CIA ALERT
26. April 2024
February 3, 20204min9010

Related Articles



ચીનમાં કોરોના વાયરસથી મૃત્યુ આંક વધીને 630 થયો : 30,000થી વધુ કેસો

Share On :
Print Friendly, PDF & Email

ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ શુક્રવાર તા.7 ફેબ્રુઆરીએ કહ્યું કે ચીનમાં નવા કોરોના વાયરસના પ્રકોપથી મૃત્યુ આંક વધીને 630 થઈ ગયો છે, કારણ કે ગુરુવારે વધુ 69 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, આ એક દિવસમાં થયેલા સૌથી વધુ મોતની સંખ્યા છે. જ્યારે કોરોના વાયરસની અસર કુલ 30000 કરતા વધુ લોકોને થઈ છે. બુધવારે વાયરસના કારણે 69 લોકોના મોત થયા છ અને આ મહામારીના નવા 2500 કેસોની પુષ્ટિ થઈ છે, તેમ દેશના સ્વાસ્થ્ય આયોગે જાહેરાત કરી છે.

મૃતકોમાં 70 હુબેઈ પ્રાંત અને તેના વુહાનના લોકો સામેલ છે, આ ક્ષેત્રમાં કોરોનાની સૌથી વધુ અસર છે. ટિયાંજિન, હેઇલોંગજિયાંગ અને ગુઇઝોંગ પ્રાંતમાં એક-એક ડઝન લોકોના મોત થયા છે. બુધ અને ગુરુવારે ચીનમાં નવા સંદિગ્ધ 7500 કેસો સામે આવ્યા છે, જેમાં 2987 કેસો હુબેઈ પ્રાંતન છે.

ચીનના સ્વાસ્થ્ય આયોગે ગુરુવારે સાંજે એમ પણ કહ્યું કે કોરોનાગ્રસ્ત 640 દર્દીઓની હાલત ખૂબ ગંભીર છે, તેમની સારવાર ચાલી રહી છે, જ્યારે 3859ની હાલત ગંભીર છે. કેમ કે હવે કોરોના મનુષ્ય-થી-મનુષ્ય સુધી પ્રસરી રહ્યો છે. 1.86 લાખથી વધુ લોકો હજુ પણ પરીક્ષણ હેઠળ છે.

6 February 2020

ચીનમાં કોરોના વાઈરસ : મરણાંક 576 થયો : 28 હજારથી વધુ કેસો

ચીનમાં કોરોના વાઈરસે અત્યાર સુધીમાં 576નો ભોગ લીધો છે. વાઈરસ ઈન્ફેક્શનના ૨8૦૦૦થી વધુ કેસ નોંધાયા છે, એમ ચીનના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. 1100 દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા. 3800 દર્દી ગંભીર હાલતમાં છે. ૧.૮૫ લાખ લોકો નિગરાની હેઠળ છે. ચીનની આસપાસના દેશોમાં શંકાસ્પદ કેસ નોંધાયા છે.

ચીનના સત્તાવાળાઓએ આ વાઈરસનો મુકાબલો કરવા તીવ્ર પ્રયાસ શરૂ કર્યા છે. અલગ હૉસ્પિટલ ટૂંકા ગાળામાં ઊભી કરી છે. અન્ય હૉસ્પિટલ પણ ટૂંકમાં ખૂલનાર છે. મિલિટરી મેડિકલ ટીમ દ્વારા સંચાલન થઈ રહ્યું છે.

આઠ વધુ મોબાઈલ કેબિન હૉસ્પિટલ ઊભી થનાર છે. આ વાઈરસ 27 દેશોમાં ફેલાયો છે. ભારતમાં ત્રણ કેસ જોવાયા છે તે તમામ કેરળના છે. ચીને આશા દર્શાવી છે કે ભારત કોઈ વેપાર અંકુશ મૂકશે નહીં. ચીનમાંના ભારતીયોની સુરક્ષા માટે સત્તાવાળાઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે.

ચીનની ઈકોનોમીને કામચલાઉ અસર થઈ શકે છે. ડબ્લ્યુએચઓએ વૈશ્ર્વિક હેલ્થ કટોકટી જાહેર કરેલી છે તેનાથી ગભરાટ નહીં ફેલાવવા ચીને વિનંતી કરી છે.

ચીન જવાબદાર દેશ છે તે ફક્ત તેમના દેશના જ નહીં, પરંતુ વિશ્ર્વભરના નાગરિકોની સુરક્ષાના પગલાં લેશે. ભારત સાથેના તમામ કામકાજ-વેપાર ચાલુ રહે તેવી આશા દર્શાવાઈ હતી. ચીને અગાઉ સાર્સની કટોકટી વખતે સફળતાપૂર્વક સામનો કરીને ઉકેલ લાવ્યા હતા.

તા.4 ફેબ્રુઆરીનો અહેવાલ

તા.4 ફેબ્રુઆરી 2020ની સવારે કોરોના વાઇરસ અપડેટ અંગે ચીનની સત્તાવાર વેબસાઇટ પરથી લેવાયેલી માહિત અનુસાર કોરોના વાઇરસને પગલે અત્યાર સુધીમાં કુલ 421 લોકોના મોત થઇ ચૂક્યા છે. કોરોના વાઇરસથી પ્રભાવિત નાગરીકોની સંખ્યાની સત્તાવાર વિગતો આ મુજબ છે.

  • Confirmed: 20,471 (+3,266)
  • Suspected: 23,214 (+1,656)
  • Recovered: 632 (+157)
  • Deaths: 425 (+64)

નવા જીવલેણ કોરોના વાઈરસને કારણે ચીનમાં સોમવારે એક જ દિવસમાં વધુ 56 જણનાં મોત થતાં કુલ મરણાંક વધીને 421 પર પહોંચ્યો હોવા વચ્ચે આ વાઈરસની ઝપેટમાં આવેલા લોકોની સંખ્યાનો આંક 20,471 પર પહોંચ્યો હોવાની ચીનના આરોગ્ય ખાતાના અધિકારીઓએ સોમવારે જાહેરાત કરી હતી.

ચીનના નેશનલ હૅલ્થ કમિશને સોમવારે જાહેર કરેલા તેનાં દૈનિક અહેવાલમાં જણાવ્યું હતું કે સોમવારે દિવસ દરમિયાન દેશભરમાં કોરોના વાઈરસના નવા 3500 કન્ફર્મ કેસ તો ૫૧૭૩ શંકાસ્પદ કેસ નોંધાયા હતા જેને પગલે આ વાઈરસની અસરમાં આવેલા લોકોની સંખ્યાનો આંક 20,471 પર પહોંચ્યો હતો.

સોમવારે ચીનના દેશભરમાં કોરોના વાઈરસના નવા ૫૧૭૩ શંકાસ્પદ કેસ નોંધાયા હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે રવિવારે આ વાઈરસને કારણે નોંધાયેલા કુલ ૫૭ મોતમાંથી ૫૬ મોત આ વાઈરસનું મુખ્ય કેન્દ્ર મનાતા હુબેઈ પ્રાન્તમાં નોંધાયા હતા.

સોમવારે ૧૮૬ દરદીની હાલત એકદમ ગંભીર થઈ ગઈ હતી તો ૧૪૭ દરદીને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું.

પંચનાં જણાવ્યાનુસાર દેશભરમાં આ વાઈરસના ભોગ બનેલા ૨૨૯૬ દરદીની હાલત ગંભીર છે તો ૨૧૫૫૮ લોકોને આ વાઈરસની અસર થઈ હોવાની શંકા છે.

આ વાઈરસની અસર પામેલા લોકોના સંપર્કમાં આવ્યા હોય તેવા ૧,૮૯,૫૮૩ લોકોને શોધી કાઢવામાં આવ્યા હતા જેમાંથી ૧૦૦૫૫ લોકોને રવિવારે તબીબી ચકાસણી બાદ રજા આપી દેવામાં આવી હતી તો ૧,૫૨,૭૦૦ લોકો હજુ પણ તબીબી દેખરેખ હેઠળ હોવાનું તેમણે કહ્યું હતું.

કોરોનાના દર્દીઓ મળી રહ્યા હોઇ કેરળમાં સ્ટેટ ડિઝાસ્ટર ઘોષિત

દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા બાદ હવે કેરળ રાજ્યમાં તેને રાજ્ય આપદા ઘોષિત કરી દેવામાં આવી છે. કેરળ સરકારનાં સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખી તેને હવે રાજ્ય આપદા ઘોષિત કરી તમામ જિલ્લાઓમાં એલર્ટ રજૂ કરી દીધું છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાના ત્રણ કેસોની પુષ્ટિ થઈ છે અને આ તમામ કેસ કેરળથી જ છે. જે દર્દીઓમાં આ વાયરસની પુષ્ટિ થઈ છે તેઓ તાજેતરમાં જ ચીનથી પરત ફર્યા છે.

કોરોના વાયરસથી સંક્રમિત ત્રીજો શખસ તાજેતરમાં જ ચીનના વુહાન શહેરથી પરત આવ્યો હતો. દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યો છે અને ડૉક્ટર તેની સતત દેખરેખ રાખી રહ્યાં છે. આ દર્દી કેરળના કસારગોડનો રહેવાસી છે. આની વચ્ચે કોરોના વાયરસના કેરળમાં ત્રણ કેસ સામે આવ્યા બાદ પાડોશી રાજ્ય કર્ણાટકના પણ ઘણા જિલ્લાઓમાં પણ હાઈ એલર્ટ ઘોષિત કરી દેવાયું છે.

કેરળના મુખ્યમંત્રી પિનારઈ વિજયનના નિર્દેશો પર કોરોના વાયરસને રાજકીય આફત જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ સંક્રમણથી ડરવાની કોઈ જરૂર નથી અને રાજ્યમાં આ સંક્રમણથી બચવા તમામ સાવધાનીઓ વર્તવામાં આવી રહી છે. તમામ જિલ્લાઓ પર નજર રાખવામાં આવી રહી છે અને પ્રભાવિત દેશોથી આવનારા મુસાફરોની તપાસ કરાઈ રહી છે.

સતર્કતા માટે કર્ણાટકના મેંગલુરુ, કોડાગૂ, ચામરાજનગર અને મૈસૂરમાં હાઈ એલર્ટ ઘોષિત કરી દેવાયું છે. કર્ણાટક સરકાર અનુસાર, અત્યાર સુધી 51 મુસાફરો કોરોના વાયરસથી પ્રભાવિત દેશોમાંથી આવ્યા છે અને તેમાંથી 46 લોકોને તેમના ઘરોથી અલગ રાખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, ભારતે ચીનથી આવનારા વિદેશીઓ માટે ઈ-સેવાઓ અત્યાર પૂરતી સસ્પેન્ડ કરી દીધી છે.

Dated 03/02/2020

362ના મોત : 17,386 દર્દીઓ : 27 દેશોમાં પહોંચ્યો વાઇરસ

વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસ હવે 27 દેશો સુધી વિસ્તરી ચૂક્યો છે. હજુ સુધી જેને ડામવા માટે કોઇ રસી કે દવા શોધી શકાઇ નથી એ કોરોના વાઇરસે તા.2 ફેબ્રુઆરી 2020ના રોજ ચીનમાં ભારે હાહાકાર મચાવ્યો હતો. રવિવારે એક જ દિવસમાં ચીનમાં 57 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 2800 જેટલા નવા કન્ફર્મ કેસો કોરોના વાઇરસના દર્દીઓના મળી આવ્યા છે.

તા.3 ફેબ્રુઆરી 2020ને સવારે 8.30 વાગ્યાની માહિતી અનુસાર કોરોના વાઇરસના કારણે કુલ 362 લોકોના મોત નિપજ્યા છે. ચીનમાં 361 અને ફિલિપાઇન્સમાં 1 દર્દીનું મોત કોરોના વાઇરસને કારણે નિપજ્યું છે.

ચીનમાં કોરોના વાઇરસના કુલ 17,205 કેસો નોંધાયા છે.

ભારતમાં કોરોના વાયરસનો બીજો દર્દી

ભારતમાં ખતરનાક ચીની કોરોના વાયરસનો વધુ એક કેસ મળ્યો છે. કેરળમાં જ આ વાયરસનો બીજો દર્દી હોવાનું જાણવા મળ્યું છે.

પહેલાં ચીનથી પરત ફરેલી એક છાત્રમાં કોરોના વાયરસ હોવાના વાવડ મળ્યા હતા. થ્રિસૂર મેડિકલ કોલેજમાં તેનો ઇલાજ ચાલી રહ્યો છે, જ્યાં તેની તબિયત સ્થિર જળવાઇ રહી છે.
ચીનની યાત્રા કરનાર કેરળના અન્ય એક વ્યક્તિમાં આ ચીની વાયરસનું સંક્રમણ એટલે કે ચેપ હોવાનું બહાર આવતાં ભારતમાં કોરોનાની બીમારીનો બીજો કેસ સામે આવ્યો છે.

બીજા દર્દીને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે, જ્યાં તેનું ગહન પરીક્ષણ કરાઇ રહ્યું છે. કેરળના આરોગ્ય મંત્રી કે.કે. શૈલજાએ જણાવ્યું હતું કે અલપ્પુઝા મેડિકલ કોલેજમાં તેનો ઇલાજ જારી છે. આરોગ્ય મંત્રાલયે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી તરફથી અહેવાલ આવવાની રાહ જોવાઇ રહી છે. ભારતમાં કોરોના વાયરસનો બીજો મામલો પણ કેરળમાં જ જોવા મળ્યો છે. આ બીજા દર્દીની હાલત સ્થિર છે અને તેની સતત સારવાર થઇ રહી છે.

ભારતે રવિવારે ચીનમાંથી આવતા ચીની તેમજ અન્ય વિદેશી યાત્રીઓ માટે ઇ-વીઝાની સુવિધા અસ્થાયીરૂપે સ્થગિત કરી દીધી હતી. ચીનમાં કોરોના વાયરસનાં કારણે 300થી વધુ લોકોના મોત, ભારત, અમેરિકા, બ્રિટન સહિત 25 દેશોમાં આ ઘાતક વાયરસના ફેલાવાને ગંભીરતાથી ધ્યાને લેતાં ભારતે આજે આ પગલું લીધું હતું. ભારતીય દૂતાવાસે એવી ઘોષણા કરી હતી કે, પ્રવર્તમાન કોરોના વાયરસથી સર્જાયેલી પરિસ્થિતિના કારણે તત્કાલ પ્રભાવથી ઇ-વીઝા દ્વારા ભારત યાત્રા પર રેક લગાવાય છે.

આ ફેસલો ચીની પાસપોર્ટ ધારકો અને અન્ય દેશોના એ યાત્રીઓ પર લાગુ થશે, જે ચીનમાં રહે છે. એ જ રીતે જે યાત્રીઓને અગાઉથી ઇ-વીઝા જારી કરી દેવાયા છે, તેમનાં પણ ઇ-વીઝા માન્ય નહીં રહે તેવું દૂતાવાસે સ્પષ્ટ કહ્યું હતું.

ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, જેમના માટે ભારતની યાત્રા અનિવાર્ય છે, તેવા યાત્રીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આવા યાત્રીઓ પેઇચિંગ સ્થિત ભારતીય દૂતાવાસ અને શાંઘાઇ અને ગ્વાંગઝોઉ સ્થિત મહાદૂતાવાસ તેમજ આ શહેરોમાં સ્થિત ભારતીય વીઝા આવેદન કેન્દ્રોનો સંપર્ક કરી શકે છે.

શ્રેષ્ઠ મેડીકલ એજ્યુકેશનનો દાવો કરતા ચીનમાં જ વાઇરસે પોલ ખોલી નાંખી

ચીન છેલ્લા એક દસકાથી એકધારું એવો દાવો કરતું હતું કે મેડિકલનું શ્રેષ્ઠ એજ્યુકેશન ચીનમાં આપવામાં આવે છે. આ જાહેરાતોને પગલે જ ભારતથી સ્ટુડન્ટ્સ મેડિકલ એજ્યુકેશન લેવા માટે ચીન ગયા અને હવે એ જ સ્ટુડન્ટ્સ કુદરતના આ કેરને લીધે પાછા આવી રહ્યા છે. મેડિકલ ભણવા જઈ રહેલા સ્ટુડન્ટ્સ મેડિકલ ગ્રાઉન્ડ પર જ પાછા આવે એ જ દેખાડે છે કે ઈશ્વરના સંકેત સામે કોઈનું કશું ક્યારેય ચાલ્યું નથી કે ચાલવાનું નથી.

આખા વિશ્વને માસ્ક વેચતા ચીને માસ્ક બીજા દેશો પાસેથી ખરીદવા પડ્યા

બીજી વાત, અત્યારે ભારતમાં માસ્કનું ઉત્પાદન લગભગ દરેક કંપનીએ ડબલ કરી નાખ્યું છે. આ એ કંપનીની વાત છે જે કંપનીના માસ્ક ખરીદવાને બદલે ચીનમાં બનતા માસ્ક ખરીદવામાં આવતા હતા. ભાવની દૃષ્ટિએ પણ એ માસ્ક વધારે પોસાતા અને ક્વૉલિટીના નામે પણ એ માસ્કની ડિમાન્ડ રહેતી, પણ આજે પરિસ્થિતિ બદલાઈ છે. હવે ઇન્ડિયન માસ્ક વધારે માગવામાં આવી રહ્યા છે. આખા વિશ્વમાં માસ્ક સપ્લાય કરતા ચીને માસ્ક વિદેશોમાંથી મંગાવવા પડ્યા છે.

ચીન ઑલમોસ્ટ અત્યારે એ માસ્કના ઉત્પાદન સુધી પહોંચી શકે એમ રહી નથી. મોટા ભાગની ફૅક્ટરીઓએ રજા જાહેર કરી દીધી છે તો સાથોસાથ વર્કર્સ પણ રહ્યા નથી. ચીન સરકારે પણ જાહેરાત કરી દીધી છે કે બહાર જ નહીં, ઘરમાં પણ માસ્ક પહેરીને રાખવો. હવે એ ઑર્ડર ભારતને સબમિટ કરવામાં આવ્યો છે અને ભારતથી ચીન માસ્ક મોકલવા માટે ઉત્પાદન ડબલ કરી નાખવામાં આવ્યું છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :