CIA ALERT
26. April 2024
August 13, 20193min5630

Related Articles



Cricket : ત્રણ Star ક્રિકેટરોની સાગમટે નિવૃત્તિ

Share On :
Print Friendly, PDF & Email

૧૯૮૯ના ડિસેમ્બર મહિનામાં ઘણા ક્રિકેટરો (જેઓ પછીથી મહાન કહેવાયા)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને એમાં પણ ખાસ કરીને વન-ડે ક્રિકેટમાં સચિન તેન્ડુલકર, સનથ જયસૂર્યા તથા માર્ક ટેલરના નામ અચૂક લેવા પડે. તેઓ એ મહિનામાં કરિયરની પ્રથમ વન-ડે રમ્યા હતા અને પછી વર્ષો સુધી પોતાના દેશની ટીમ માટે આધારસ્તંભ કહેવાયા હતા. જોકે, આ લેખમાં આપણે સાગમટે થતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ-પ્રવેશની વધુ કોઈ ચર્ચા નહીં, પણ ક્રિકેટમાંથી એક સાથે લેવામાં આવતી નિવૃત્તિની વાત કરીશું. 

સાઉથ આફ્રિકાના અવ્વલ દરજ્જાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેન તથા ટોચના બૅટ્સમૅન હાશિમ અમલા અને ન્યૂ ઝીલૅન્ડના મોટા ગજાંના બૅટ્સમેનોમાં ગણાતા તેમ જ ફટકાબાજીના વર્તમાન બૅટિંગ-યુગમાં ઉત્કૃષ્ટ સ્થાન ધરાવતા બ્રેન્ડન મૅક્લમે ગયા સાત દિવસના અંતરમાં રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું. સ્ટેને ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી, જ્યારે અમલાએ અચાનક જ ઇન્ટરનેશનલ ક્રિકેટને ગુડબાય કરી દીધી, જ્યારે મૅક્લમે નિવૃત્તિમાં બાકી રહેલી પ્રાઇવેટ લીગનો પણ સમાવેશ કરી દીધો. મૅક્લમે આમ તો ૨૦૧૬માં જ ઇન્ટરનેશનલ ક્રિકેટને બાય-બાય કરી હતી, પણ હવે તેનામાં સ્પર્ધાત્મક સ્તરે બૅટિંગ માટેની ઇચ્છાશક્તિ જરાય નથી જેને કારણે તેણે ક્રિકેટમાંથી સંપૂર્ણપણે સંન્યાસ લઈ લીધો છે.

૨૦૧૫-’૧૬માં ક્રિકેટજગતને અને ખાસ કરીને આવો આંચકો ત્યારે લાગ્યો હતો, જ્યારે શ્રીલંકાના ત્રણ ટોચના ખેલાડીઓએ નિવૃત્તિ લીધી હતી. માહેલા જયવર્દને અને મહાન વિકેટકીપર-બૅટ્સમૅન કુમાર સંગકારાએ ૨૦૧૫ની સાલમાં અને તિલકરત્ને દિલશાને ૨૦૧૬માં ક્રિકેટનું મેદાન છોડ્યું હતું.

શ્રીલંકાની ક્રિકેટે નિવૃત્તિની એ જે હારમાળા જોવી પડી એને પગલે શ્રીલંકન ટીમ હજી સુધી પાછી બેઠી નથી થઈ શકી અને ટીમને એ ત્રણ બૅટ્સમેનોની ખોટ સતત લાગ્યા કરે છે. જોકે, તાજેતરમાં જે બની ગયું એનાથી સૌથી મોટું નુકસાન સાઉથ આફ્રિકાની ટીમને છે. સાઉથ આફ્રિકાની ટેસ્ટ ટીમ પાસે કૅગિસો રબાડા, ઍન્ડિલ ફેહલુકવાયો, લુન્જી ઍન્ગિડી અને વર્નોન ફિલૅન્ડર જેવા આગલી હરોળના ફાસ્ટ બોલરો અત્યારે છે, પરંતુ ડેલ સ્ટેનની ખોટ એને સદા વર્તાશે.

સ્ટેન વન-ડે અને ટી-ટ્વેન્ટીમાં રમવાનું ચાલુ રાખશે, પણ વર્ષમાં બહુ ઓછી રમાતી ટેસ્ટ-ક્રિકેટ કે જે અસલી ક્રિકેટ કહેવાય છે એમાં સ્ટેનની ગેરહાજરી ટીમને ઘણી નડશે. ઍલન ડોનાલ્ડે ૨૦૦૨માં, શૉન પૉલોકે ૨૦૦૮ની સાલમાં નિવૃત્તિ લીધી તેમ જ મખાયા ઍન્ટિનીએ ૨૦૧૧માં ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવાનું બંધ કર્યું ત્યારે સાઉથ આફ્રિકાની ટીમને ઘણું મોટું નુકસાન થયું હતું. જોકે, જેમ ખેલાડી ડેબ્યૂ કરે એમ રિટાયરમેન્ટનો સમય પણ આવતો હોય છે.

૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકામાં કેટલાક અવ્વલ દરજ્જાના ભારતીય ક્રિકેટરો ક્રિકેટ રમીને ધરાઈ જવા છતાં અને ફૉર્મ-ફિટનેસ ગુમાવવાને કારણે ટીમમાં ફરી સ્થાન ન મળતું હોવા છતાં નિવૃત્તિ જાહેર કરવાનું ટાળતા હતા એ વાત અલગ છે, પરંતુ હમણાં આવું નથી થતું. મોટા ભાગના ખેલાડીઓ નિવૃત્તિની જાહેરાત કરવાનું પસંદ કરે છે અને શાનથી મેદાન પરથી વિદાય લે છે.

થોડા વર્ષો પહેલાંની વાત કરીએ તો (નિવૃત્તિની જાહેરાતના વર્ષને ઉતરતા ક્રમમાં જોઈએ તો) સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને સચિન તેન્ડુલકરે રિટાયરમેન્ટ લીધું ત્યારે ભારતીય ટીમને પણ મોટું નુકસાન થયું હતું. જોકે, મહેન્દ્રસિંહ ધોની તેમ જ વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ધરખમ ખેલાડીઓની હાજરીથી ટીમની ગાડી તરત જ પાછી પાટા પર આવી ગઈ હતી.

સાઉથ આફ્રિકાની ફરી વાત કરીએ તો એના વતી સૌથી વધુ ૪૩૯ વિકેટ લેનાર ડેલ સ્ટેનની નિવૃત્તિના ગણતરીના દિવસો બાદ ભરોસાપાત્ર બૅટ્સમૅન હાશિમ અમલાએ તત્કાળ તમામ ફૉર્મેટોમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું. (ટેસ્ટમાંથી) ડેલ સ્ટેનની અને (ત્રણેય ટીમોમાંથી) અમલાની વિદાયથી સાઉથ આફ્રિકાની ટીમમાં યુવાન ખેલાડીને ઊભરવાનો મોકો જરૂર મળશે, પણ સ્ટેન-અમલા જેવા માર્ગદર્શકની ખોટ પણ વર્તાશે. સ્ટેનની માત્ર હાજરીથી ટીમના ડ્રેસિંગ-રૂમમાં અનેરો ઉત્સાહ જળવાતો અને તેમ જ હરીફ ટીમના બૅટ્સમેનો સતર્ક થઈ જતા હતા. અમલાએ અમુક સિઝન એવી જોઈ હતી જેમાં તે વિશ્ર્વના અવ્વલ બૅટ્સમૅન તરીકે ઓળખાતો હતો એટલે સાઉથ આફ્રિકાની ટીમને એવું માન-સન્માન ફરી ક્યારે મળશે એ તો સમય જ બતાડશે. 

———————-

ત્રણેય દિગ્ગજોની કરિયર પર એક નજર

——————

બ્રેન્ડન મૅક્લમ

ૄ પૂરું નામ: બ્રેન્ડન બૅરી મૅક્લમ,

ૄ ઉંમર: ૩૭ વર્ષ, 

ૄ ટેસ્ટ-કરિયર: ૧૦૧ બૉલમાં ૯૯૮૯ બૉલનો સામનો કરીને ૧૨ સદીની મદદથી ૬૪૫૩ રન બનાવ્યા. વન-ડે કરિયર: ૨૬૦ મૅચમાં ૬૩૧૨ બૉલનો સામનો કરીને પાંચ સદીની મદદથી ૬૦૮૩ રન બનાવ્યા. ટી-ટ્વેન્ટી કરિયર: ૭૧ મૅચમાં બે સદીની મદદથી ૨૧૪૦ રન બનાવ્યા. આઇપીએલમાં: ૨૦૦૮થી ૨૦૧૮ની સાલ સુધીમાં અણનમ ૧૫૮ રનના સર્વોચ્ચ સ્કોર સહિત કુલ ૨૮૮૦ રન બનાવ્યા.

———————-

હાશિમ અમલા

ૄ પૂરું નામ: હાશિમ મોહંમદ અમલા, 

ૄ ઉંમર: ૩૬ વર્ષ, 

ૄ ટેસ્ટ-કરિયર: ૧૨૪ મૅચમાં ૧૮,૫૭૩ બૉલનો સામનો કર્યો અને ૨૮ સદીની મદદથી ૯૨૮૨ રન બનાવ્યા. વન-ડે કરિયર: 

ૄ ૧૮૧ મૅચમાં ૯૧૭૮ બૉલનો સામનો કર્યો અને ૨૭ સદીની મદદથી ૮૧૧૩ રન બનાવ્યા.

ૄ ટી-ટ્વેન્ટી કરિયર: ૪૪ મૅચમાં ૯૬૭ બૉલનો સામનો કરીને ૧૨૭૭ રન બનાવ્યા.

——————

હાશિમ અમલા

ૄ પૂરું નામ: હાશિમ મોહંમદ અમલા, 

ૄ ઉંમર: ૩૬ વર્ષ, 

ૄ ટેસ્ટ-કરિયર: ૧૨૪ મૅચમાં ૧૮,૫૭૩ બૉલનો સામનો કર્યો અને ૨૮ સદીની મદદથી ૯૨૮૨ રન બનાવ્યા. વન-ડે કરિયર: 

ૄ ૧૮૧ મૅચમાં ૯૧૭૮ બૉલનો સામનો કર્યો અને ૨૭ સદીની મદદથી ૮૧૧૩ રન બનાવ્યા.

ૄ ટી-ટ્વેન્ટી કરિયર: ૪૪ મૅચમાં ૯૬૭ બૉલનો સામનો કરીને ૧૨૭૭ રન બનાવ્યા.

——————–

ડેલ સ્ટેન

ૄ પૂરું નામ: ડેલ વિલિયમ સ્ટેન, 

ૄ ઉંમર: ૩૬ વર્ષ, 

ૄ ટેસ્ટ-કરિયર: ૯૩ મૅચમાં ૧૮,૬૦૮ બૉલ ફેંક્યા અને ૧૦,૦૭૭ રનના ખર્ચે કુલ ૪૩૯ વિકેટ લીધી, પ્રથમ ટેસ્ટ: 

ૄ ૨૦૦૪માં અને આખરી ટેસ્ટ ૨૦૧૯માં. (વન-ડે અને ટી-ટ્વેન્ટીમાં રમવાનું હજી ચાલુ રાખશે)

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :