બાબા અમરનાથની પ્રથમ તસ્વીર અને ગુરૂપૂર્ણિમાએ સાઇબાબાની તસ્વીરો માટે અહીં ક્લીક કરો : અમરનાથ બાબાની આરતીનું લાઈવ પ્રસારણ રોજ દૂરદર્શન પર
આ વખતના બાબા અમરનાથના સૌપ્રથમ દર્શન કરો

વિશ્વભરમાં જેના લાખો નહીં પણ કરોડો ચાહકો છે એ ભારતની શીખર યાત્રા ગણાતી બાબા બર્ફાની, અમરનાથ યાત્રામાં આ વખતે કોવીડ-19ના કારણે જઇ નહીં શકાય એવી સ્થિતિ હોઇ, બાબા અમરનાથ યાત્રા મેનેજમેન્ટએ ભાવિકો માટે એક નવો રસ્તો કાઢ્યો છે અને એ રસ્તો ઘરે બેઠા જ ઓનલાઇન બાબા અમરનાથની લાઇવ આરતીનો લહાવો માણવાનો છે.
ગુરુપૂર્ણિમા એટલે કે આજરોજ તા.5મી જુલાઇથી ઘરે બેઠા જ બાબા બર્ફાનીના દર્શન કરી શકાય એ માટે પવિત્ર ગુફામાં સવાર-સાંજ દિવ્ય આરતીની શરૂઆત થઈ છે. જેનું પહેલીવાર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું છે.
શ્રદ્ધાળુઓ ઘરે બેઠા જ દૂરદર્શન પર પવિત્ર હિમલિંગના દર્શન કરી શકે છે. દૂરદર્શન પર સવારે 6 વાગ્યે અને સાંજે 7 વાગ્યે આરતીનું લાઈવ પ્રસારણ થશે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે દૂરદર્શન સાથે મળીને આ માટેની વ્યવસ્થા કરી છે. આ માટેની પૂરતી તૈયારીઓ પણ કરી દેવાઈ છે.
કોરોના વાયરસના પગલે અમરનાથ યાત્રા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે રોજ માત્ર 500 ભક્તોને જમ્મૂના રોડ પરથી જવા દેવાશે. યાત્રા માટે કઠુઆના લખનપુરમાં ભક્તોનો ટેસ્ટ થશે. ટેસ્ટ બાદ જ તેમને આગળ મોકલાશે. વયોવૃદ્ધ લોકોને યાત્રા માટેની અનુમતિ નથી. યાત્રાના માર્ગ પર સુરક્ષાદળો તહેનાત કરી દેવાયા છે.
દૂરદર્શન પર લાઇવ આરતીનું પ્રસારણ કરવામાં આવશે. રોજ સવારે 6થી 6.30 અને સાંજે 5થી 5.30 સુધી પ્રસારણ
Baba Amarnath Aarti will be telecast live on Doordarshan this year every morning and evening. This will be the first time that the aarti will be telecast live. Earlier, recorded videos and visuals were seen. The devotees will be able to watch it from 6:00 am to 6:30 am and 5:00 pm to 5:30 pm daily starting July 6, 2020. \
ગુરુપૂર્ણિમાએ શિરડીવાલે સાઇ બાબાના પ્રત્યક્ષ દર્શન કરો



આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
