CIA ALERT
02. May 2024
August 7, 20232min206

Related Articles



સરસાણા SIECC ખાતે SGCCI દ્વારા તા. ૪થી ૬ ઓગષ્ટ દરમ્યાન ભવ્ય ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૩’ યોજાશે

Share On :
Print Friendly, PDF & Email

સુરતના બંદરે એક સમયે ૮૪ દેશોના વાવટા ફરકતા હતા, સુરતના આ ઇતિહાસને દર્શાવવાના હેતુથી યાર્ન પ્રદર્શનમાં ૮૪ પ્રકારના યાર્ન દર્શાવતું થીમ પેવેલિયન મૂકવામાં આવશે : ચેમ્બરના પ્રમુખ રમેશ વઘાસિયા

દેશભરમાંથી ૯૦ જેટલા એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લેશે અને ભારતના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે, તદુપરાંત જાપાન, સિંગાપોર, નેપાલ અને બાંગ્લાદેશથી પણ વિદેશી ડેલીગેશન – બાયર્સ એકઝીબીશનની મુલાકાતે આવશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ ર૦ર૩–ર૪ ના બીજા પ્રદર્શન તરીકે ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૩’નું આયોજન તા. ૪, પ અને ૬ ઓગષ્ટ, ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થઈ શકે અને ઉદ્યોગકારોને યાર્ન પ્રોડકશન વિષેની અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળી રહે એ આશયથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન અંદાજે ૧ લાખ ૧૬ હજાર સ્કવેર ફૂટ એરિયામાં યોજાશે, જેમાં ૯૦ જેટલા એકઝીબીટર્સ ભાગ લઇ રહયા છે. સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, ભરૂચ, મુંબઇ, ઇચ્છલકરંજી, ઇરોડ, સેલમ, મદુરાઇ, કોઇમ્બતુર, કર્ણાટકા, તેલંગાણા, કોલકાતા, ગોવા (વાસ્કો) અને પૂણેના એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લઇ રહયા છે.

આ વર્ષે યાર્ન એક્ષ્પોનું પાંચમું એડીશન રજૂ કરાશે, જેમાં દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે તથા યાર્નની બધી જ વેરાયટીઓનું પ્રદર્શન કરશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, યાર્ન એક્ષ્પોમાં થીમ પેવેલિયન તરીકે સુરતનો કિલ્લો બનાવવામાં આવશે. એક સમયે સુરતમાં ચોર્યાસી બંદરે ૮૪ દેશોના વાવટા ફરકતા હતા, આથી આ પ્રદર્શનની મુલાકાતે આવનારા ભારતના વિવિધ રાજ્યોના તેમજ વિવિધ દેશોના બાયર્સ સમક્ષ સુરતનો ઇતિહાસ દર્શાવવામાં આવશે, જેના ભાગ રૂપે ૮૪ પ્રકારના યાર્ન દર્શાવતું થીમ પેવેલિયન અહીં મૂકવામાં આવશે.

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, શુક્રવાર, તા. ૪ ઓગષ્ટ, ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યાર્ન એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરાશે. જેનો ઉદ્‌ઘાટન સમારોહ સેમિનાર હોલ A, SIECC ડોમ, સરસાણા, સુરત ખાતે યોજાશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એમએસએમઇ કમિશ્નર સંદિપ જે. સાગલે (IAS) ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત સેન્ચુરી એન્કા લિમિટેડના મેનેજિંગ ડિરેકટર સુરેશ સોદાની, શિરાની અરિયારાથને (Minister (Commercial) Deputy High Commission, Sri Lanka, Mumbai, India), સીજીએસટી સુરતના કમિશ્નર પંકજ કુમાર સિંઘ, યુએસએ સ્થિત કિલનિકલ ડાટા સોલ્યુશન એલએલસીના પ્રમુખ પ્રવિણ પાનસુરિયા અને તરૂણ શર્મા (Indian Subcontinent Officer, Govt. of Umm AI Quwain, Free Trade Zone Authority, UAE) અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, દેશભરના વિવિધ રાજ્યો તથા શહેરો જેવા કે ઇરોડ, ઇચ્છલકરંજી, તિરુપુર, તમિળનાડુ, કોઇમ્બતુર, હરીયાણા, હૈદરાબાદ, પાનીપત, વારાણસી, વારંગલ, લુધિયાના, ઇન્દોર, અમરાવતિ, બેંગ્લોર વિગેરેથી જેન્યુન બાયર્સ અને વિઝીટર્સ દ્વારા યાર્ન પ્રદર્શનની મુલાકાત લેવામાં આવશે. વિવર્સ, નીટર્સ, ઉદ્યોગ અગ્રણીઓ તથા ઉદ્યોગ સાહસિકો આ પ્રદર્શનની મુલાકાત લેશે. વિવિધ યાર્નના ઉત્પાદકો અને બાયર્સ એક છત નીચે એક જ પ્લેટફોર્મ પર ભેગા થતા હોવાથી તેઓની વચ્ચે બિઝનેસ મીટ પણ યોજાશે.

આ ઉપરાંત જાપાન, સિંગાપોર, નેપાલ અને બાંગ્લાદેશથી પણ વિદેશી ડેલીગેશન તેમજ બાયર્સ આ પ્રદર્શનની મુલાકાતે આવનાર છે.

યાર્ન એક્ષ્પો– ર૩ના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં એકઝીબીટર્સ દ્વારા નેચરલ અને મેન મેઇડ ફેબ્રિકસમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલિએસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત ઈલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલાન્જ જેવા વિવિધ સ્પેશ્યાલિટી ફાઈબર પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે. આશરે ર૦ હજારથી વધુ બાયર્સ તથા વિઝીટર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે.

યાર્ન એક્ષ્પોમાં નીચે મુજબના યાર્નની બધી જ વેરાયટીઓનું પ્રદર્શન કરાશે

આ પ્રદર્શનમાં યાર્નની બધી જ વેરાયટીઓ જેવી કે સ્પેશિયલ ફેબ્રિકસ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું ૧૦૦ ટકા પોલિએસ્ટર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, ડોપ ડાઇડ પોલિએસ્ટર યાર્ન, રિસાયકલ પોલિએસ્ટર યાર્ન, સિસ્લો પોલિએસ્ટર યાર્ન, મિલાન્જ યાર્ન, કેટોનિક યાર્ન, એર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, સ્લબ યાર્ન, કોટન લુક પોલિએસ્ટર યાર્ન, કોટન ફીલ પોલિએસ્ટર યાર્ન, ફેન્સી પોલિએસ્ટર યાર્ન, ઇનહેરન્ટ ફાયર રેટરડન્ટ યાર્ન અને ઇનહેરન્ટ એન્ટી બેકટેરિયલ યાર્ન વિગેરેનું પ્રદર્શન કરવામાં આવશે.

ફેબ્રિક બનાવવા માટે અત્યાર સુધી પ્લાસ્ટીક જરીનો જ ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવે બામ્બુ ફાયબર્સમાંથી બનતી ઇકો ફ્રેન્ડલી જરીનો ઉપયોગ ફેબ્રિક બનાવવામાં થઇ રહયો છે. આ ઇકો ફ્રેન્ડલી જરીનો ઉપયોગ કન્વેન્શનલ વિવિંગ અને હાઇસ્પીડ ટેકનોલોજી જેવી કે રેપિયર, એરજેટ અને વોટરજેટ પર વિવિંગ માટે કરી શકાય છે.

આ ઉપરાંત એક્ષ્કયુઝીટ રેઇન્બો મેટાલિક યાર્ન જુદા જુદા ખૂણાઓથી અલગ અલગ રંગ દર્શાવે છે, જેને કારણે કોઈપણ ફેબ્રિકમાં મનમોહક મેઘધનુષ્ય ઝબૂકતું દેખાય છે. સાડીઓ, લેસ અથવા અન્ય કોઈપણ ઉત્પાદનમાં તેનો ઉપયોગ કરી શકાય છે. ખાસ કરીને ડિઝાઇનર ફેબ્રિકમાં માસ્ટરપીસ બનાવવા માટે તેનો વધુ ઉપયોગ કરી શકાય તેમ છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :