CIA ALERT

કોરોનાની રસી આવે એ પહેલા જ તેના પર અમેરીકા, યુરોપ, જાપાનનો કબજો

Share On :

દુનિયાભરમાં હાહાકાર મચાવતી કોરોના મહામારીનો એકમાત્ર ઉકેલ તેની દવા કે રસી છે. અભૂતપૂર્વ ઝડપે દુનિયાનાં સંખ્યાબંધ દેશો તેની રસી શોધી રહ્યા છે અને તેમાંથી કેટલીક સંભવિત રસીઓ પરીક્ષણનાં અંતિમ તબક્કામાં છે ત્યારે ઘણાં દેશો રસી મળી જાય પછી તેને કેવી રીતે વિતરિત કરવી તેનાં આયોજનો પણ કરવા લાગ્યા છે. આ બધા વચ્ચે સૌથી મોટી ચિંતાજનક બાબત સામે આવી રહી છે ગરીબ દેશો માટે આ રસીની ઉપલબ્ધતા. કારણ કે રસીને હજી ભલે મંજૂરી નથી મળી પણ વિકસિત અને ધનવાન દેશોએ તેનાં ઉપર કબજો કરવાની શરૂઆત કરી દીધી છે. અત્યાર સુધીમાં આ સમૃદ્ધ દેશોએ આશરે એક અબજથી વધુ ડોઝનાં સોદા કરી લીધા છે. હજી તો સંભવિત રસીને મંજૂરી મળવાની કોઈ ખાતરી નથી ત્યાં એક અબજ રસીનાં સોદા થઈ જાય તો ગરીબ દેશોને આ રસી મળશે કે કેમ અથવા તો મળશે તો ક્યારે મળશે તે સૌથી ચિંતાજનક મુદ્દો બની જાય છે.

આંતરરાષ્ટ્રીય સમૂહો અને અનેક દેશ એવો વાયદો કરી રહ્યા છે કે રસી સસ્તી રહેશે અને સહુને ઉપલબ્ધ બનશે પણ દુનિયાની 7.8 અબજની આબાદીની જરૂરિયાતને પહોંચી વળવું ભગિરથ કાર્ય બની રહેવાનું છે. તેથી જ અમીર દેશો રસીનાં પુરવઠા ઉપર કબજો કરી લેશે તો 2009માં સ્વાઈન ફ્લુ મહામારી વખતે થયું હતું તેવું ફરીથી થવાની ભીતિ સેવાઈ રહી છે.

અમેરિકા, બ્રિટન, જાપાન અને યુરોપિયન દેશોએ અત્યાર સુધીમાં 1.3 અબજ ડોઝ પોતાનાં ગજવે કરી લીધા છે. જો તેમનાં બાકીનાં સોદા પણ પાર પડે તો 1.પ અબજ ડોઝ તેમનાં માટે અનામત થઈ જશે એટલે કે ઉત્પાદન શરૂ થવા સાથે જ તેમને આ પુરવઠો મળવા લાગશે. આ સંજોગોમાં બાકી દેશોનાં હાથમાં રસીનાં ડોઝ ક્યારે લાગે તે કળવું મુશ્કેલ બની જાય છે.
અત્યારે અંતિમ ચરણમાં પહેંચેલી ઉમેદવાર રસીઓમાં ઓક્સફોર્ડ-અત્રાજેનેકો અને ફાઈઝર-બાયોએનટેક સહિત મોડર્નાની રસી સૌથી આગળ ગણાય છે અને આ સંભવિત રસીનાં જ કરોડો ડોઝ ધનવાન દેશો માટે આરક્ષિત થઈ ગયા છે.’ આ તમામ રસીને હજી અંતિમ તબક્કાનાં પરીક્ષણોમાં ખરા ઉતરવાનું છે અને પછી પણ તેનું ઉત્પાદન વધારવાનો પડકાર રહેલો છે.

એક અંદાજ અનુસાર 2022નાં પ્રથમ ત્રિમાસિક ગાળા સુધી 1 અબજ ડોઝનો વૈશ્વિક પુરવઠો હાંસલ કરવો કઠિન બની રહેવાનો છે અને આટલા ડોઝ તો ધનવાન દેશો પોતાનાં નામે અંકે કરીને બેઠા છે. આ સંજોગોમાં ગરીબ દેશોનાં હાથમાં રસી ક્યારે આવશે તે સૌથી મોટો વૈશ્વિક સવાલ બની જાય છે. તેનાં કારણે દુનિયાનાં અનેક દેશો વચ્ચે તનાવ પણ પેદા થઈ શકે છે અને મહામારી પછી વિશ્વ સામે બીજું મોટું સંકટ પણ ઉભું થઈ શકે છે.

જૂનમાં અત્રાજેનેકાએ ગાવીનાં પ્રોગ્રામમાં 30 કરોડ ડોઝ આપવા સહમતી દેખાડી હતી. ફાઈઝર અને બાયોએનટેક દ્વારા કોવેક્સને ડોઝ પુરવઠો પૂરો પાડવા માટે રુચિ દેખાડી હતી. અમેરિકી સરકારે સનોફી અને ગ્લાક્સો પાસેથી 2.1 અબજ ડોલરમાં 10 કરોડ ડોલર બૂક કરી લીધા છે. અમેરિકા પાસે લાંબી અવધિ માટે વધુ પ0 કરોડ ડોલર મેળવવાનો વિકલ્પ પણ ખુલ્લો રહેશે. યુરોપિયન યુનિયને પણ આ બન્ને કંપનીઓ પાસેથી 30 કરોડ ડોઝનો સોદો શરૂ કરી દીધો છે. અમેરિકાએ ફાઈઝર અને બાયોએનટેક સાથે પણ 1.9પ અબજ ડોલરનો સોદો કરેલો છે. નોવાવેક્સ સાથે પણ 1.6 અબજ ડોલરનો સોદો થઈ ગયો છે. આવી જ રીતે અત્રાજેનેકા સાથે પણ અમેરિકાએ 1.2 અબજ ડોલરની ડીલ કરી લીધી છે. બ્રિટન, સ્પેન, ઈઝરાયલ સહિત અનેક ધનવાન દેશોએ પણ રસી ઉત્પાદકો સાથે આવી જ રીતે તોતિંગ સોદા કરી રાખેલા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :