31st Dec : દમણ-દેવકા, સેલવાસ, મહારાષ્ટ્રથી આવતા પીધ્ધડોનો નશો ઉતરી જાય એવી સરભરા : વાંચો અહીં શું શું તૈયારી કરી છે Valsad પોલીસે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
આવતીકાલ તા.31મી ડિસેમ્બરને ગુરુવારે રાત્રે સેલવાસ, મહારાષ્ટ્ર વાયા સાપુતારા કે દમણ-દેવકાથી દારૂ પીને નીકળતા દારૂડીયાઓને પકડવા માટે વલસાડ પોલીસે જબ્બર તૈયારીઓ કરી છે. 2019ની થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે વલસાડ પોલીસે 1000 જેટલા દારૂડીયાઓને પકડ્યા હતા અને તેમને અટકાયતમાં રાખવા માટેની જગ્યા ખૂટી પડી હતી, તેના પરથી બોધપાઠ લઇને આ વર્ષે 2020ની થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે પકડાનારા દારૂડીયાઓને અટકાયતમા રાખવા માટે વલસાડ પોલીસે કુલ 8 જગ્યાઓ પર હોલ ભાડે રાખ્યા છે, જ્યાં દમણ, દેવકા, મહારાષ્ટ્ર કે સેલવાસના વિસ્તારોમાંથી દારૂ પીને ગુજરાતમાં આવનારાઓને ઝડપી પાડીને જ્યાં સુધી જામીન નહીં મળે ત્યાં સુધી એ હોલમાં રાખવામાં આવશે.
કુલ ચેકિંગ સાઇટ્સ | વલસાડ જિલ્લામાં આવેલી 18 ચેકપોસ્ટ ચેકિંગ |
ચેકિંગ કોનું કરાશે | દમણ-દેવકા, સેલવાસ, મહારાષ્ટ્ર તરફથી આવી રહેલા વાહનોમાં |
પીધ્ધડોને અટકાયતમાં રાખવા | જુદા જુદા સ્થળો પર કુલ 8 હોલ ભાડે રખાયા |
પાર્ટીઓમાં રેઇડ પાડવા માટે | વલસાડના દરેક પોલીસ સ્ટેશનમાં 2 ટીમો |
પીધ્ધડોના ચેકિંગ માટે | કુલ 13 મેડીકલ ટીમો બનાવવામાં આવી |
પીધ્ધડોને લાવવા લઇ જવા માટે | કુલ 15 બસોને તૈનાત કરવામા આવશે |
દારૂ પીધો છે કે કેમ એ તપાસવા | કુલ 186 બ્રેથ એનાલાઇઝર ઇક્વિપ્મેન્ટસ |
હજારો લોકોની તપાસણી માટે | બ્રેથ એનાલાઇઝર ઇક્વિપમેન્ટ્સ માટે 48 હજાર કાટ્રીજ |
કપરાડા જિલ્લામાં વ્યવસ્થા | કપરાડા જિલ્લામાં મંડપ-ટેન્ટ બાંધીને તેમાં પીધ્ધડોને રાખવામાં આવશે |

એથી વિશેષ કપરાડા પોલીસે તો કપરાડામાં હોલ જેવી મોટી જગ્યા ન હોઇ, મંડપ બનાવીને તેમાં પકડાનારા દારૂડીયાઓને અટકાયતમાં રાખવા અંગેની વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળ્યું છે.
વલસાડ પોલીસે જુદા જુદા પોઇન્ટ પર કે જ્યાંથી દારૂડીયાઓ પસાર થતા હોય છે એ વિસ્તારો મળીને કુલ 8 હોલ દારૂડીયાઓને અટકાયતમાં રાખવા માટે બૂક કર્યા છે. આ સિવાય એવા 8 હોલ સ્ટેન્ડ-બાય રાખવામાં આવ્યા છે કે જ્યાં પીધેલા લોકોને રાખી શકાય. કપરાડા જેવી જગ્યા કે જ્યાં હોલ નથી મળ્યા ત્યાં મંડપ બાંધીને તૈયારી કરી રાખવામાં આવી છે.

પીધેલા લોકોને ઝડપી પાડવા માટે તૈનાત કરવામાં આવેલા પોલીસ કર્મીઓને કોરોના વાયરસના કારણે લોકોના મોઢા ના સૂંઘવાની પણ સલાહ આપવામાં આવી છે, વલસાડ પોલીસે 186 બ્રેથ એનેલાઈઝર અને 48,000 માઉથપીસ ડ્યુબ તૈયાર રાખી છે, જેથી કોઈ પીધેલી હાલતમાં આવેલી વ્યક્તિ છટકી ના શકે.
પીધેલી હાલતમાં પકડાયેલા લોકોને જામીન ના મળે ત્યાં સધી હોલમાં બેસાડી રાખવામાં આવશે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને પોલીસ સ્ટેશનમાં ટોળા ના થાય તે માટે હોલની વ્યવસ્થા કરવામાં આવી છે.
નશાની હાલતમાં ઝડપાયેલા લોકોની અટકાયત કરીને નિશ્ચિત જગ્યા પર લઈ જવા માટે 15 જેટલી બસો પણ તૈયાર રાખવામાં આવી છે.
વલસાડ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ઝાલા કહે છે કે “અમારું માનવું છે કે આ ટુરિસ્ટ પ્લેસ પર આ વર્ષે પાછલા વર્ષની સરખામણીએ ઓછા પ્રવાસીઓ આવશે, પરંતુ અમે તે દરેક નશાની હાલતમાં આવનારા લોકોને પકડી પાડવા માટે તૈયાર છીએ.”
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
