ઝાયડસ કંપનીએ કોરોનાની ટ્રીટમેન્ટમાં રામબાણ ઇલાજ શોધી કાઢ્યાનો દાવો

ભારતમાં કોરોના વેક્સીનેશનનું કામ ઝડપથી થઈ રહ્યું છે તેને સમાંતર હવે કોરોનાની ટ્રીટમેન્ટમાં પણ રામબાણ ઇલાજ શોધી કાઢવામાં આવ્યો હોવાનો દાવો ગુજરાતની જાણીતી દવા કંપની ઝાયડસ કેડિલા (Zydus Cadila) એ કર્યો છે.
ઝાયડસ કેડિલાના સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીએ કોરોનાની સારવાર માટે તૈયાર કરેલી દવા PegIFN ના વપરાશ માટે ભારત સરકાર પાસે મંજુરી માગી છે. ફેઝ-3ના ઇન્ટરીમ રિઝલ્ટમા સારા પરિણામ ઝાયડસ કેડિલા કંપનીએ DCGI પાસેથી મંજૂરી માંગી છે. કંપનીના રિસર્ચમાં 91 ટકા જેટલા દર્દીઓને 7 દિવસમાં દવા લીધા બાદ કોરોના નેગેટિવ આવ્યો છે.
Zydus Cadila એ સોમવારે જાહેરાત કરી કે, તેણે COVID-19 ની સારવાર માટે Pegylated Interferon Alpha 2b ના ઉપયોગ માટે DCGI પાસેથી મંજૂરી માંગતી અરજી કરી છે. સાથે જ Zydus Cadila એ પણ જાહેરાત કરી કે, Pegylated Interferon Alpha 2b ની સાથે ત્રીજા ફેઝમાં પરીક્ષણમાં COVID -19 ની સારવારમાં અમને આશાજનક પરિણામો મળ્યા છે. સાથે જ કંપનીએ જણાવ્યું કે, આ દવાથી અમે દર્દીને વહેલી તકે સારવાર કરી શકાય તેવા પરિણામો મળ્યા છે. સાથે જ તેની ગંભીર આડઅસરથી પણ બચવામાં સફળતા મળી છે.
પખવાડીયા અગાઉ જ ઝાયડસ કેડિકલા કંપનીએ રેમડિસિવીર દવાના પોતાના જેનરિક વર્ઝનની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. કંપની રેમડેસિવિરના જેનરિક વર્ઝનને રેમડેક બ્રાન્ડથી વેચે છે. હવે તેની નવી કિંમત 2800 રૂપિયાથી ઘટીને 899 રૂપિયા પ્રતિ બોટલ (100 એમજી) છે. કંપનીએ ઓગસ્ટ 2019 માં રેમડેકને દેશમાં લોન્ચ કરી હતી. તે સમયે ઈન્જેક્શનના રૂપમાં આપવામાં આવતી આ દવાની 100 એમજીના બોટલની કિંમત 2800 રૂપિયા હતી. ઝાયડસ કેડિલાએ ગત શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે, રેમડેસિવીર કોવિડ 19 ની સારવારમાં એક મહત્વની દવા છે. કંપનીના આ નિર્ણયથી અસંખ્ય દર્દીઓને રાહત મળશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
