CIA ALERT
27. April 2024
January 6, 20202min4050

Related Articles



ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા : 57.36 મિનિટમાં 5500 પગથિયા ચડ-ઉતર

Share On :
Print Friendly, PDF & Email

જૂનાગઢના ભવનાથ તળેટી ખાતે આજે 35મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 57.36 મિનિટમાં અંબાજી મંદિર સુધીના 5500 પગથિયા ચડી ઉતરી જૂનાગઢનો યુવાન પ્રથમ ક્રમે આવ્યો હતો. જ્યારે જુનિયર ભાઈઓમાં 59.32 મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરનાર બરોડાનો વિદ્યાર્થી પ્રથમક્રમે આવ્યો હતો. જ્યારે સિનીયર બહેનોમાં મોરબીના પોલીસકર્મી તથા જુનિયર બહેનોમાં પ્ર.પાટણની વિદ્યાર્થિની વિજેતા થઈ હતી.

જૂનાગઢના ભવનાથ તળેટીમાં આજે જિલ્લા વહિવટી તંત્ર તથા રમત-ગમત અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા આજે 35મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. ફૂલગુલાબી ઠંડી વચ્ચે સવારે 7 વાગ્યે પ્રથમ ચરણમાં ભાઈઓને કલેકટર ડો.સૌરભ પારઘી, કમિશનર તુષાર સુમેરા, મેયર સહિતનાઓ દ્વારા ફલેગ આપી રવાના કરાયા હતા. જ્યારે 9:30 વાગ્યે સિનીયર સિટીઝન ઓસમાણભાઈ સુમરાએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં બહેનોને ફલેગ ઓફ આપી રવાના કરી હતી. આ સ્પર્ધામાં 22 જિલ્લાના 1489 સ્પર્ધકોની અરજી આવી હતી. જેમાંથી 369 ગેરહાજર રહ્યાં હતા અને 1120 સ્પર્ધકોએ આ કઠીન સ્પર્ધામાં ભાગ લીધો હતો.

ભાઈઓ માટે અંબાજી મંદિર સુધીના 5500 પગથિયા તથા બહેનો માટે માળી પરબ સુધીના 2200 પગથિયા સુધી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

યુવાનોના જોમ અને જુસ્સાને પડકાર સમાન આ કઠીન સ્પર્ધા જૂનાગઢની બહાઉદ્દીન આર્ટસ કોલેજના વિદ્યાર્થી લાલા પરમારે 57.36 મિનિટમાં પૂર્ણ કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
જ્યારે જૂનિયર ભાઈઓમાં બરોડાના લલીતકુમાર નિશારે 59.32 મિનિટમાં 5500 પગથિયા ચડી ઉતરી જુનિયર વિભાગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

સિનીયર બહેનોમાં મોરબી પોલીસમાં ફરજ બજાવતા ભૂમિકાબેન ભુતે 38.21 મિનિટમાં માળી પરબ સુધીના 2200 પગથિયા ચડી ઉતરી સ્પર્ધા પૂર્ણ કરી વિજેતા થયા હતા.

જુનિયર બહેનોમાં પ્ર.પાટણની એમ.જે.સ્વામિનારાયણ હાઈસ્કૂલની વિદ્યાર્થિની પારૂલ વાળાએ 40.46 મિનિટમાં 2200 પગથિયા ચડી-ઉતરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

સ્પર્ધા પૂર્ણ થયા બાદ બપારે 12 વાગ્યે મંગલનાજી બાપુ આશ્રમ ખાતે ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં વિજેતા સ્પર્ધકોને મેયર સહિતના મહાનુભાવોના હસ્તે ઈનામ, પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

સ્પર્ધા દરમિયાન સી.સી.ટી.વી. કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવ્યું હતું અને સ્પર્ધકોની એક-એક સેકન્ડની ગણતરી થાય તે રીતે એન.આર.સી. દ્વારા ગિરનાર સ્પર્ધાનું રિઝલ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું.

રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં 22 જિલ્લાના 1488 સ્પર્ધકોની અરજી આવી હતી. આજે સ્પર્ધા સમયે 1489 માંથી 369 સ્પર્ધકો ગેરહાજર રહ્યાં હતા. જ્યારે 1120 સ્પર્ધકે સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં 302 ભાઈઓ તથા 67 બહેનો ગેરહાજર રહ્યાં હતા.

કુલ 1120 સ્પર્ધકમાંથી 465 સિનીયર ભાઈઓ, 403 જૂનિયર ભાઈઓ તથા 102 સિનીયર બહેનો અને 150 જૂનિયર બહેનો જોડાયા હતા. જેમાંથી 575 ભાઈઓ અને 194 બહેનોએ સમય મર્યાદામાં સ્પર્ધા પૂર્ણ કરી હતી.

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકો એક મિનિટમાં 150 પગથિયા ચડી જાય છે અને 300 પગથિયા ઉતરી જાય છે. ઉતરતી વખતે તો 4 થી 5 પગથિયા એક સાથે કુદતા નીચે આવે છે.

ગિરનાર પર્વત પર અંબાજી મંદિર સુધી ધીમે ધીમે ચડવું તે પણ કપરૂ છે. પરંતુ ગિરનાર સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બનતા સ્પર્ધકો એક કલાકથી પણ ઓછા સમયમાં 5500 પગથિયા ચડી ઉતરી જાય છે. વિજેતા બનેલા સ્પર્ધક એક મિનીટમાં 150 પગથિયા ચડી જાય છે અને 300 પગથિયા ઉતરી જાય છે.

સ્પર્ધા દરમિયાન ઉતરતી વખતે એક સાથે 4 થી 5 પગથિયા કુદતા આવતા સ્પર્ધકોને જોવાનો પણ અનોખો રોમાંચ હોય છે. આટલી ઉંચાઈ પર આટલી ઝડપથી પગથિયા ચડવા-ઉતરવા એ કપરૂ કામ છે. છતાં વિજેતા સ્પર્ધકો આ કઠીન સ્પર્ધા આરામથી પૂર્ણ કરે છે.
ગિરનાર સ્પર્ધાના પ્રથમ પાંચ વિજેતાના નામ અને લીધેલો સમય
”””””’ સિનીયર બોયઝ”’ ””””””””””””””””””””” મિનિટમાં
1””””’ લાલા પરમાર””” બહાઉદ્દીન આર્ટ્સ-કોલેજ, જૂનાગઢ’ 57.36
2””””’ અનિલ સોલંકી”” પ્રાથમિક શાળા, લામધાર”’ 61.40
3””””’ મોહન ભીલાળા”’ પાદરડી ગ્રા.પં., પોરબંદર”” 62.15
4””””’ સોમાત ભાલીયા” સરકારી કોલેજ અમરેલી”” 62.26
5””””’ રજનીક મકવાણા’ જૂનાગઢ 62.32
”””””’ સિનીયર ગર્લ્સ””’ ””””””””””””””””””””” મિનિટમાં
1””””’ ભૂમિકા ભૂત”””” મોરબી પોલીસ”” 38.21
2””””’ વાલી ગરચર”””’ ખીરસરા ગ્રા.પં.”” 41.32
3””””’ દિપીકા સોલંકી”” જયશ્રી સ્પોર્ટસ કલબ”””” 41.36
4””””’ મીના વાળા”””” જૂનાગઢ 45.11
5””””’ જયા સુમાનીયા”’ એ.કે.દોશી મહિલા કોલેજ” 45.52
”””””’ જૂનિયર ગર્લ્સ””’ ””””””””””””””””””””’ મિનિટમાં
1””””’ પારૂલ વાળા”””” એમ.જે.સ્વામિ.હાઈસ્કૂલ, પ્ર.પાટણ” 40.46
2””””’ શાયરા કપુરીયા””’ જ્ઞાનજયોત વિદ્યા મંદિર, ખીરસરા””’ 41.28
3””””’ ભગવતી ભટ્ટી”” જ્ઞાન જયોત વિદ્યા મંદિર, ખીરસરા”” 41.51
4””””’ હિના રાઠોડ””””’ જયશ્રી સ્પોર્ટસ કલબ, દેલવાડા”””’ 42.32
5””””’ નિશા બામણીયા” રામેશ્વર એજ્યુ. ટ્રસ્ટ, ગીર સોમનાથ 43.08
”””””’ જૂનિયર બોયઝ”” ””””””””””””””””””””” મિનિટમાં
1””””’ લલીતકુમાર નિશાદ”””””’ બરોડા હાઈસ્કૂલ” 59.32
2””””’ સુનિલ જોળીયા”’ જિલ્લા સ્પોર્ટસ કોચીંગ સેન્ટર, ગીર-સોમનાથ’ 65.35
3””””’ જયકુમાર રામ””’ સ્વામિ વી.વી.મંદિર, જૂનાગઢ””””’ 66.19
4””””’ હરેશ ભાલીયા””’ રીઅલ હાઈસ્કૂલ શિલોજ”’ 67.10
5””””’ કૌશિક મારૂ””””’ જ્ઞાનજયોતિ વિદ્યા મંદિર, જૂનાગઢ”’ 69.01

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :