CIA ALERT
26. April 2024
January 24, 20201min4300

Related Articles



IND Vs NZ T-20 : ભારતનો છ વિકેટ વિજય

Share On :
Print Friendly, PDF & Email

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઓકલેન્ડમાં રમાયેલી પ્રથમ ટી-20 ઈન્ટરનેશનલમાં ભારતે કિવીઝના 204 રનના ટાર્ગેટને 19 ઓવરમાં જ પ્રાપ્ત કરીને શાનદાર વિજય મેળવી લીધો છે. ઓપનર કે એલ રાહુલની ઝડપી અડધી સદીની મદદથી ભારતને મજબૂત સ્ટાર્ટ મળ્યું હતું. રોહિત શર્મા સાત રન બનાવીને ભારતને આઉટ થઈ જતા ભારતીય ટીમને પ્રથમ ઝટકો વહેલો લાગ્યો હતો અને ન્યૂઝીલેન્ડના તોતિંગ સ્કોરને ચેઝ કરવો મુશ્કેલ જણાતો હતો. કેપ્ટન વિરાટ કોહલીની 32 બોલમાં 45 રનની ઉપયોગી ઈનિંગ્સ અને શ્રેયસ ઐયરના 58 રનની મદદથી ભારતે એક ઓવર બાકી હતી ત્યારે જ આ મેચ જીતી લીધી હતી. આ સાથે જ ભારતે સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. શ્રેયસ ઐયરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડના કોલિન મુનરો અને કેપ્ટન કેન વિલિમસનની શાનદાર અડધી સદીની મદદથી કિવિઝ ટીમે એડન પાર્કમાં રમાયેલી પ્રથમ ટી20માં નિર્ધારિત ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 203 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત તરફથી બોલિંગમાં જસપ્રિત બુમરાહે સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ચાર ઓવરમાં 31 રન આપીને એક વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ અને શિવમ દુબેએ પણ એક-એક વિકેટ ઝડપી હતી.

204 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને રોહિત શર્માના રૂપે પ્રથમ ઝટકો લાગ્યો હતો. ટીમના 16 રન હતા ત્યારે રોહિત સેંટનરની ઓવરમાં ટેલરના હાથે કેચ આઉટ થઈ ગયો હતો. જો કે વનડાઉન બેટિંગમાં ઉતરેલા કેપ્ટન વિરાટ કોહલી અને ઓપનર કે એલ રાહુલની જોડીએ 101 રનની ઉપયોગી પાર્ટનરશિપ કરી હતી. ત્યારબાદ ઐયર અને મનિષ પાંડે (14) અણનમ રહીને ભારતને 19મી ઓવરમાં જીત અપાવી હતી. ઐયરની ટી20 ઈન્ટરનેશનલમાં પ્રથમ અડધી સદી રહી છે. ભારતને જીત માટે અંતિમ બે ઓવરમાં 18 રનની જરૂત હતી અને ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર ટીમ સાઉધીએ 19મી ઓવર લીધી હતી. શ્રેયસ ઐયરે સાઉધીની ઓવરના અંતિમ બોલ પર છગ્ગો ફટકારીને ભારતીય ટીમને જીત અપાવી હતી. આ સાથે જ ભારતે સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :