Gujarat : આજે Surat જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે : 21% @ 12 pm
૫૪૮૧ બેઠકો પર ૨૨૧૭૦ ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર
ગુજરાત રાજ્યની ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન આજે રવિવારે રવિવાર, તા.28મી ફેબ્રુઆરી 2021ને સવારે 7 વાગ્યાના ટકોરે શરૂ કરી દેવામાં આવ્યું હતું. રાજ્યમાં પંચાયતી ચૂંટણીઓમાં કુલ ૫૪૮૧ બેઠકો પર ૨૨૧૭૦ ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.
સુરત તાલુકા પંચાયતોની ચૂંટણીમાં થયેલું મતદાન બપોરે 12 કલાકે
| મતક્ષેત્ર | કુલ વોડૅ | નોંધાયેલ વોર્ડ | કુલ મતદાન | Voting% |
| Bardoli | 22 | 21 | 26809 | 23.4 |
| Olpad | 24 | 19 | 21454 | 18.29 |
| Kamrej | 20 | 20 | 19509 | 14.83 |
| Mangrol | 24 | 24 | 19860 | 15.41 |
| Palsana | 18 | 18 | 19397 | 24.14 |
| Mahuva | 20 | 20 | 7273 | 6.44 |
| Chorasi | 16 | 14 | 10076 | 20.82 |
| Mandvi | 24 | 24 | 12060 | 8.6 |
| Umarpada | 16 | 16 | 19684 | 30.03 |
Voting % at 10 am Surat District Panchayat

સુરતની 4 નગરપાલિકાઓમાં બપોરે 12 કલાકે થયેલા મતદાનની માહિતી
| મતક્ષેત્ર | કુલ વોડૅ | પુરુષ મતદાન | સ્ત્રી મતદાન | કુલ મતદાન | Voting % |
| KADODARA | 7 | 2016 | 1278 | 3294 | 22.4 |
| BARDOLI | 9 | 6039 | 4812 | 10851 | 21.48 |
| TARSADI | 7 | 1895 | 1302 | 3197 | 13.83 |
| Mandvi (Surat) | 6 | 1848 | 1541 | 3389 | 22.48 |
૨જી માર્ચે મત ગણતરી હાથ ધરાશે
આ પૂર્વે ગતરોજ શનિવારે તમામ મતદાન કેન્દ્રો પર ઇવીએમ મોકલી આપવામાં આવ્યાં હતાં.
જિલ્લા-તાલુકા અને પાલિકાની આ ચૂંટણીમાં ભાજપ-કૉંગ્રેસ સહિત કુલ ૨૨,૧૭૦ ઉમેદવારો મેદાનમાં છે. શુક્રવારે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં ભાજપના મોટા નેતાઓએ મતદારોને રીઝવવા માટે અંતિમ તબક્કાનો ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો.
ભાજપના દિગ્ગજ નેતાઓએ રેલી તથા રોડ શૉ કરીને મતદારોને મનાવવાનો પ્રયાસ કર્યો હતો.
દરમિયાન ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ઈવીએમ સ્ટ્રોંગ રૂમ પર એસઆરપી તહેનાત રાખવામાં આવ્યા છે.
સંવેદન અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ સજ્જ જોવા મળી રહી છે. આજે ૨૬ હજાર કોન્સ્ટેબલ અને ૨૮૦૦ અધિકારી ફરજ બજાવશે. ૧૩ ડીવાયએસપી અને ૬૫ કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સની ૧૨ કંપનીઓ ખડેપગે ફરજ બજાવી રહી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


