબુ જાયેદ, ઇમરુલ કાયેસ, મહમુદુલ્લાહ, મહંમદ મિથુન, મુશફિકાર રહિમ, મુશ્તફિઝુર રહમાન.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :