ગુજરાતમાં વિક્રમી 875 કેસ, કોરોના દૈનિક રેકોર્ડ તોડી રહ્યો છે

ગુજરાતનું ચિત્ર
ગુજરાતમાં પણ સતત બીજા દિવસે 800થી વધુ કેસ નોંધાતા કુલ આંકડો 40200 થયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓનું મોત થતાં કુલ મૃત્યુઆંક પણ 2024 થયો છે.
રાજ્યમાં 875 દર્દીઓ કોરોના વાયરસ સંક્રમણની ઝપેટમાં આવ્યાં છે તો પોઝિટિવ કેસના આશરે 50%થી વધુ એટલે કે 441 દર્દીઓ સ્વસ્થ થયાં છે. જેથી હવે રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણથી કુલ 28183 દર્દી સ્વસ્થ થયાં છે. જ્યારે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 3,04,048 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી 3,01,077 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જ્યારે 2,971 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,49,349 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે કુલ એક્ટિવ કેસ 9948 માંથી 68 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 9880ની હાલત સ્થિર છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે જામનગર અને જુનાગઢ કોર્પોરેશનમાં 1-1, અમદાવાદ કોર્પોરેશનમાં 5, મહેસાણા અને સુરતમાં 1-1, સુરત કોર્પોરેશનમાં 3, અરવલ્લી અને ગાંધીનગરમાં 1-1 એમ કુલ 14 મૃત્યુ નોંધાતા કુલ મૃત્યુઆંક પણ 2024 થયો છે.
સુરતની સ્થિતિ
સુરતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તા.10મી જુલાઇના દિવસ દરમિયાન સુરતમાં કોરોનાના 202 નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં દૈનિક સરેરાશ દોઢસો જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. 75 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરત જિલ્લામાં 67 કેસ નોંધાયા છે અને 43 દર્દી સાજા થયા છે. સુરતમાં કોરોનાથી ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા છે જ્યારે સુરત જિલ્લામાં એક વ્યક્તિએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે.
અમદાવાદની સ્થિતિ
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 153 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 149 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ અમદાવાદમાં દર્દીઓની સાજા થવાની સંખ્યા નવા નોંધાતા કેસની આસપાસ જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લામાં 12 નવા કેસ નોંધાયા છે જ્યારે 12 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. અમદાવાદમાં પાંચ લોકોના કોવિડ-19થી મૃત્યુ થયા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
