જલ ઝીલણી ઉત્સવ એ એક દિવસીય ત્રીજો સમૈયો ગણાય છે…!!
યાત્રાધામ વડતાલમાં છેલ્લા દસેક
વર્ષથી નાના મોટા ઉત્સવોને વિશિષ્ટરૂપે ઉજવવાની એક પરંપરા શરૂ થઇ છે; જેને
પગલે સત્સંગનો વ્યાપ વધવા
સાથે વિકાસની હારમાળા પણ સર્જાઇ
છે જેનો સીધો લાભ હરિભક્તોને થઇ
રહ્યો છેઃ આ બધા ઉત્સવો માટેના પ્રેરક
છે ડૉ.સંત સ્વામી તથા associate પૂજ્ય શ્યામ સ્વામી !! આ બંને સંતોએ
જલ ઝીરણી ઉત્સવને સમૈયાનું સ્વરૂપ
આપીને હજારો ભાવિકોને વડતાલ પ્રતિ
આકર્ષ્યા છેઃ
❏ જલ ઝીલણી ઉત્સવ ❏
વડતાલમાં ૧૯૦ વર્ષથી જલ ઝીલણી ઉત્સવ ઉજવાતો આવ્યો છેઃ આ ઉત્સવમાં ૨૫ ગામોના હજારો ભાવિકો ભજનમંડળીઓ
સાથે ઉમંગભેર ઉમટી પડે છેઃ
ગણપતિ તથા ઠાકોરજીની પ્રથમ
આરતી ઉતારી બંને દેવોને હોડીમાં બેસાડી
નૌકાવિહાર કરાવવામાં આવે છેઃ
આ અવસરમાં પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ પણ સંતો સાથે
ઉપસ્થિત રહી બંને દેવોની આરતી ઉતારે
છેઃ આ આખોય ઉત્સવ આનંદઉલ્લાસ
ભર્યો બની રહે છેઃ સંતો જ્યારે ગોમતી
સરોવરમાં ડૂબકી લગાવી સ્નાન કરે છે ત્યારે આ દ્રશ્યો બેઘડી આનંદ ઉપજાવે છેઃ
નિજ મંદિરથી ગોમતી સુધી વાજતે ગાજતે નગરયાત્રા નિકળે છે જેમાં રાસ મંડળી ભજન મંડળીઓ ભૂંગળ મંડળીઓ
જોડાય ત્યારે વડતાલ ગૂંજી ઊઠે છેઃ
સમગ્ર ઉત્સવનું સંચાલન અને વ્યવસ્થા પૂજ્ય શ્યામ સ્વામીએ સંભાળે
છેઃ
_______❏ અહેવાલ: બાલુભાઇ વરિષ્ઠ
પત્રકાર સુરત વડતાલ સેન્ટર આણંદ
You Can Find us on Google Play Store

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944