CIA ALERT
26. April 2024
February 4, 20203min4520

Related Articles



આર્કિટેક્ચરમાં પ્રવેશ માટે નાટા (1) 19 એપ્રિલ અને નાટા (2) 31 મે એ લેવાશે : ધો.12 મેથ્સ ગ્રુપ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશ શરૂ

Share On :
Print Friendly, PDF & Email

સૂરતની ભગવાન મહાવીર આર્કિ. કોલેજમાં 96 ટકા અને વિદ્યામંદિર વુમન કોલેજમાં 94 ટકા સીટો ખાલી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સમગ્ર દેશમાં આવેલી આર્કિટેક્ચર કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે આર્કિટેક્ચર કાઉન્સિલ દ્વારા લેવામાં આવતી પ્રવેશ પરીક્ષા નાટા (નેશનલ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર) 2019થી વર્ષમાં બે વખત લેવામાં આવે છે.

2020 માટે નાટા-1 પરીક્ષા તા.19મી એપ્રિલ 2020ના રોજ લેવામાં આવશે જ્યારે નાટા-2 પરીક્ષા તા.31મી મે 2020ના રોજ લેવામાં આવશે.

ધો.12 મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓ અને ડિપ્લોમા આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ જ લાયકાતપાત્ર

નાટા પ્રવેશ પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન તા.1લી ફેબ્રુઆરી 2020થી શરૂ થઇ ચૂક્યા છે. નાટા-1 પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવવાની અંતિમ તારીખ 16મી માર્ચ 2020 છે. નાટા-2ના રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ 4 મે 2020 રાખવામાં આવી છે.

Click here to Apply for NATA 2020

The Council of Architecture conducts NATA 2020 is conducted twice a year for admission to Architecture courses.

  • The last date to submit the application form for NATA 2020 examination is March 16, 2020.

How to apply for NATA 2020?

The aspirants can follow the step-by-step guide provided below to check and apply for the NATA 2020 examination:

1) Open the official website of NATA 2020 – nata.in

2) Click on the NATA 2020 Registration Link or click on the direct link provided below

3) Sign up to register for NATA

4) Fill the application form and submit the application fee online

ગુજરાતની આર્કિટેક્ચર કોલેજોમાં 2019માં 51 ટકા સીટો ખાલી રહી હતી

ગુજરાતમાં કુલ 35 આર્કિટેક્ચર કોલેજોમાં સ્ટેટ ક્વોટાની 1690 સીટોમાંથી 857 બેઠકો ખાલી હતી અને 833 ભરાઇ હતી

ભગવાન મહાવીર અને વિદ્યામંદિર વુમન આર્કિટેક્ચ કોલેજમાં કોઇ પ્રવેશ લેતું નથી

સૂરતની ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજ અને વેસુ ખાતે આવેલી વિદ્યામંદિર વુમન આર્કિટેક્ચર કોલેજમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લેવાનું ટાળે છે. ભગવાન મહાવીર કોલેજ અપૂરતી સુવિધાઓ, અપર્યાપ્ત ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચર, અપૂરતા સ્ટાફ માટે ભારે બદનામ છે. એવી જ રીતે વિદ્યામંદિર આર્કિટેક્ચર કોલેજના અધ્યાપકો વિદ્યાર્થિનીઓને એટલો માનસિક ત્રાસ આપતા હોવાની ફરીયાદો ભૂતકાળમાં ઉઠી ચૂકી છે. આવી સ્થિતિમાં આ બે કોલેજોમાં પ્રવેશાર્થીઓ પ્રવેશ લેવાનું ટાળી રહ્યા છે જેની પ્રતીતિ ઉપરોક્ત ટેબલ પરથી થઇ ને રહે છે. બે રાઉન્ડના અંતે પ્રવેશ સમિતિએ જાહેર કરેલી ખાલી બેઠકોની યાદીમાં સૂરતની ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજ અને વિદ્યામંદિર વુમન આર્કિટેક્ચર કોલેજોમાં અનુક્રમે 96 ટકા અને 94 ટકા બેઠકો ખાલી પડી રહી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :